vimarsana.com


The Father Was A Laborer, The Son Started A Business With A Useless Banana Stem; Annual Turnover Of Rs 9 Lakh, 450 Women Also Got Employment
આજના પોઝિટિવ સમાચાર:પિતા મજૂરી કરતા હતા, દીકરાએ કેળાંના નકામા સ્ટેમથી શરૂ કર્યો બિઝનેસ; વર્ષે 9 લાખ રૂપિયા ટર્નઓવર, 450 મહિલાને રોજગારી પણ મળી
નવી દિલ્હી10 કલાક પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
કૉપી લિંક
ઉત્તરપ્રદેશના કુશીનગરના રહેવાસી રવિ પ્રસાદનું બાળપણ તંગીમાં પસાર થયું. માર્ગ અકસ્માતમાં પિતાનું મોત થયું. રવિનો અભ્યાસ અધવચ્ચે જ બંધ થયો અને તેમના ખભા પર પરિવારની જવાબદારી આવી ગઈ. તેમણે મજૂરી કરી પ્રાઈવેટ કંપનીમાં કામ કર્યું. પછી તેમને એક આઈડિયા મળ્યો, જેનાથી તેમની લાઈફ બદલાઈ ગઈ. આજે તેઓ બનાના વેસ્ટમાંથી હેન્ડિક્રાફ્ટ પ્રોડક્ટ્સ તૈયાર કરી રહ્યા છે. ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મ દ્વારા દેશભરમાં માર્કેટિંગ કરી રહ્યા છે. 450થી વધુ મહિલાઓને તેમણે રોજગારી સાથે જોડી છે. અત્યારે તેઓ દર વર્ષે 8થી 9 લાખ રૂપિયાનો બિઝનેસ કરી રહ્યા છે.
36 વર્ષના રવિ કહે છે કે પિતાજી મજૂરી કરતા હતા. હું તેમના કામમાં મદદની સાથે અભ્યાસ પણ કરતો હતો. માસ્ટર્સમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ એક અકસ્માતમાં પિતાનું મોત થઈ ગયું. એના પછી મેં અભ્યાસ છોડી દીધો અને ધંધાની શોધમાં લાગી ગયો. અનેક વર્ષો સુધી આમતેમ કામ કરતો રહ્યો અને ઘરપરિવારનો ખર્ચ ચલાવતો રહ્યો.
રવિ પ્રસાદ ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જ વિવિધ સ્થળે સ્ટોલ લગાવીને પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે.
રવિ કહે છે, વર્ષ 2016માં પોતાના મિત્રો સાથે કામ માટે દિલ્હી ગયો. એ દરમિયાન એક દિવસ પ્રગતિ મેદાનમાં જવાનો મોકો મળ્યો. ત્યાં સાઉથના કેટલાક કારીગરો આવ્યા હતા. એ લોકોએ બનાના વેસ્ટમાંથી બનેલી હેન્ડિક્રાફ્ટ આઈટેમ્સનો સ્ટોલ લગાવ્યો હતો. તેમની સાથે વાતચીત પછી મને લાગ્યું કે આ કામ કરી શકાય એવું છે. અમારે ત્યાં કેળાંની ખેતી ખૂબ થાય છે અને લોકો બનાના વેસ્ટ એમ જ ફેંકી દે છે.
કોઈમ્બતુરમાં ટ્રેનિંગ લીધી, પછી ગામમાં જઈને બિઝનેસની કરી શરૂઆત
રવિને બનાના ફાઈબર વેસ્ટનો આઈડિયા સારો લાગ્યો. તેમણે મેળામાં જ એક કારીગર સાથે દોસ્તી કરી અને કામ શીખવવાનો આગ્રહ કર્યો. એ પછી તેઓ દિલ્હીથી જ કોઈમ્બતુર ચાલ્યા ગયા. ત્યાં લગભગ એક મહિનો તેઓ એ કારીગરના ગામમાં જ રોકાયા. ત્યાંના ખેડૂતોને મળ્યા, તેમના કામને જાણ્યું. બનાના ફાઈબર વેસ્ટથી હેન્ડિક્રાફ્ટ આઈટેમ્સ બનાવવાની ટ્રેનિંગ લીધી. જ્યારે તેઓ કામ શીખી ગયા તો ફરીથી પોતાના ગામમાં પરત આવ્યા.
રવિ પ્રસાદે બનાવેલ હેન્ડિક્રાફ્ટની ડિમાંડ દેશભરમાં છે. લોકો ઓફલાઈન અને ઓનલાઈન પ્લેટફોર્મથી પ્રોડક્ટ ખરીદી શકે છે.
તેઓ આગળ કહે છે, મને કામની જાણકારી તો મળી ગઈ હતી, પરંતુ પ્રોસેસિંગ મશીન ખરીદવા માટે પૈસા નહોતા. મેં કોશિશ ચાલુ રાખી. લોન માટે પણ અનેક જગ્યાએ કોશિશ કરી. આ દરમિયાન મને એક પરિચિત દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વિશે ખબર પડી. ત્યાં જઈને મેં જનરલ મેનેજર સાથે મુલાકાત કરી. તેમને મારા કામ અને ટ્રેનિંગ વિશે જાણકારી આપી. તેઓ મારા આઈડિયાથી ખૂબ પ્રભાવિત થયા અને લોન માટે પ્રપોઝલ બનાવવામાં મદદ કરી.
5 લાખ રૂપિયાની બેંકમાંથી લોન લીધી
વર્ષ 2018માં રવિને બેંકમાંથી 5 લાખ રૂપિયાની લોન મળી ગઈ. એનાથી તેમણે પ્રોસેસિંગ મશીન ખરીદ્યું, કેટલીક મહિલાઓને કામ પર રાખી અને પોતાના કામની શરૂઆત કરી. તેઓ ધીમે ધીમે એક પછી એક નવી નવી પ્રોડક્ટ તૈયાર કરવા લાગ્યા અને લોકલ માર્કેટમાં એને સપ્લાય કરવા લાગ્યા. તેના પછી યુપી સરકાર પાસેથી પણ સપોર્ટ મળ્યો. રાજ્ય સરકારની વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ સ્કીમ માટે મારી પસંદગી થઈ. તેના દ્વારા અનેક મહિલાઓ સાથે જોડાઈ. માર્કેટિંગ માટે મને પ્લેટફોર્મ મળ્યું.
કેળાંના સ્ટેમને અલગ-અલગ શીટ્સમાં કાપ્યા પછી એના ફાઈબર તૈયાર કરવામાં આવે છે.પછી ફાઈબરથી પ્રોડક્ટ બને છે.
એ પછી રવિ દિલ્હી, લખનઉ સહિત અનેક શહેરોમાં લગાવાતા મેળામાં જવા લાગ્યા. સ્ટોલ લગાવીને પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરવા લાગ્યા. કેટલાક મીડિયા કવરેજમાં તેમને સ્થાન મળ્યું તો લોકો ઓનલાઈન પણ તેમની પાસેથી પ્રોડક્ટ ખરીદવા લાગ્યા. તેઓ અત્યારે સોશિયલ મીડિયાની સાથે સાથે અમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરી રહ્યા છે. દેશભરમાંથી તેમને ઓર્ડર મળી રહ્યા છે.
કઈ રીતે તૈયાર કરે છે પ્રોડક્ટ?
રવિએ કુશીનગરમાં ફાઈબર વેસ્ટનું પ્રોસેસિંગ યુનિટ લગાવ્યું છે, જેનાથી લગભગ 450થી વધુ મહિલાઓ જોડાયેલી છે. જેઓ બનાના ફાઈબરથી જાતજાતની પ્રોડક્ટ તૈયાર કરે છે. એનાથી તેમને પણ સારી કમાણી થઈ જાય છે. બનાના વેસ્ટથી પ્રોડક્ટ તૈયાર કરવા માટે સૌપ્રથમ ખેતરમાંથી કેળાંના સ્ટેમને કાપીને તેને ટ્રેક્ટરમાં લોડ કરીને તેઓ પોતાના યુનિટમાં લાવે છે. ત્યાં મશીનની મદદથી કેળાંના સ્ટેમને બે ભાગમાં કાપી લેવાય છે. એ પછી મહિલાઓ તેને અલગ-અલગ શીટ્સના સ્વરૂપમાં કાપે છે.
એ પછી એનું અનેક લેવલ પર પ્રોસેસિંગ કરવામાં આવે છે, જેનાથી શોર્ટ ફાઈબર અને લોંગ ફાઈબર તૈયાર થાય છે. એ પછી તેને તડકામાં સૂકવવામાં આવે છે. પછી એમાંથી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે. રવિ હાલમાં બનાના વેસ્ટમાંથી હેન્ડિક્રાફ્ટ, રેશા, સેનિટરી નેપ્કિન, ગ્રો બેગ સહિત ડઝનબંધ પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે. તેઓ પોતાની પ્રોડક્ટ સીધી જ મોટી મોટી ટેક્સટાઈલ કંપનીઓને મોકલે છે.
બનાના ફાઈબર વેસ્ટ અને કરિયર ગ્રોથ
ભારતમાં મોટા સ્તરે કેળાંનું ઉત્પાદન થાય છે. એક રિપોર્ટ અનુસાર, દર વર્ષે 14 મિલિયન ટન કેળાંનું ઉત્પાદન દેશમાં થાય છે. તામિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ અને બિહારમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે. જો ફાઈબર વેસ્ટની વાત કરીએ તો દર વર્ષે 1.5 મિલિયન ટન ડ્રાય બનાના ફાઈબર ભારતમાં થાય છે.
કરિયરના હિસાબે સ્કોપનો અભાવ નથી. સૌથી સારી વાત છે કે બનાના વેસ્ટ મેળવવામાં વધુ ખર્ચ થતો નથી. ખેડૂતો માટે એ નકામી ચીજ હોય છે, તેઓ ફ્રીમાં જ આપી દે છે, સાથે તેને લઈને સરકાર પણ સપોર્ટ કરી રહી છે. આ સેક્ટરમાં સૌથી ચેલેન્જિંગ કામ છે એના માટે માર્કેટ તૈયાર કરવાનું, કેમ કે અત્યારે આ પ્રકારની ચીજોની કિંમત વધુ હોય છે. તેથી સામાન્ય લોકોની સાથે જ કંપનીઓ પણ ઓછી રૂચિ દર્શાવે છે. જો મોટે પાયે એના પ્રોસેસિંગનું કામ થશે તો એનાથી બનેલી પ્રોડક્ટની કિંમત ઘટશે.
ક્યાંથી લઈ શકાય છે ટ્રેનિંગ?
બનાના વેસ્ટથી ફાઈબર કાઢવા અને એમાંથી પ્રોડક્ટ તૈયાર કરવાની ટ્રેનિંગ દેશમાં અનેક સ્થળે આપવામાં આવે છે. તિરુચિરાપલ્લીમાં ‘નેશનલ રિસર્ચ સેન્ટર ફોર બનાના’માં તેની ટ્રેનિંગ આપવામાં આવે છે. એમાં કોર્સના હિસાબે ફી આપવાની હોય છે. એ ઉપરાંત નવસારી કૃષિ યુનિવર્સિટી, ગુજરાત, સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રિકલ્ચર એન્જિનિયરિંગ, કોઈમ્બતુરથી એની ટ્રેનિંગ લઈ શકાય છે. અનેક રાજ્યોમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પણ એના વિશે જાણકારી આપે છે.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Lucknow ,Uttar Pradesh ,India ,Karnataka ,New Delhi ,Delhi ,Tamil Nadu ,Kerala ,Madhya Pradeshe Bihar ,Ravi Prasad ,Etisalat ,New ,Forest District ,Ravi Delhi ,Well Amazon ,Growth India ,Andhra Pradesh ,Madhya Pradesh ,லக்னோ ,உத்தர் பிரதேஷ் ,இந்தியா ,கர்நாடகா ,புதியது டெல்ஹி ,டெல்ஹி ,தமிழ் நாடு ,கேரள ,ரவி பிரசாத் ,புதியது ,காடு மாவட்டம் ,நன்றாக அமேசான் ,வளர்ச்சி இந்தியா ,ஆந்திரா பிரதேஷ் ,மத்யா பிரதேஷ் ,

© 2025 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.