vimarsana.com


Survey Started For The Proposed Route Of The Bullet Train Passing Through Sabarkantha
ભાસ્કર એક્સકલૂઝિવ:સાબરકાંઠામાંથી પસાર થનાર બુલેટ ટ્રેનના સૂચિત રૂટ માટે સર્વે શરૂ કરાયો, જમીન સંપાદન માટે કામગીરી ચાલુ
હિંમતનગર9 કલાક પહેલા
કૉપી લિંક
પીપલોદીથી બોરીયા, ખૂરાંદ થઈ હડીયોલમાંથી પસાર થતો સૂચિત રૂટ
જમીન સંપાદન માટે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોના અભિપ્રાય મેળવાઇ રહ્યા છે
દેશની પાંચ બુલેટ ટ્રેન પૈકી એક હિંમતનગરમાં થઇને પસાર થશે
અમદાવાદ દિલ્હી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત એજન્સીના માધ્યમથી સૂચિત રૂટમાં આવતી જમીનોનું સંપાદન કરવા સાબરકાંઠામાં સર્વે શરૂ કરાયો છે અને ખેડૂતોના અભિપ્રાય મેળવવામાં આવી રહ્યા છે. રેલ્વે દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રાથમિક કામગીરી આરંભાતાં આગામી દસકામાં જિલ્લાજનોને બુલેટ ટ્રેનનું નજરાણું મળવાની સંભાવના ઉજળી બની છે.
હાઇસ્પીડ કોરિડોર બનાવવામાં આવશે
હિંમતનગર તાલુકામાં બે દિવસથી સર્વૈ કરાઇ રહ્યો છે. એનએચઆરસીએલ નેશનલ હાઇ સ્પીડ રેલ્વે કોર્પોરેશન દ્વારા અગામી દસ વર્ષમાં અમદાવાદ થી દિલ્હી વાયા હિંમતનગર બુલેટ ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે. 886 કિ.મી.નો કોરિડોર હિંમતનગર તાલુકામાંથી પસાર થનાર છે દેશના 5 હાઈ સ્પીડ કોરિડોર પૈકી એક હાઈ સ્પીડ કોરિડોર -300 કિ.મી.ની ઝડપે દોડનાર બૂલેટ ટ્રેન હિંમતનગર તાલુકામાંથી પસાર થશે તે જિલ્લાવાસીઓ માટે આનંદના સમાચાર છે.
અમદાવાદથી-દિલ્હી બુલેટ ટ્રેન દોડાવશે
આ પ્રોજેક્ટ પાછળ હાલમાં 1 લાખ કરોડનો ખર્ચ થનાર હોવાનો અંદાજ મૂકાયો છે. બુલેટ ટ્રેનનો પ્રસ્તાવિત ટ્રેક ઉત્તર ગુજરાતનો પ્રથમ હાઈ સ્પીડ ટ્રેક બની રહેનાર છે. એનએચઆરસીએલ દ્વારા વર્ષ 2051 સુધીનું વિઝન નક્કી કરાયું છે તેમાં વર્ષ 2021 થી 2031 દરમિયાન અમદાવાદ - હિંમતનગર - ઉદેપુર - જયપુર - દિલ્હી રૂટ પર બૂલેટ ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે. પ્રોજેક્ટ પાછળ 1.08 લાખ કરોડ જેટલો ખર્ચ થનાર છે.
ટ્રેન ક્યાં-ક્યાંથી પસાર થશે?
મજરાથી અનોડીયા સાદોલીયા થઈ પીપલોદી, બોરીયા ખુરાંદ, જેઠીપુરા, કાંકણોલ, હડીયોલ, બેરણા જેવા સૂચિત રૂટમાં આવતા ગામોમાં જમીન સંપાદન અર્થે એજન્સીના માધ્યમથી ખેડૂતો અગ્રણીઓના અભિપ્રાય મેળવવાની કામગીરી શરૂ કરી છે. સૂચિત રૂટમાં આવતા હિંમતનગરના ત્રણ ગામના ખેડૂતોનો અભિપ્રાય મેળવવા કવાયત હાથ ધરાઇ છે. પીપલોદીના 109, બોરીયા - ખૂરાંદના 161 અને બેરણાના 27 મળી કુલ 297 ખેડૂતોનો એજન્સી દ્વારા અભિપ્રાય લેવાની કવાયત હાથ ધરાઇ છે.બુલેટ ટ્રેન માટે જમીનથી 10 મીટર ઊંચે 17 મીટરની પહોળાઇ ધરાવતો અલગ ટ્રેક બનાવાશે સ્ટેશન જમીન પર બનશે. ટ્રેનમાં બેસવા ઉપર જવુ પડશે. 300 કિમી હાઇસ્પીડ હોવાને કારણે ટ્રેક અલોયદો અને પશુ વગેરેની પહોંચથી દૂર હોવો જરૂરી હોવાનંુ રેલ સૂત્રોએ જણાવ્યું છે.
ઔપચારિક રિવ્યુ લેવાઈ રહ્યો છે: સર્વે એજન્સી
સર્વે કામગીરી કરી રહેલ એજન્સીના જીજ્ઞાબેન સોનીએ જણાવ્યું કે સૂચિત રૂટમાં આવતા ગામ અને જમીન માલિક ખેડૂતોને મળી તેમની જમીનની માર્કેટ વેલ્યુ, બૂલેટ ટ્રેન મળશે તો તમને કેવું લાગશે, જમીન આપશો કે નહીં વગેરે જેવી માહિતી એકત્ર કરાઇ રહી છે.
મારા ગામના 2 ખેડૂતો છે
હિંમતનગરના બેરણાના સરપંચ ઉત્સવ પટેલે જણાવ્યું કે મારા ગામના બે ખેડૂતો છે અન્ય બહારના છે બે દિવસથી મારા અભિપ્રાય માટે એજન્સીના કર્મચારીઓએ સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો પરંતુ વ્યસ્તતાને કારણે મળી શકાયું નથી.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Ahmedabad ,Gujarat ,India ,Delhi ,Sabarkantha , ,National High ,Train Project Under Agency ,A Agency Sony ,Survey Start ,Sabarkantha District ,Strain Out ,Ahmedabad Delhi ,Train Project ,Delhi Via Education ,Bulleted Train Education ,North Gujarat ,Ahmedabad Education Udaipur Jaipur Delhi ,Bulleted Train ,Survey Agency ,Agency Sony ,Land Market ,அஹமதாபாத் ,குஜராத் ,இந்தியா ,டெல்ஹி ,சபர்ககந்த ,தேசிய உயர் ,சபர்ககந்த மாவட்டம் ,அஹமதாபாத் டெல்ஹி ,தொடர்வண்டி ப்ராஜெக்ட் ,வடக்கு குஜராத் ,நில சந்தை ,

© 2025 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.