Live Breaking News & Updates on Taliban previous

Stay informed with the latest breaking news from Taliban previous on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Taliban previous and stay connected to the pulse of your community

مستند سازی جنایات طالبان را همگانی سازید

مستند سازی جنایات طالبان را همگانی سازید
afghanpaper.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from afghanpaper.com Daily Mail and Mail on Sunday newspapers.

China , Afghanistan , United-states , Russia , Pakistan , Russian , America , Aaron-amyrzadh , Joe-biden , Features-finance , Taliban-previous

Taliban clash with famous Afghan comedian Khasha Jawan

Taliban clash with famous Afghan comedian Khasha Jawan
sandesh.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sandesh.com Daily Mail and Mail on Sunday newspapers.

Afghanistan , Iran , Pakistan , Afghan , Twitter , Taliban-previous , Friday-afghanistan , இரண் , பாக்கிஸ்தான் , ட்விட்டர் ,

Jihadi groups feared to emerge in Kashmir, India's 22,000-crore project at stake due to Taliban's growing occupation | તાલિબાનના વધી રહેલા કબજાથી ભારતના 22000 કરોડના પ્રોજેક્ટ દાવ પર, કાશ્મીરમાં પણ જેહાદી ગ્રૂપો ઊભરી આવવાની આશંકા


Jihadi Groups Feared To Emerge In Kashmir, India's 22,000 crore Project At Stake Due To Taliban's Growing Occupation
શું ડૂબી જશે અફઘાનિસ્તાનમાં ભારતીય રોકાણ?:તાલિબાનના વધી રહેલા કબજાથી ભારતના 22000 કરોડના પ્રોજેક્ટ દાવ પર, કાશ્મીરમાં પણ જેહાદી ગ્રૂપો ઊભરી આવવાની આશંકા
નવી દિલ્હી8 કલાક પહેલાલેખક: પૂનમ કૌશલ
કૉપી લિંક
અફઘાનિસ્તાનમાં તાલિબાનના સતત વધી રહેલા કબજાથી સમગ્ર દુનિયાને ચિંતામાં મૂકી દીધી છે. અહીંની સત્તા પર તાલિબાનનું નિયંત્રણ ભારત માટે પણ ચિંતાની વાત છે. છેલ્લા 20 વર્ષમાં ભારતે અફઘાનિસ્તાનમાં લગભગ 22000 કરોડ રૂપિયાની ઈન્વેસ્ટમેન્ટ કર્યુ છે. સવાલ એ છે કે તાલિબાનના કબજા પછી શું આ રોકાણ સંપૂર્ણપણે ફસાઈ જશે?
કાબુલમાં રહેનારા રાજકીય વિશ્લેષક મુશ્તાક રહીમ કહે છે, ‘તાલિબાન અને સરકારી સેના વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો છે. અત્યારે તાલિબાન કાબુલથી દૂર છે પરંતુ જો અફઘાનિસ્તામાં શાંતિ સમજૂતી ન થાય તો મોટી તબાહીની આશંકા છે. અહીંની અર્થવ્યવસ્થા અગાઉથી જ બરબાદ છે. ભારતે જે પણ રોકાણો અહીં કર્યા છે એ ગૃહયુદ્ધની સ્થિતિમાં ફસાઈ જશે.’
અગાઉનું તાલિબાન શાસન ખતમ થયા પછી ભારતે શરૂ કર્યુ હતું રોકાણ
1996થી 2001 વચ્ચે જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન હતું, ત્યારે ભારતે અફઘાનિસ્તાન સાથે સંબંધો તોડી નાખ્યા હતા પરંતુ અમેરિકાના આવ્યા પછી હામિદ કરજાઈની સરકારની રચના થઈ તો ભારત ફરી કાબુલમાં સક્રિય થયું હતું.
અફઘાનિસ્તાન ભારતની સુરક્ષાની દૃષ્ટિએ હંમેશા ખૂબ મહત્વપૂર્ણ રહ્યું છે. અફઘાનિસ્તાનમાં અસ્થિરતા વધવાથી જેહાદી અને કટ્ટરપંથી ગ્રૂપ કાશ્મીરમાં સક્રિય થઈ જાય છે. એવામાં ભારતની એવી રહી છે કે અફઘાનિસ્તાનની એ રાજકીય સત્તાથી નજીક રહેવું કે જે ત્યાંના કટ્ટરપંથી સમૂહોને કબુમાં રાખી શકે. આ ઉપરાંત ઈરાન જેવા દેશોની સાથે વ્યાપાર જેવા હેતુથી પણ અફઘાનિસ્તાન ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ રહ્યું છે.
અફઘાનિસ્તાનમાં અમેરિકાના આવ્યા પછી ત્યાં વીતેલા બે દાયકામાં ભારતે ભારે રોકાણ કર્યુ છે. ભારતના વિદેશ મંત્રાલયના હિસાબે અફઘાનિસ્તાનમાં ભારતના 400થી વધુ નાના-મોટા પ્રોજેક્ટ છે. અફઘાનિસ્તનામાં ચાલી રહેલા ભારતના કેટલાક મોટા પ્રોજેક્ટ્સ પર નજર નાખીએ છીએ. અને એ પણ જોઈએ છીએ કે હાલના સમયમાં ચાલી રહેલી લડાઈની આના પર શું અસર પડવાની છે...
1.
સલમા ડેમઃ આ અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં 42 મેગાવોટનો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ છે. 2016માં તેનું ઉદઘાટન થયું હતું અને તેને ભારત-અફઘાન મૈત્રી પ્રોજેક્ટના નામથી ઓળખવામાં આવે છે.
અત્યારે શું સ્થિતિ છેઃ હેરાત પ્રાંતમાં છેલ્લા કેટલાક સપ્તાહોથી જોરદાર લડાઈ ચાલી રહી છે અને તાલિબાનનો દાવો છે કે ડેમની આસપાસના વિસ્તારો પર તેનો કબજો છે. એવા સમાચારો પણ આવ્યા છે કે ડેમની સુરક્ષામાં તહેનાત અનેક સુરક્ષાકર્મી પણ તાલિબાનોના હુમલામાં માર્યા ગયા છે.
2.
અફઘાન સંસદઃ અફઘાનિસ્તાનમાં ભારતના સૌથી મુખ્ય પ્રોજેક્ટમાં કાબુલમાં અફઘાનિસ્તાનની સંસદ છે. તેના નિર્માણમાં ભારતે લગભગ 675 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. તેનું ઉદઘાટન ભારતના પ્રધાનમંત્રઈ નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં કર્યુ હતું અને ભારત-અફઘાન મૈત્રીને ઐતિહાસિક ગણાવી હતી. આ સંસદમાં એક બ્લોક પૂર્વ ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર પણ છે.
અત્યારે શું સ્થિતિ છેઃ કાબુલમાં રહેનારા રાજકીય વિશ્લેષક મુશ્તાક રહીમ કહે છે, ‘તાલિબાન અફઘાનિસ્તાનના બાહ્ય હિસ્સાઓ પર ઝડપથી હાવિ થઈ રહ્યા છે. પરંતુ અત્યારે તેમના માટે કાબુલ સુધી આવવું આસાન નથી લાગતું, પરંતુ જો તાલિબાન દેશના મોટાભાગના હિસ્સાઓ પર કબજો કરી લે અને કાબુલમાં નામમાત્રની સરકાર રહી જાય તો તે વ્યાપાર અને સુરક્ષા જેવા વ્યાપક ભારતીય હિતોની સુરક્ષા નહીં કરી શકે. એવામાં ભારત અને બાકીના દેશોએ જે હેતુથી આ પ્રકારના રોકાણ કર્યા હતા, તે સંપન્ન નહીં થઈ શકે.’
3.
હાઈવે પ્રોજેક્ટ્સઃ ભારત બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશને અફઘાનિસ્તાનમાં 218 કિમી લાંબો હાઈવે પણ બનાવ્યો છે. ઈરાનની સરહદ પાસે જારાંજથી લઈને ડેલારમ સુધી જનારા આ હાઈવે પર 15 કરોડ ડોલર ખર્ચ થયા છે. આ હાઈવે એટલા માટે પણ મહત્વનો છે કેમકે એ અફઘાનિસ્તાનમાં ભારતને ઈરાનના માર્ગે એક વૈકલ્પિક માર્ગ આપે છે. આ હાઈવેના નિર્માણમાં ભારતના 11 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો હતો. જારાંજ-ડેલારામ ઉપરાંત પણ અનેક સડક નિર્માણ પરિયોજનાઓમાં ભારતે રોકાણ કરેલું છે.
અત્યારે શું સ્થિતિ છેઃ વ્યાપારના હિસાબે જારાંજ-ડેલારામ પ્રોજેક્ટ ભારતના સૌથી મહત્વના રોકાણોમાંનું એક છે. પાકિસ્તાન જો જમીનના માર્ગે ભારતના વ્યાપારને રોકે તો એ સ્થિતિમાં આ સડક મહત્વની બની જાય છે. જો આ હાઈવે પર તાલિબાનોનું નિયંત્રણ આવે તો એ ભારત માટે એક મોટો આંચકો હશે.
આ મોટા પ્રોજેક્ટ્સ છે જે ભારત-અફઘાન સંબંધ અને વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. આના ઉપરાંત અફઘાનિસ્તાનના 34 જિલ્લાઓમાં ભારત સરકારના 400થી વધુ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તેમાં હેલ્થ, ટ્રાન્સપોર્ટેશન અને પાવર ઈન્ફ્રાને લગતી પરિયોજનાઓ છે. કાબુલમાં 1985માં શરૂ થયેલું ઈન્દિરા ગાંધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાઈલ્ડ હેલ્થ ગૃહ યુદ્ધમાં બરબાદ થઈ ગયું હતું. ભારતે તેને પણ ફરીથી બનાવ્યું છે. અનેક ઈન્ડો-અફઘાન કલ્ચરલ પ્રોજેક્ટ્સમાં પણ ભારતનું સારૂં એવું રોકાણ છે.
કાબુલમાં ભારતની મદદથી તૈયાર નવી અફઘાન સંસદનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે 2015માં કરાયું હતું. આ અફઘાન સંસદમાં એક બ્લોકનું નામ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવ્યું છે.
તો પછી ભારતના રોકાણનું શું થશે?
તો શું અફઘાનિસ્તાનમાં હવે ભારતનું રોકાણ ડૂબી જશે? આ સવાલ અંગે મુશ્તાક રહીમ કહે છે, “તાલિબાન જો અફઘાનિસ્તાનમાં પોતાની સત્તા જમાવી લે તો એ ભારત માટે આચંકો હશે જ પરંતુ આ વખતે તાલિબાન પણ કોશિશ કરી રહ્યું છે કે તેની ગણના માત્ર એક કટ્ટરપંથી સંગઠન તરીકે થાય તેના કરતાં તેને એક રાજકીય દળ માનવામાં આવે. એવામાં એ જોવાનું છે કે તાલિબાન પર કયું જૂથ હાવિ રહે છે.”
મુશ્તાક આ માટે બે વાતો જણાવે છે, “જો તાલિબાનના પાકિસ્તાન તરફી વલણ ધરાવતા નેતા સત્તામાં પ્રભાવી બને છે તો નિશ્ચિતપણે આ ભારતના રાજકીય અને સુરક્ષા હિતો માટે જોખમરૂપ બનશે. જો તાલિબાન સત્તા હાંસલ કર્યા પછી એક પરિપકવ રાજકીય દળની જેમ વ્યવહાર કરે છે તો ભારત સરકાર તેમની સાથે વાતચીત દ્વારા કેટલાક માર્ગ શોધી શકે છે.”
અફઘાનિસ્તાનના મામલાઓ પર નજર રાખનારા વિશેષજ્ઞ કબીર તનરેજા કહે છે, ‘તાલિબાનના અફઘાનિસ્તાનના કબજા પછી ભારતનું રોકાણ સંપૂર્ણપણે ડૂબી જશે, એવું નથી. તાલિબાન સત્તામાં આવી પણ જાય તો ત્યારે પણ તેને જનસુવિધાઓ તો આપવી જ પડશે. આથી આ વખતે તાલિબાન ભારતના રોકાણને નષ્ટ કરવાની એવી કોશિશ નહીં કરે, જેવી તેમણે બામિયાનના બુદ્ધને નષ્ટ કરવામાં કરી હતી, પરંતુ તાલિબાન પર ભારતનું કોઈ નિયંત્રણ નહીં હોય. ઉદાહરણ તરીકે સલમા ડેમ જે શરતો પર ભારતે બનાવ્યો છે, તેમને તાલિબાન નહીં માને. તાલિબાન અફઘાનિસ્તાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પોતાનું નિયંત્રણ જમાવી લેશે. એ તેને બરબાદ તો નહીં કરે પરંતુ ચલાવશે પોતાના હિસાબે, તેમાં ભારતનો સ્ટેક નહીં રહે.’
અફઘાનિસ્તાનના હેરાત પ્રાતમાં 42 મેગાવોટનો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ છે, જે ભારતના સહયોગથી બનાવાયો છે. 2016માં તેનું ઉદઘાટન થયું હતું અને તેને ભારત-અફઘાન મૈત્રી પ્રોજેક્ટના નામથી ઓળખવામાં આવે છે. હાલમાં, એવા સમાચારો છે કે તાલિબાને ડેમની આસપાસના વિસ્તારોમાં કબજો જમાવ્યો છે.
શું તાલિબાન સાથે વાત કરવામાં ભારતે વિલંબ કરી નાખ્યો?
ચીન, રશિયા, સ્વિત્ઝર્લેન્ડ અને અમેરિકા, તમામ દેશો તાલિબાનની સાથે વાત કરી રહ્યા હતા પરંતુ ભારત તાલિબાનની સાથે વાતચીતમાં જોડાયું નહોતું. એક્સપર્ટ્સના મતે ભારતને કદાચ એવું લાગતું હતું કે જો તે તાલિબાન સાથે વાત કરશે તો તેણે કાશ્મીરના અલગતાવાદી જૂથો સાથે પણ વાત કરવી પડશે.
કાશ્મીરના નેતા મહેબૂબા મુફ્તીએ સવાલ પણ ઉઠાવ્યો હતો કે જો ભારત તાલિબાન સાથે વાત કરી શકે છે તો પછી પાકિસ્તાન અને કાશ્મીરી જૂથો સાથે વાત કેમ ન કરી શકે? કબીર તનરેજા કહે છે, ‘તાલિબાન સાથેની વાતચીતમાં ખચકાટ પાછળ આ જ કારણ હતું.’
જો કે હાલમાં આવેલા કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે ભારતે તાલિબાનની સાથે વાતચીત શરૂ કરી છે પરંતુ એક્સપર્ટ્સ કહે છે કે ભારતે તાલિબાન સાથે વાત ત્યારે શરૂ કરી છે, જ્યારે તાલિબાન મજબૂત થઈ ચૂક્યું છે. આજે જો ભારત તાલિબાન સાથે બેસીને વાત કરશે તો તાલિબાન બરાબરીના સ્તરે બેસીને વાત કરશે. એવામાં ભારત પોતાના રાજકીય અને સુરક્ષા હિતોને સુરક્ષિત રાખવા માટે તાલિબાન પર કેટલું દબાણ લાવી શકે છે, તેના વિશે અત્યારે કંઈ કહી શકાય નહીં.
તનરેજા કહે છે, ‘જો ભારત તાલિબાન સાથે વાતચીત નથી કરી રહ્યું તો એ આશ્ચર્યની વાત ગણાશે. અધિકૃત રીતે ન તો તાલિબાન સ્વીકારશે અને ન તો ભારત, પરંતુ વાત તો થતી જ હશે.’
કાશ્મીરમાં બની શકે છે આતંકનો નવો કોરિડોર
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજો ભારતની આંતરિક સુરક્ષા માટે પણ ચિંતાની વાત છે. અતીતમાં હંમેશા જોવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં અસ્થિરતા વધવાથી કાશ્મીરમાં જેહાદી ગ્રૂપ હાવી થઈ જાય છે. જો કે તાલિબાને ગત વર્ષે કહ્યું હતું કે કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે અને તાલિબાન તેમાં કોઈ દખલ નહીં કરે.
એક્સપર્ટ કબીર તનરેજા કહે છે, ‘અફઘાનિસ્તાનની સમસ્યા એ છે કે ત્યાં તાલિબાન જેવા 20થી વધુ સમૂહ છે. જો તાલિબાન આવા સમૂહોને આગળ વધવા દે છે તો એ ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે. શક્ય છે કે લશ્કર એ તોઈબા અને જૈશ એ મોહમ્મદ જેવા સંગઠનોને તાલિબાન સુરક્ષિત આશ્રય આપી શકે છે. એવામાં અફઘાનિસ્તાનથી પાકિસ્તાન થઈને એક મિલિટન્ટ કોરિડોર બની શકે છે. જે ભારત માટે ચિંતાની વાત હશે.
અફઘાનિસ્તાનમાં કટ્ટરતા વધવાની અસર કાશ્મીરમાં જોવાઈ છે. એક્સપર્ટ માને છે કે તાલિબાનના અફઘાનમાં સત્તામાં આવ્યા પછી ભલે તે સીધી જ કાશ્મીર મામલે દખલ ન કરે પરંતુ તાલિબાનના શાસનમાં લશ્કર એ તોઈબા જેવા આતંકી સંગઠનો માટે સુરક્ષિત સ્થાન હશે. આ કારણથી કાશ્મીરમાં આતંકની ઘટનાઓ વધી શકે છે.
શું ભારત ફોજના વિકલ્પનો પણ ઉપયોગ કરી શકે છે?
અફઘાનિસ્તાને કહ્યું છે કે સ્થિતિ વધુ ગંભીર થવા પર જો જરૂર પડશે તો ભારત પાસેથી સૈન્ય મદદ માગશે. જો અફઘાનિસ્તાને અધિકૃત રીતે ભારત પાસેથી સૈન્ય મદદ માગી તો ભારત શું કરશે?
એક્સપર્ટ તનરેજા કહે છે, ‘જો ભારત મદદ નહીં કરે તો શક્ય છે કે કાબુલની સરકાર ઝડપથી તૂટી પડે પરંતુ જો મદદ કરવામાં આવશે તો ભારત પર અફઘાનિસ્તાનમાં દખલના આરોપ લાગી શકે છે. ખૂબ શક્યતા છે કે ભારત ઈરાન અને રશિયા જેવા સહયોગી દેશોની સાથે મળીને તાલિબાન વિરુદ્ધ કામ કરે.’
વિશેષજ્ઞો માને છે કે હાલમાં સ્થિતિ ઘણી જટિલ છે અને ભારત સરકારે ખૂબ સમજી વિચારીને કદમ ઉઠાવવા પડશે. ભારત અને અફઘાનિસ્તાનના સંબંધો જૂના છે. લોકોનો પણ પરસ્પર સંપર્ક છે. હાલ, ભારતે દરેક સ્તરે એ કોશિશ કરવી જોઈએ કે ત્યાં કોઈની પણ સત્તા રહે, પરંતુ એવી સ્થિતિ પેદા ન થવી જોઈએ કે ગત 20 વર્ષમાં ત્યાંના તમામ ડેમોક્રેટિક સ્ટ્રક્ચર પડી ન ભાંગે.
અન્ય સમાચારો પણ છે...

Afghanistan , India , Iran , Kashmir , Jammu-and-kashmir , China , Russia , Kabul , Kabol , Pakistan , Afghan , Jaisha-mohammed

2.41 lakh deaths, Rs 167 lakh crore spent in 20 years of 'War on Terror'; Find out what the US military will do after leaving Afghanistan | 20 વર્ષના 'વૉર ઓન ટેરર'માં 2.41 લાખ મોત, 167 લાખ કરોડ રૂપિયા ખર્ચ; જાણો અમેરિકી સેના પછી શું રહી જશે અફઘાનિસ્તાનમાં


2.41 Lakh Deaths, Rs 167 Lakh Crore Spent In 20 Years Of 'War On Terror'; Find Out What The US Military Will Do After Leaving Afghanistan
ભાસ્કર એક્સપ્લેનર:20 વર્ષના ‘વૉર ઓન ટેરર’માં 2.41 લાખ મોત, 167 લાખ કરોડ રૂપિયા ખર્ચ; જાણો અમેરિકી સેના પછી શું રહી જશે અફઘાનિસ્તાનમાં
6 મિનિટ પહેલાલેખક: રવીન્દ્ર ભજની
કૉપી લિંક
અફઘાનિસ્તાનમાં પોતાના ઈતિહાસના સૌથી લાંબા 20 વર્ષ ચાલેલા યુદ્ધ પછી અમેરિકન સેનાઓની ઘરવાપસી થઈ રહી છે. એ બગરામ એરબેઝથી અમેરિકન સૈનિકો પરત જતા રહ્યા છે, જ્યાંથી યુદ્ધનું સંચાલન થતું હતું. અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીએ યુદ્ધમાં અમેરિકાએ શું ગુમાવ્યું અને શું મેળવ્યું, તેનો હિસાબકિતાબ લગાવ્યો છે. તેમના અનુસાર અમેરિકાએ અફઘાનિસ્તાનમાં 167 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. આ દરમિયાન 6384 અમેરિકી સૈનિકો અને 4000થી વધુ કોન્ટ્રાક્ટર સાથે 2.41 લાખ મોત થયા.
પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે અમેરિકી સૈનિકોની રવાનગી પછી અફઘાનિસ્તાનનું શું થશે. લોંગ વૉર જર્નલના અનુસાર 1 મેથી જ સૈનિકો પરત જવાનું શરૂ થઈ ગયું હતું અને તાલિબાને પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું. 1 મેના રોજ અફઘાનિસ્તાનના 407માંથી 73 જિલ્લાઓ પર તાલિબાનનો કબજો હતો. પરંતુ 29 જૂન સુધી આ કબજો વધીને 157 જિલ્લામાં થઈ ચૂક્યો હતો. 151 જિલ્લામાં અફઘાનિસ્તાન સરકાર સાથે તાલિબાનના લડાકુ લડી રહ્યા છે. માત્ર 79 જિલ્લા જ એવા છે, જ્યાં અફઘાનિસ્તાન સરકારની હુકુમત હજુ છે.
20 વર્ષ સુધી ચાલેલા યુદ્ધ પછી અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના પરત ગયા પછી ઘણું બધુ બદલવાનું છે. ભારતની જવાબદારી પણ વધવાની છે. આવો સમજીએ કે આ સમગ્ર મામલો શું છે અને ભારત આ અંગે શું કરી રહ્યું છે?
સૌપ્રથમ સવાલ તો એ જ થાય છએ કે અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો શા માટે કર્યો હતો?
11 સપ્ટમ્બર 2001ના ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અલકાયદાના હુમલા પછી અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશે ‘વૉર ઓન ટેરર’ (આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ)નું એલાન કર્યુ હતું. અલકાયદાના મોટાભાગના નેતા એ સમયે અફઘાનિસ્તાનમાં હતા. અને, ત્યાં તાલિબાનનું શાસન હતું. ત્યારે અમેરિકાએ તાલિબાનને કહ્યું હતું કે ઓસામા બિન લાદેન સહિત તમામ અલકાયદાના નેતાઓને તેમને સોંપી દેવામાં આવે. તાલિબાને આ માગણી ઠુકરાવી દીધી હતી.
તેના પછી અમેરિકાના નેતૃત્વવાળી નાટો (NATO) ગઠબંધન સેનાઓએ અફઘાનિસ્તાન પર હલ્લો કર્યો. મે 2003 સુધી હિંસક સંઘર્ષ થયો. ત્યારે અમેરિકાના સંરક્ષણ મંત્રી ડોનાલ્ડ રૂમ્સફેલ્ડે મિલિટરી ઓપરેશન ખતમ થવાની ઘોષણા કરી હતી. તાલિબાન શાસન ખતમ થઈ ચૂક્યું હતું. ટ્રાન્ઝિશન સરકાર બનાવાઈ હતી. અલકાયદાના નેતા પાકિસ્તાનમાં રહેલા પોતાના સુરક્ષિત આશ્રયસ્થાનોમાં નાસી ગયા હતા. જો કે સાચા અર્થમાં આ યુદ્ધ ક્યારેય ખતમ ન થયું અને ન તો હજુ સુધી અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા પરત આવી શકી.
હવે અમેરિકાએ સેના પરત કેમ બોલાવી લીધી છે?
અમેરિકાએ તો ઘણા સમય અગાઉ સમજી લીધું હતું કે આ યુદ્ધ જીતવું તેના હાથમાં નથી. પ્રેસિડન્ટ બરાક ઓબામાએ તો અફઘાનિસ્તાનને સૈનિકોની ઘરવાપસીનું વચન પણ આપ્યું હતું. પરંતુ અમેરિકા એમ પરત ગયું હોત તો બદનામી થઈ હોત. તે ફેસ સેવિંગ ઈચ્છતું હતું.
ઓબામા શાસને જુલાઈ 2015માં તાલિબાન અને અફઘાનિસ્તાન સરકાર વચ્ચે મધ્યસ્થતા કરાવી. પાકિસ્તાનના મૂરીમાં પ્રથમવાર બંને પક્ષે વાતચીત થઈ. પણ આ દરમિયાન અફઘાન સરકારે ઘોષણા કરી કે મુલ્લા ઉમર બે વર્ષ પહેલા માર્યો ગયો છે. બસ, વાતચીત અટકી ગઈ.
તેના પછી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનને લઈને ખાસ દૂત જાલમે ખલીલજાદને નિયુક્ત કર્યો. જેથી તાલિબાન સાથે સીધી વાતચીત થઈ શકે. વાત આગળ વધી અને ફેબ્રુઆરી 2020માં દોહામાં એગ્રીમેન્ટ સાઈન થયું. એ સમયે 12 હજાર અમેરિકી સૈનિક અફઘાનિસ્તાનમાં હતા.
અમેરિકી સેના પરત ગયા પછી અફઘાનિસ્તાનમાં શું થશે?
તાલિબાનની એક શરત હતી કે હજારો તાલિબાન કેદીઓને મુક્ત કરવામાં આવે. અમેરિકી સરકાર તેના માટે અફઘાન સરકાર પર દબાણ કરી રહી છે. લગભગ 450 આતંકરીઓને મુક્ત પણ કરાયા હતા. શરતના અનુસાર તાલિબાન અને અફઘાન સરકારમાં સપ્ટેમ્બર 2020માં દોહામાં વાતચીત શરૂ થઈ પણ નિષ્ફળ રહી. શાંતિ પ્રક્રિયા હાલ ઠપ છે.
તાલબાને વિદેશી સૈનિકો પર તો હુમલા ન કર્યા પણ અફઘાનિસ્તાનના સુરક્ષા દળો પર હુમલા જારી છે. બે દિવસ અગાઉ જ સમાચાર આવ્યા હતા કે એક હજાર અફઘાન સૈનિકો બચવા માટે તઝાકિસ્તાન નાસી ગયા છે. અફઘાન સરકારનો આરોપ છે કે તાલિબાને ગત મહિનાઓમાં પત્રકારો, કાર્યકર્તાઓ અને સિવિલ સોસાયટીને નિશાન બનાવી છે. આરોપ છે કે તાલિબાન પાકિસ્તાનનો સાથ લઈને પોતાના એજન્ડાને આગળ વધારી રહ્યો છે.
આખરે પાકિસ્તાનનું વલણ શું છે?
પાકિસ્તાન એ 3 દેશોમાં સામેલ છે, જેણે 1990ના દાયકામાં તાલિબાન શાસનને માન્યતા આપી હતી. આજે તાલિબાનના લડાકુઓ પૂરી તાકાતથી અફઘાન સેના સાથે લડી રહ્યા છે તો તેમાં પાકિસ્તાનની આઈએસઆઈ (ઈન્ટર-સર્વિસિઝ ઈન્ટેલિજન્સ)ની મદદ અગત્યની છે. 2001માં પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યાર પરવેઝ મુશર્રફે બુશ શાસનના દબાણમાં તાલિબાન સાથે સંબંધો તોડ્યા હતા પરંતુ તાલિબાનના ટોપ નેતાઓના ગ્રૂપ રહબારી શૂરાને આશ્રય આપ્યો. આ નેતાઓએ તાલિબાનને સંગઠિત કર્યુ. પૈસા અને લડાકુઓ એકત્ર કર્યા. સૈન્ય રણનીતિ બનાવી અને પછી અફઘાનિસ્તાન આવ્યો. પાકિસ્તાને જિનિવા 1988ના જિનિવા પેક્ટનો સ્વીકાર પણ ન કર્યો.
પાકિસ્તાનની કોશિશ અફઘાનિસ્તાનમાં ભારતના પ્રભાવને રોકવાની છે. 1990ના દાયકાની જેમ તાલિબાન હિંસાના જોરે કાબુલ પર કબજો જમાવે તો તેને આંતરરાષ્ટ્રીય બિરાદરી માન્યતા નહીં આપે. તેનાથી અસ્થિર દેશમાં સ્થિરતા પરત નહીં આવે. વ્યૂહાત્મક રીતે પાકિસ્તાન તાલિબાનને શાંતિ સાથે સત્તામાં પરત આવતા જોવા માગે છે જેથી તે પોતાની સરહદી વિસ્તારોમાં સ્થિરતા લાવી શકે. તેનો દાવો છે કે પાકિસ્તાનમાં લગભગ 40 લાખ અફઘાન રિફ્યુજી છે. અનેક તાલિબાન નેતા ઈસ્લામાબાદના આલિશાન મકાનોમાં રહે છે. હવે એ જોવાનું રહેશે કે અમેરિકી સેના પરત આવ્યા પછી પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં શું ભૂમિકા નિભાવશે?
ભારતનું તાલિબાનને લઈને શું વલણ છે?
જૂનમાં કતારના અધિકારીના હવાલાથી સમાચારો આવ્યા કે ભારતે દોહામાં તાલિબાન સાથે સંપર્ક કર્યો છે. આ સમાચારોનું ખંડન થયું નથી. અને નરેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તરણના દિવસે વિદેશ મંત્રી એસ. જયશંકર મોસ્કો રવાના થયા છે. ત્યાં પણ એજન્ડા તાલિબાન અને અફઘાનિસ્તાન જ છે. એક રીતે અમેરિકા પછી ભારતે પણ તાલિબાનને સ્વીકૃતિ આપી દીધી છે. ભારત પણ માની ગયું છે કે આવનારા દિવસોમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનની ભૂમિકા અગત્યની રહેશે.
અફઘાનિસ્તાનનું શું ભવિષ્ય દેખાઈ રહ્યું છે?
ધ વૉલ સ્ટ્રીટ જર્નલના અનુસાર અમેરિકી ગુપ્તચર સમુદાયને લાગે છે કે અફઘાનિસ્તાનની સરકાર છ મહિના પણ તાલિબાનનો સામનો નહીં કરી શકે. જનરલ ઓસ્ટિન મિલરથી લઈને રાષ્ટ્રપતિ બાઈડેન સુધી કોઈપણ અમેરિકી નેતા અફઘાન સરકારને લઈને આશ્વસ્ત નથી. બાઈડેને આ અંગેના સવાલ પર કહ્યું હતું કે “અફઘાનિસ્તાનની પાસે સરકાર જાળવી રાખવાની ક્ષમતા છે.” પરંતુ સાચું તો એ છે કે અમેરિકી સેના પરત જવાથી તાલિબાનનું પલડું ભારે થયું છે. અમેરિકી સેના પરત જવાની સાથે જ તેમણે હુમલા વધારી દીધા છે. વિશેષજ્ઞોના અનુસાર ત્રણ પરિદૃશ્ય બનતા દેખાઈ રહ્યા છે-
પ્રથમ, તાલિબાન અને અફઘાન સરકારમાં રાજનૈતિક સમજૂતી થઈ જાય. તેમાં પાવર શેરિંગ ફોર્મ્યુલા નીકળી શકે છે. તેનાથી બંને મળીને અફઘાનિસ્તાનના ભવિષ્યને આકાર આપશે.
બીજું, ગૃહયુદ્ધ થઈ શકે છે. તેના સંકેત દેખાવા લાગ્યા છે. પશ્ચિમી દેશોની આર્થિક મદદ અને તાલીમપ્રાપ્ત સૈનિકોના જોરે અફઘાનિસ્તાન સરકાર થોડા સમય સુધી તાલિબાન સાથે લડી શકે છે.
ત્રીજું, તાલિબાન છ મહિનામાં અફઘાનિસ્તાનમાં સત્તા મેળવી લેશે. આવી સ્થિતિ બનવાની આશંકા વ્યક્ત કરનારાઓની સંખ્યા વધુ છે.
અન્ય સમાચારો પણ છે...

Afghanistan , Doha , Ad-daw-ah , Qatar , United-states , India , Kabul , Kabol , Pakistan , Afghan , American , Narendra-modi