અંજુબહેનને પતિએ આપેલું વચન યાદ આવ્યું , હું તને પ્રવાસમાં લઈ જઈશ અને એ પણ દર વર્ષે, અચૂક. લગ્નની વર્ષગાંઠ આવે અને અંજુબહેનને પતિનું વચન યાદ આવે. આવે.ને આવે. પરંતુ પતિ નવીનભાઈ મસાલાના વેપારી! વાત ડાહ્યા! વાતો પણ મસાલા ઉમેરીને કરે. નાની વાત એવી ચગાવે કે સામેવાળાને રસતરબોળ કરી દે. અત્યાર સુધી એમ જ થતું આવ્યું. અંજુબહેન યાદ કરાવે કે પ્રવાસમાં ક્યારે લઈ જશો? તો પતિદેવનો જવાબ તૈયાર જ હોય, બ