vimarsana.com


Share
કોરોનાની ત્રીજી લહેર ઓગષ્ટમાં અને ઓકટોબરમાં તે પીક ઉપર હોવાની આગાહીના પગલે શહેરના નિષ્ણાંત તબીબોએ કોરોના સામે હજી સચેત રહેવાની સલાહ આપી છે. જેમાં ખાસ કરીને આવી રહેલા શ્રાવણ માસ અને તહેવારોમાં કોરોના એપ્રોપ્રીયેટ વિહેવીયર નહી રાખો તો શહેરીજનોએ તેના દુઃષ્પરિણામો જોવા મળી શકે છે તેવી ચેતવણી પણ આપી છે.
દેશના કેરળ સહિતના રાજયોમાં ફરીથી કોરોનાએ માથુ ઉંચકયુ છે. તેવા સંજોગો દેશના નિષ્ણાંતોએ કોરોનાની ત્રીજી લહેરની કરેલી આગાહી ચિંતા ઉપજાવનારી છે. કોરોના ઇગ્દછ પ્રકારનો વાઇરસ છે. તેમા મ્યુટેશન વધુ પ્રમાણમાં આવતુ હોય છે. આ મ્યુટેશનના લીધે કોરોના વેરીઅન્ટમાં ડેલ્ટા પ્લસ, કપ્પા અને લેમડા જોવા મળ્યા છે. પરંતુ તેની હાલમાં કોઇ ઘાતક અસર જોવા મળી નથી. પરંતુ બદલાયેલા વાતાવરણના લીધે આ વેરીઅન્ટ ઝડપથી ફેલાઇ અને તેની અસર સામે સજાગ રહેવાનું શહેરના નિષ્ણાંત તબીબ ડૉ. હિતેન કારેલીયા અને ડૉ શિતલ મિસ્ત્રીએ જણાવ્યુ છે.
હાલમાં રાજયમાં કોરોનાને લીધે લાદવામાં આવેલા પ્રતિબંધોમાં છુટછાટ અપાઇ રહી છે તેવા સંજોગોમાંજ ત્રીજા વેવની આગાહી તંત્ર માટે પણ પડકાર રૂપ બની શકે છે. જેમાં ખાસ કરીને આવી રહેલો શ્રાાવણ મહિનો અને તહેવારનો લીધે ભીડ ઉભી થવાના સંજોગો વધી ગયા છે. આ સંજોગોમાં જો કોવિડ એપ્રોપ્રીયેટ બિહેવીયર રાખવામાં નહી આવે તો તેના લીધે ભારે નુકશાન થઇ શકે છે. તેવી ચેતવણી નિષ્ણાંતોએ આપી છે. આ માટે વેકિસનેશન અને કોવિડ એપ્રોપ્રીયેટ બિહેવીયર કોરોનાને નાથવાના પાયાના મુદ્દા રહેશે. આ ઉપરાંત પ્રવાસનના શોખીન ગુજરાતીઓએ પ્રવાસ પર્યટનથી દુર રહેવુ હિતાવહ રહેશે તેવી સલાહ નિષ્ણંાતો આપી રહ્યા છે.
કમળો ટાઇફોઇડ અને ઝાડા ઉલટીના લીધે ઇમ્યુનિટી ઓછી, તેવા સંજોગોમાં કોરોના થતા બચવુ મુશ્કેલ
ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે પાણીજન્ય રોગ વધુ ફેલાઇ છે. કમળો ઝાડા ઉલટી અને ટાઇફોઇડ જેવા રોગ જે વ્યકિતને લાગુ પડે છે. તે વ્યકિતમાં ઇમ્યુનિટી (રોગ પ્રતિકારક શકિત)ઓછી હોય છે. તેવા સંજોગોમાંજ વ્યકિત કોરોના સંક્રમિત થાય તો તેની આરોગ્ય ઉપર ખુબ ગંભીર અસર પડે છે. આવા વ્યકિતની સારવારમાં અનેક મુશ્કેલીઓ પડી શકે છે. કયારે કે આવા દર્દીના જીવ સામે ખતરો ઉભો થઇ શકે છે.
ત્રીજી લહેરમાં બાળકો નિશાન બની શકે છે તે સામે તંત્ર સજાગ
ત્રીજી લહેરમાં બાળકો કોરોના સંક્રમિત વધુ થઇ શકે છે. તેવી આગાહીના પગલે તંત્ર સજાગ થઇ ગયુ છે. શહેરની સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં 20 બેડના પીડીયાટ્રિક આઇસીયુ તૈયાર કરી દેવાાં આવ્યા છે. આ ઉપરાંત 50-50 બેડની સુવિધા રાખવાની તૈયારી કરી દેવામા આવી છે.
ત્રીજી લહેરની ચિંતા સામે 67.6 ટકામાં એન્ટીબોડી
શહેરના નિષ્ણાંતોએ જણાવ્યુ હતુકે, કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરવામાં આવી છે તે સામે રાહતના સમાચાર એ છે કે તાજેતરમાં થયેલા સીરો સર્વેમાં દેશના 67.6 ટકા લોકોમાં એન્ટીબોડીઝ જોવા મળી છે. જયારે 07 ટકા ઉપરાંત લોકોને રસીના બે ડોઝ પણ આપી દેવામાં આવ્યા છે.
 
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
August 3, 2021

Related Keywords

Kerala ,India ,Sayajie Gotri , ,Shravan Mass ,Corona Delta Plus ,Mistry Tuesday ,Gotri Hospital ,கேரள ,இந்தியா ,கொற்றி மருத்துவமனை ,

© 2025 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.