Australia lost the final 6 wickets for 19 runs,West Indies winning : vimarsana.com

Australia lost the final 6 wickets for 19 runs,West Indies winning


Share
। ગ્રોસ આઇલેટ ।
પ્લેયર ઓફ ધ મેચ બનેલા ઓબેદ મેકોય અને હેડન વોલ્શે કરેલી ચુસ્ત બોલિંગની મદદથી વેસ્ટ ઇન્ડિઝે અહીં રમાયેલી પ્રથમ ટી૨૦ મેચમાં ભારે રસાકસી બાદ ઓસ્ટ્રેલિયાને ૧૮ રનથી પરાજય આપીને પાંચ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વિન્ડીઝે ૧૦ વર્ષ બાદ ટી૨૦માં પોતાની પ્રથમ અડધી સદી નોંધાવનાર આન્દ્રે રસેલના ૫૧ રનની મદદથી ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૪૫ રન નોંધાવ્યા હતા.
જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની પૂરી ટીમ ૧૬ ઓવરમાં ૧૨૭ રનના સ્કોરે સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મેથ્યૂ વેડે ૧૪ બોલમાં ૩૩ તથા મિચેલ માર્શે ૩૧ બોલમાં ૫૧ રન બનાવ્યા હતા.   ઓસ્ટ્રેલિયાએ એક સમયે ૧૦.૨ ઓવરમાં ચાર વિકેટે ૧૦૮ રન બનાવી લીધા હતા અને આ સમયે તેનો વિજય નિિૃત જણાતો હતો પરંતુ વોલ્શે બેન મેકડરમોટને આઉટ કરીને પ્રવાસી ટીમના રકાસનો પ્રારંભ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ માત્ર ૧૯ રનમાં તેની છેલ્લી છ વિકેટ ગુમાવી દીધી હતી. મેકોયે ૨૬ રનમાં ચાર તથા વોલ્શે ૨૩ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
ઔવેસ્ટ ઇન્ડીઝ  રન     બોલ    ૪      ૬
સિમન્સ કો. વેડ બો. માર્શ ૨૭     ૩૫     ૨      ૨
લુઇસ કો. માર્શ બો. હેઝલવૂડ      ૦      ૨      ૦      ૦
ગેઇલ કો. એગર બો. હેઝલવૂડ     ૪      ૧૦     ૧      ૦
હેતમાયર કો. સ્ટાર્ક બો. માર્શ      ૨૦     ૨૫     ૧      ૦
પૂરન રનઆઉટ   ૧૭     ૧૬     ૩      ૦
રસેલ બો. હેઝલવૂડ       ૫૧     ૨૮     ૩      ૫
એલન અણનમ   ૮      ૮      ૦      ૦
બ્રાવો અણનમ    ૭      ૩      ૦      ૧
એક્સ્ટ્રા ઃ ૧૧. કુલ ઃ (૨૦ ઓવરમાં, છ વિકેટે) ૧૪૫. વિકેટ ઃ ૧-૮, ૨-૨૪, ૩-૩૫, ૪-૬૫, ૫-૧૦૧, ૬-૧૩૭. બોલિંગ ઃ મિચેલ સ્ટાર્ક ઃ ૪-૦-૪૦-૦, જોશ હેઝલવૂડ ઃ ૪-૧-૧૨-૩, એસ્ટોન એગર ઃ ૩-૦-૨૮-૦, એડમ ઝમ્પા ઃ ૩-૦-૨૩-૦, મિચેલ માર્શ ઃ ૪-૦-૨૬-૨, ડેન ક્રિસ્ટિયન ઃ ૨-૦-૧૦-૦.
ઓસ્ટ્રેલિયા      રન     બોલ    ૪      ૬
વેડ કો. હેતમાયર બો. રસેલ        ૩૩     ૧૪     ૧      ૩
ફિન્ચ કો. લુઇસ બો. એલન        ૪      ૫      ૦      ૦
માર્શ કો. એન્ડ બો. વોલ્શ ૫૧     ૩૧     ૫      ૨
ફિલિપ કો. બ્રાવો બો. મેકોય       ૧      ૪      ૦      ૦
હેનરિક્સ કો. બ્રાવો બો. એલન     ૧૬     ૮      ૦      ૨
મેકડરમોટ એલબી બો. વોલ્શ      ૨      ૬      ૦      ૦
ક્રિસ્ટિયન ઃ કો. બ્રાવો બો. વોલ્શ ૧૦     ૧૨     ૦      ૦
એગર કો. એન્ડ બો. મેકોય ૧      ૫      ૦      ૦
સ્ટાર્ક કો. એલન બો. મેકોય        ૩      ૮      ૦      ૦
ઝમ્પા અણનમ   ૧      ૨      ૦      ૦
હેઝલવૂડ કો. પૂરન બો. મેકોય      ૦      ૧      ૦      ૦
એક્સ્ટ્રા ઃ ૦૫. કુલ ઃ (૧૬ ઓવરમાં) ૧૨૭ ઓલઆઉટ. વિકેટ ઃ ૧-૮, ૨-૪૬, ૩-૫૩, ૪-૮૯, ૫-૧૦૮, ૬-૧૧૭, ૭-૧૨૨, ૮-૧૨૫, ૯-૧૨૬, ૧૦-૧૨૭. બોલિંગ ઃ ફિડલ એડવર્ડ્સ ઃ ૨-૦-૨૪-૦, ફેબિયન એલન ઃ ૩-૦-૨૪-૨, રસેલ ઃ ૧-૦-૧૪-૧, ડ્વેન બ્રાવો ઃ ૨-૦-૧૬-૦, ઓબેદ મેકોય ઃ ૪-૦-૨૬-૪, હેડન વોલ્શ ઃ ૪-૦-૨૩-૩.
 
 
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 8, 2021

Related Keywords

Australia , Russell Finch , , Marsh Louise , Marsh Russell , Fall , Bowling Fall Mitchell Stark , Adam Fall , Mitchell Marsh Fall , Dan Fall , Allen Marsh , Bowling Fall , Allen Fall , Russell Fall , Dwayne Bravo Fall , ஆஸ்திரேலியா , ரஸ்ஸல் பிஞ்ச் , வீழ்ச்சி , ஆலன் சதுப்பு நிலம் , ரஸ்ஸல் வீழ்ச்சி ,

© 2024 Vimarsana