Share
સરકારના ગઠબંધનના જ એક સંસદસભ્ય લુઈસ મિરાન્ડાએ બ્રાઝિલના પ્રમુખ જેર બોલ્સોનારોને દેશના વેક્સિનેશન પ્રોગ્રામ માટે ભારતની કંપની પાસેથી કોવેક્સિનની મોટાપાયે ખરીદીના કરારમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપ સાથે વિવાદમાં ઘસડયા હતા. તેમણે સંસદમાં જણાવ્યું હતું કે વેક્સિન ખરીદીના દસ્તાવેજોનું પૃથક્કરણ કરતાં જાણવા મળ્યું કે સરકાર પાસેના દસ્તાવેજનું લખાણ ભારત બાયોટેકના ઓરિજિનલ કરારના લખાણ સાથે મેચ થતું નથી. આ તફાવત રકમની ચુકવણી શી રીતે થશે, કેટલા ડોઝ કંપની આપશે અને વેક્સિન કઈ કઈ કંપની દ્વારા આપવામાં આવશે એની વિગતોમાં જોવા મળે છે. હવે બ્રાઝિલના ઈતિહાસમાં પહેલી જ વખત સંસદ સરકારની કોરોનાકાળની કામગીરીની તપાસ કરી રહી છે. તેમાં પ્રમુખ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપને તપાસી રહી છે.
ચેતવ્યા છતાં બોલ્સોનારોએ સોદો રોક્યો નહીં
પ્રમુખ બોલ્સોનારોએ કોરોનાકાળમાં દેશને બચાવવા માટે કેવાં પગલાં ભર્યાની સંસદમાં ચર્ચા કરતાં જણાવ્યું લુઈસ મિરાન્ડાએ હતું કે તેમણે કોવેક્સિનની ખરીદીમાં થઈ રહેલા દબાણો સામે બોલ્સોનારોને ચેતવ્યા હતા. લુઈસ મિરાન્ડાના જણાવ્યા અનુસાર બોલ્સોનારોએ નીચલા ગૃહમાં પોતાના નેતા રિકાર્ડો બારોસ ઉપર આક્ષેપ કર્યો હતો કે તેઓ આરોગ્ય વિભાગમાં ખોટી દખલ કરી રહ્યા છે, પરંતુ વેક્સિનની ખરીદી અટકાવી નહોતી.હવે સંસદ બોલ્સોનારો અને ભારત બાયોટેક ઈન્ટરનેશનલ વચ્ચે કોવેક્સિનના સોદાની તપાસ કરી રહી છે.
મંજૂરી વિનાની રસી ખરીદી હોવાનો આક્ષેપ
લાગે છે બે બ્રાઝિલના પ્રમુખ બોલ્સોનારોથી અસંતુષ્ટ હોય એવા સાંસદોની સંખ્યા ખૂબ મોટી છે. બોલ્સોનારો સામે શરૂઆતમાં વેક્સિન ખરીદીમાં ખૂબ વિલંબ કરવાના આક્ષેપ થયા હતા, પછીથી અસરકારક પુરવાર થયા વગરની વેક્સિન સરકાર ખરીદી રહી હોવાના આક્ષેપ થયા હતા. હવે ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે. આરોગ્યપ્રધાને આ બધાના જવાબમાં કહ્યું હતું કે અમે આ બધા આક્ષેપો પર ધ્યાન નથી આપી રહ્યા. અમારું ધ્યેય પહેલાં આખા દેશને કોરોનાની વેક્સિન આપી દેવાનું છે. અમે તેની ઉપર જ ધ્યાન આપી રહ્યા છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
June 22, 2021