Share
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન (AMA)માં જાપાની ઝેન ગાર્ડન (Zen Garden) અને કૈઝેન એકેડમી (Kaizen Academy)નું વર્ચુઅલ ઉદ્ગાટન કર્યું છે. તેમણે કહ્યું કે આ બંને પ્રોજેક્ટ ભારત અને જાપાનને વધુ નજીક લાવશે.
પીએમ મોદીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે અમારા આ પ્રયાસ આ જ રીતે નિરંતરતાથી આગળ વધશે અને ભારત તેમજ જાપાન મળીને વિકાસની નવી ઉંચાઇઓ પ્રાપ્ત કરશે. આજે ગુજરાતના પ્રોફેશનલ વર્લ્ડમાં ઘણા બધા લોકો એવા છે જે સરળતાથી જાપાની બોલે છે. મને કહેવાયું છે કે રાજ્યની એક યુનિવર્સિટી જાપાની ભાષા શીખવા માટે એક કોર્સ પણ શરૂ કરવા જઇ રહી છે. હું ઇચ્છીશ કે ગુજરાતમાં જાપાનની સ્કૂલ સિસ્ટમનું પણ એક મોડલ બને.
તેમણે કહ્યું કે જાપાનની સ્કૂલ સિસ્ટમમાં જે રીતે આધુનિકતા, શ્રમ, અને નૈતિક મૂલ્યો પર જોર આપ્યું છે. તેનો હું મોટો પ્રશંસક રહ્યો છું. અમારી પાસે સદીઓ જૂની સંસ્કૃતિક સંબંધોનો મજબૂત વિશ્વાસ પણ છે અને ભવિષ્ય માટે એક કોમન વિઝન પણ છે. તેના આધાર પર છેલ્લાં કેટલાંય વર્ષોથી અમે અમારી Special Strategic and Global Partnershipને સતત મજબૂત કરી રહ્યા છીએ. તેના માટે PMOમાં અમે જાપાન-પ્લસની એક ખાસ વ્યવસ્થા પણ કરી છે.
Tomorrow, 27th June will inaugurate a Zen Garden and Kaizen Academy at AMA, Ahmedabad. This is yet another instance showcasing the close bond between India and Japan. https://t.co/lU6hICwVvB
‘જૈન-કૈઝન’ નો શું છે ઉદ્દેશ્ય?
AMA સ્થિતિ ‘જૈન-કૈજાન’ નો ઉદ્દેશ જાપાની આર્ટ, સંસ્કૃતિ, પ્રાકૃતિક છટા અને આર્કિટેક્ચરલના જુદાં-જુદાં તત્વોને દર્શાવવાનું છે. AMA સ્થિત જાપાન ઇન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર અને ભારત-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન (IJFA), ગુજરાતનો સંયુક્ત પ્રયાસ છે કે જેને જાપાનના હયોગો ઇન્ટરનેશનલ એસોસિએશન (HIA) નું સમર્થન પ્રાપ્ત છે.
ભારત-જાપાનના સંબંધોનું શું છે મહત્વ?
આપને જણાવી દઇએ કે, મોદી સરકાર દરમ્યાન ભારત જાપાનના સંબંધોને વધારે ઉત્તમ બનાવવા માટે સતત પ્રયાસ કરવામાં આવ્યાં છે. થોડાંક દિવસો અગાઉ શિંઝો આંબેએ પોતાની બુક ‘Utsukushii Kuni E’ માં એવી આશા વ્યક્ત કરી હતી કે, ‘જો 10 વર્ષોમાં જાપાન-ભારતના સંબંધો જાપાન-US અને જાપાન-ચીનના સંબંઘોથી પણ આગળ વધી જાય તો તે કોઇ મોટા આશ્ચર્યની વાત નહીં હોય.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery