Luxury Bus Sales Rose 37 Percent Following A Significant Drop In The Corona Case
ખાનગી બસ-ટ્રાવેલ્સ બિઝનેસને મોટું નુકસાન:કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થવાને પગલે લક્ઝરી બસના વેચાણમાં 37 ટકાનો વધારો નોંધાયો
અમદાવાદ21 કલાક પહેલાલેખક: ચિરાગ રાવલ
કૉપી લિંક
ફાઇલ તસવીર
કોરોનાને લીધે 2019ની સરખામણીએ 2020માં વેચાણમાં 16 ટકાનો ઘટાડો થયો હતો
કોરોનાકાળમાં ખાનગી બસ ટ્રાવેલ્સ બિઝનેસને મોટું નુકસાનની સાથોસાથ વાહન વેચાણના ઉદ્યોગને પણ અસર થઇ હતી. હવે ત્રીજી લહેર ન આવે તો ખાનગી બસના વેચાણમાં ધીમે ધીમે વધારો થવાની વાહન ડીલર્સને આશા છે. કોરોનાના લીધે 2019ની સરખામણીએ ખાનગી લક્ઝરી બસોના આરટીઓ રજિસ્ટ્રેશનમાં 2020માં 16 ટકા અને 2021માં 53 ટકા ઘટાડો થયો છે. 2020ની સરખામણીએ બસના વેચાણમાં 37 ટકાનો વધારો નોંધાયો છે. આરટીઓના આંકડા મુજબ એપ્રિલ-2019થી માર્ચ-2020માં 211 બસ, એપ્રિલ-20થી માર્ચ-21માં 33 બસ અને એપ્રિલ-21થી જૂન-21 સુધીમાં 106 ખાનગી લક્ઝરી બસો નોંધાઇ છે. વર્ષ 2018-19માં 758 બસો વેચાઇ હતી.
માર્ચ 2020માં 44 ખાનગી નવી લક્ઝરી બસ નોંધાઇ હતી. એ પછી બસના વેચાણમાં નોંધાપાત્ર ઘટાડો નોંધાયો હતો. જેમાં એપ્રિલ-2020માં 12, મે-જૂન-જુલાઇ-ઓગસ્ટમાં બસનું કોઇ રજિસ્ટ્રેશન થયું ન હતું. જ્યારે સપ્ટેમ્બરમાં 5 બસનું રજિસ્ટ્રેશન થયું હતું. એ પછી એકાદ બે બસનું વેચાણ ચાલુ હતું. જ્યારે જાન્યુ.-ફેબ્રુ.2021માં નવી બસનું કોઇ વેચાણ થયું ન હતું. જોકે આ ગાળામાં ટ્રાવેલ્સ બિઝનેસ ઠપ હોવાથી જૂની બસનું વેચાણ થતું હોવાથી નવી લકઝરી બસના વેચાણ પર અસર થઇ હતી. કોરોના કેસ ઘટતા ટ્રાવેલ્સ બિઝનેસને થોડો વેગ મળતાં સુભાષબ્રિજ આરટીઓમાં છેલ્લા બે માસ એટલે કે, જૂન-જુલાઇમાં 68 લક્ઝરી બસનું રજિસ્ટ્રેશન થયું હતું.
ગુડ્ઝ વાહનોના રજિસ્ટ્રેશનમાં 50 ટકા ઘટાડો થયો
આરટીઓમાં નવા ગુડ્ઝ વાહનોનું વર્ષ 2019માં 3528 અને વર્ષ 2020માં 1526નું રજિસ્ટ્રેશન થયું હતું. ખાનગી લક્ઝરી બસ કરતા ગુડ્ઝ વાહનોના વેચાણમાં ઓછો ઘટાડો નોંધાયો છે. અમદાવાદ બિઝનેસ હબ ગણાતું હોવાથી ગુડ્ઝ વાહનોનું વેચાણ ચાલુ જ રહે છે. એપ્રિલથી જૂન-2021 સુધીમાં 50 ગુડ્ઝ વાહનો નોંધાયા છે. સુભાષબ્રિજ આરટીઓમાં 2019 પછી એક પણ સ્કૂલ બસનું રજિસ્ટ્રેશન થયું નથી. વસ્ત્રાલ આરટીઓમાં માર્ચ 21માં માત્ર એક જ સ્કૂલ બસનું રજિસ્ટ્રેશન થયું છે.
વાહન નોંધણીમાં 60% ઘટાડો થયો
કોરોનાકાળમાં વાહનોના રજિસ્ટ્રેશનમાં 60 ટકા ઘટાડો નોંધાયો છે. બિઝનેસના અભાવે અને લોકોની આર્થિક સ્થિતિને ગંભીર અસર થતાં વિવિધ વાહનોનું વેચાણ ઘટ્યું છે. વર્ષ 2019-20માં કુલ 2,29,490 તો 2020-21માં 1,05,254 વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. જ્યારે એપ્રિલ,મે અને જૂન-2021માં 33 હજારથી વધુ નવા વાહનોનું અમદાવાદની આરટીઓમાં રજિસ્ટ્રેશન થયું છે.
RTOમાં નોંધાયેલી ખાનગી લક્ઝરી બસ
મહિનો