Share
૫મી ઓગસ્ટે સ્કૂલ બોર્ડના સભ્યોની ચૂંટણી
અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડના ૧૨ સભ્યોની વરણી માટે શાસકપક્ષ ભાજપે ૧૧ ઉમેદવારોના ઉમેદવારીપત્રો ભરીને ૧ બેઠક વિપક્ષ માટે છોડી દીધી છે પરંતુ આ ૧ બેઠક માટે કોંગ્રેસ અને ઓવૈસીની પાર્ટીએ પણ ૧-૧ ઉમેદવારો મેદાનમાં ઉતારતા અને કોઈ સમાધાનનો માર્ગ નહીં સ્વીકારતા હવે આગામી તા.૫મી ઓગસ્ટના સ્કૂલ બોર્ડની ચૂંટણી નિિૃત બની છે.
દેખીતી રીતે જ મ્યુનિ. કોર્પોરેશનમાં ચૂંટાયેલા ૧૯૨ કોર્પોરેટરો સ્કૂલ બોર્ડના ૧૨ સભ્યોની પસંદગી માટે ચૂંટણીમાં મતદાન કરે છે. શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરોની સંખ્યા ૧૫૯ હોવાથી ભાજપના ૧૧ ઉમેદવારો ભારે બહુમતીથી ચૂંટાઈ આવશે. જ્યારે કોંગ્રેસના કોર્પોરેટરોની સંખ્યા ૨૪ હોવાથી તેમના ઉમેદવારનો પણ આસાનીથી વિજય થશે, પરંતુ એ.આઇ.એમ.આઇ. એમ એટલે કે, ઓવૈસીની પાર્ટીના કોર્પોરેટરોની સંખ્યા માત્ર ૭ હોવાથી તેમના ઉમેદવારનો વિજય નહીં પરાજ્ય નિિૃત જણાય છે પરંતુ ઓવૈસી પાર્ટીના સ્થાનિક નેતાઓ ઉમેદવારી પાછી ખેંચવાનો ઇનકાર કરી રહ્યા છે અને કોંગ્રેસના વરિષ્ઠો સાથે સમાધાનની કોઈ ફોર્મ્યુલા સ્વીકારવા તૈયાર નથી. તેમની દલીલ એવી છે કે, અમે માત્ર ભાજપ નહીં કોંગ્રેસ સામે મ્યુનિ. ચૂંટણી લડયા છીએ અને વિપક્ષમાં અલગ સ્થાન ધરાવીએ છીએ તેથી કોંગ્રેસને સીધો ફાયદો થાય તેવી કોઈ વાત અમને સ્વીકાર્ય નથી.
જોકે આ દલીલ માત્ર રાજકીય છે પરંતુ ઓવૈસી પાર્ટીના કોર્પોરેટરો ખાનગી વાતચીતમાં એમ જણાવી રહ્યા છે કે, ભાજપ અને કોંગ્રેસે લઘુમતી સમાજના એકેય સભ્યની પસંદગી કરી નથી તેથી અમે લઘુમતી સમાજના પ્રતિનિધિત્વ માટે ચૂંટણી લડીશું. ભલે પરાજ્ય થાય તો પણ પીછેહઠ કરીશું નહીં. તો બીજી તરફ કોંગ્રેસના લઘુમતી સમાજના કોર્પોરેટરોમાંય તેમના પક્ષના ઉમેદવારો સામે કચવાટ છે પરંતુ કોંગ્રેસ પક્ષના નેતાપદનું ગાજર લટકતું રાખતા આ નેતાપદની લાલચે મૌન રાખ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 29, 2021