vimarsana.com


Teacher's Wife Commits Suicide 5 Days Ago, Health Worker's Husband Also Commits Suicide
આપઘાત:શિક્ષિકા પત્નીએ 5 દિવસ પહેલાં આપઘાત કર્યો, સાસરિયાંએ બાળકીઓ છીનવી લેતાં આઘાતમાં સરી પડેલા હેલ્થવર્કર પતિએ પણ આત્મહત્યા કરી
પેટલાદ10 કલાક પહેલા
કૉપી લિંક
પેટલાદની મસીહ સોસાયટીમાં રહેતા પતિએ પત્નીનું બેસણું પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ દુપટ્ટાથી ગળેફાંસો ખાઈ લીધો
પેટલાદ-સુણાવ રોડ પર આવેલી મસીહ સોસાયટીમાં રહેતા 32 વર્ષીય યુવકે બુધવારે રાત્રિના સમયે ડિપ્રેશનમાં દુપટ્ટાનો ગાળિયો બનાવી ગળેફાંસો ખાઈ લીધો હતો. તે તેની પાછળ અંત્તિમ ચિઠ્ઠી છોડી ગયો હતો, જેમાં મૃતકની પત્નીએ પાંચ દિવસ અગાઉ ઝેર પીને આપઘાત કર્યો હતો અને યુવકના સાસરિયાં તેમની બે દીકરીને લઈ જતાં ડિપ્રેશનમાં પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. પેટલાદ સુણાવ રોડસ્થિત મસીહ સોસાયટીમાં નિશાંત ઉર્ફે મોન્ટુ નિલેશ મહીડા રહે છે. તેના લગ્ન વર્ષ 2015માં પ્રિયંકા સાથે થયા હતા.
જે પ્રેમલગ્ન હતા. ગત 10મીના રોજ પ્રિયંકાએ પેટલાદના ધોબીકુળ તળાવ પાસેના સેલ્ફી પોઈન્ટ પાસે ઝેરી દવા ગટગટાવી હતી. આ અંગેની જાણ પરિવારજનોને થતાં તેને કરમસદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ, આ બનાવથી પતિ નિશાંત ખૂબ વ્યથિત થઈ ગયો હતો. તેનાં સાસરિયાંએ તેની બે બાળકી ઝેનન (ઉં.વ. 5) અને પ્રિનિસા (ઉં.વ. 1.5)ને લઈ ગયાં હતાં. એક તરફ પત્નીનો વિરહ અને બીજી તરફ પુત્રીઓને પણ સાસરીવાળા લઈ જતાં નિશાંત આઘાતમાં સરી પડ્યો હતો.
બુધવારે પત્નીની પ્રાર્થનાસભા પૂર્ણ થયા બાદ રાત્રે જમી પરવારીને તે તેના ઘરના ઉપરના માળે ગયો હતો. સવારે દસ વાગ્યા સુધી તે નીચે ન આવતાં પરિવારજનોએ તપાસ કરી હતી, જેમાં તેણે દુપટ્ટાનો ગાળિયો બનાવી ગળેફાંસો ખાઈ લીધો હોવાનું બહાર આવ્યું હતું. મૃતક પાસેથી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. પોલીસે જે કબજે લઈ બનાવ સંદર્ભે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
થોડા સમયમાં કાયમી થવાના હતા
પત્ની પ્રિયંકા ડીસા સ્થિત થરામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતાં, જ્યારે નિશાંત ચાંગા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટીપર્પઝ હેલ્થવર્કર (એમએચડબ્લ્યુ) તરીકે ફરજ બજાવતો હતો. બંને સરકારી નોકરી કરતાં હતાં અને થોડા સમયમાં જ કાયમી થવાનાં હતાં.
ફોનમાં વીડિયો શાનો છે એને લઈ ચર્ચા
મૃતકે અંતિમ ચિઠ્ઠીમાં ફોનમાં વીડિયો છે એવો ઉલ્લેખ કર્યો છે. આ વીડિયો બાબતે રહસ્ય છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવે તો અનેક રહસ્ય પરથી પરદો ઊંચકાઈ શકે તેમ છે.
એ લોકોને હું આ પગલું ભરીને બતાવીશ કે હું ખોટો નહોતો.. (સુસાઈડ નોટ અક્ષરશ:)
વહાલાં મારાં કુંટુંબીજનો, ખાસ મારા પપ્પા. મેં તમને કદી સપોર્ટ નથી કર્યો, પણ તમે ઓલવેસ મને ખૂબ સપોર્ટ કર્યો અને બાએ પણ બહુ સાચવ્યો. હું નિશાંત, તમારો દીકરો મારી વાઈફ પ્રિયંકાને મેં 2015થી પ્રેમ કર્યો. એમાં પણ તમે ખૂબ સપોર્ટ આપ્યો. તેને મેં ખૂબ જ દિલથી લવ કર્યો અને મારી બંને દીકરી મારી લાઈફ છે. હાલ આ સમયે જે પ્રિયંકાએ પગલું ભર્યું, સુસાઈડ કર્યું એમાં સૌથી વધારે મને આઘાત લાગ્યો છે. મારી 4 જણની ફેમિલી એમાં વીખરાઈ ગઈ છે. હું તેના વગર નહિ જીવી શકું અને જે કર્યું એમાં મારી સેજ બી ભૂલ નહોતી. હું નિર્દોષ છું. તે નથી અને મારા સાસરીવાળા જે મારી બે દીકરીને લઈ ગયા અને મને પાછી આપતા નથી એનાથી હું ખૂબ ડિપ્રેશનમાં છું. એ ત્રણેય વગર હું નહિ જીવી શકું. સોરી, તમને હું છોડીને જાઉં છું. તમે ખૂબ મને સાચવ્યો, મારી પડખે ઊભા રહી મને હિંમત આપી પણ મેં ઓલવેઝ તમારું કોઈનું ના માનીને મારી સાસરીવાળાને જ સાચવતો અને રાખતો હતો. એમાં હું તમારાથી પણ અલગ થઈ ગયો હતો. એટલો તમે મને સાચવ્યો, પણ હવે હું નિર્દોષ હોવા છતાં મારા સાસરીવાળા મારો દોષ કાઢીને મને તેમજ તમને (મમ્મી-પપ્પા)ને પણ ખોટી રીતે ફરિયાદ કરી ફસાવવા માગતા હોઈ અને મારી દીકરીઓને મારી પાસેથી લઈ ગયા હોઈ,હું આ સહન કરીને રહી શકું એમ નથી. એને કારણે હું પણ હજુ પણ પ્રિયંકાને ખૂબ ચાહતો હોઈ, તેની પાસે જતો રહું છું તમને છોડીને, મને માફ કરશો. પ્લીઝ કહી કહ્યો નથી, પણ હું બધાને ખૂબ ચાહું છું. સમાજમાં બધા કહેશે કે મેં કોઈનું ના વિચાર્યું, પણ હું મારી વાઈફ વગર નહિ જીવી શકું, કેમ કે મારી બંને દીકરીઓ પણ મારી પાસે નથી. તમે એ લોકોને ઘણો સમજાવવા પ્રયત્ન કર્યો, પણ એ લોકોને હું આ પગલું ભરીને બતાવીશ કે હું ખોટો નહોતો, પણ સૌથી વધારે તો મને મારી વાઈફની ખોટ પડશે. હવે એ લોકોથી હું કંટાળી ગયો છું. મારી દીકરીઓને પણ સાસરીવાળાઓએ મારાથી દૂર કરીને મને મારું જીવન તોડી નાખ્યું. હું મારી વાઈફ જોડે જાઉં છું, મને પ્લીઝ દિલથી માફ કરી દેજો. તમારો એકનો એક દીકરો નિશાંત અને હા, મારા ઘરના લોકોએ કદી પ્રિયંકાને સેજ બી ખરાબ રીતે ત્રાસ નથી આપ્યો કે જેથીએ આ પગલું ભરે, પણ સાસરીવાળાએ મને મેન્ટલી તોડી નાખ્યો. મેં મારી દીકરીઓ માટે બહુ કંટ્રોલ કર્યો. મારા દરેક મિત્રો, સગાં, સ્ટાફ- દરેકનો દિલથી હું આભારી છું. ફોનમાં વીડિયો છે, I am Sorry. Nishant.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

,Breakaway Health ,Health Center Multipurpose ,Geet Road ,Priyanka Lake ,Toxic Medicine ,Her Private ,நச்சு மருந்து ,அவள் ப்ரைவேட் ,

© 2025 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.