vimarsana.com


Share
। અમદાવાદ ।
બેન્ચમાર્ક નિફ્ટી છેલ્લાં કેટલાંક સપ્તાહોથી ૧૬ હજારની સપાટીને સ્પર્શ કરવામાં સંઘર્ષનો સામનો કરી રહ્યો છે ત્યારે તેના લઘુ બંધુ એવા નિફ્ટી સ્મોલ-કેપ્સ ઈન્ડેક્સે સોમવારે પ્રથમવાર ૧૦,૦૦૦ના સીમાચિહનને પાર કર્યું હતું. જોકે ત્યારબાદ ઈન્ડેક્સ ૦.૮ ટકા સુધારા સાથે ૯૯૮૧ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. સમગ્ર કોવિડકાળમાં સ્મોલ-કેપ ઈન્ડેક્સે લાર્જ-કેપ્સ તથા મિડ-કેપ્સની સરખામણીમાં આઉટપર્ફેર્મન્સ દર્શાવ્યું છે. ઈન્ડેક્સ બન્યાં બાદ પ્રથમવાર તેણે આટલા લાંબા સમય સુધી ચડિયાતો દેખાવ જાળવી રાખ્યો છે. નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સનું માર્કેટ-કેપ આ સાથે જ રૂ. ૩.૭૪ લાખ કરોડ પર પહોંચ્યું છે.
કેલેન્ડર ૨૦૨૧ની વાત કરીએ તો જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સ્મોલ-કેપ ઈન્ડેક્સે ૪૧ ટકાનું રિટર્ન દર્શાવ્યું છે. ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ તે ૭૦૮૮ના સ્તરે ટ્રેડ થતો હતો. જ્યાંથી સોમવાર સુધીમાં લગભગ છ મહિનામાં તેણે ૧૦,૦૦૮ની ટોચ દર્શાવી હતી. સમાનગાળામાં લાર્જ-કેપ પ્રતિનિધિ નિફ્ટીએ ૧૩ ટકા રિટર્ન નોંધાવ્યું છે. ૩૧ ડિસેમ્બરે બેન્ચમાર્ક ૧૩,૯૮૨ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યાંથી સુધરતાં રહી તેણે ૧૫,૯૧૫ની ટોચ દર્શાવી છે. આમ નિફ્ટીની સરખામણીમાં સ્મોલ-કેપ્સે ત્રણ ગણાથી વધુ વળતર રળી આપ્યું છે. આ જ સમયગાળા દરમિયાન નિફ્ટી મિડ-કેપ્સે ૩૦ ટકાનું આકર્ષક રિટર્ન આપ્યું છે. જોકે તે સ્મોલ-કેપ ઈન્ડેક્સની બરોબરી નથી કરી શક્યો. માર્ચ ૨૦૨૦માં વૈશ્વિક બજારોમાં કડાકા વખતે દર્શાવેલાં તળિયાથી સ્મોલ-કેપ ઈન્ડેક્સ ત્રણ ગણાથી ઊંચા સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે ૩૨૦૨ના તળિયાના સ્તરેથી તેણે ૨૧૨ ટકાનું રિટર્ન નોંધાવ્યું છે. જેની સરખામણીમાં નિફ્ટી ૭૫૦૦ના તળિયાથી હાલના સ્તરે ૧૧૧ ટકાનું રિટર્ન દર્શાવી રહ્યો છે.
સ્મોલ-કેપ ઈન્ડેક્સે તેણે જાન્યુઆરી ૨૦૧૮માં દર્શાવેલી ૯૬૫૬ની સર્વોચ્ચ સપાટીને ગયા મહિને પાર કરી મહત્ત્વનું બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને ટેકનિકલ એનાલિસ્ટ્સ માને છે કે ઈન્ડેક્સ હજુ પણ લાર્જ-કેપ્સ અને મિડ-કેપ્સની સરખામણીમાં આઉટપર્ફેર્મન્સ જાળવી રાખશે. નિફ્ટીમાં આગામી ૬-૯ મહિનામાં ૧૭,૩૦૦ના ટાર્ગેટની સમકક્ષ તેઓ નિફ્ટી સ્મોલ-કેપમાં ૧૨,૩૦૦નો ટાર્ગેટ જોઈ રહ્યાં છે. આમ સ્મોલ-કેપ ઈન્ડેક્સ વધુ ૨૨ ટકા રિટર્ન દર્શાવે એમ તેઓ માને છે. સ્મોલ-કેપ કંપનીઝે ચોથા ક્વાર્ટરમાં ખૂબ સારા અર્નિંગ્સ દર્શાવ્યાં છે અને જૂન ક્વાર્ટરમાં પણ તેમનો દેખાવ ટકી રહે તેવી પ્રબળ અપેક્ષા છે. જે કારણે પંટર્સ મોટી માત્રામાં નાના કાઉન્ટર્સમાં પોઝિશન લઈ રહ્યાં હોવાનું તેઓ ઉમેરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 5, 2021

Related Keywords

Ahmedabad ,Gujarat ,India , ,Nifty Monday ,March Global ,அஹமதாபாத் ,குஜராத் ,இந்தியா ,நிஃப்டி திங்கட்கிழமை ,அணிவகுப்பு உலகளாவிய ,

© 2025 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.