ભારતના નવ ખેલાડીઓને ક્વોરન્ટાઈન કરાયા, શ્રીલંકાએ બીજી ટી૨૦માં ૪ વિકેટે વિજય મેળવ્યો Share કોલંબો ઓલરાઉન્ડર કૃણાલ પંડયા કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેના સંપર્કમાં રહેલા અન્ય આઠ ખેલાડીઓને કરાયેલા ક્વોરન્ટાઇનની વચ્ચે શ્રીલંકાએ અહીં રમાયેલી બીજી ટી૨૦ ઇન્ટરનેશનલ મેચમાં ભારતને ચાર વિકેટે પરાજય આપ્યો હતો. ભારતે પાંચ વિકેટે ૧૩૨ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર શ્રીલંકન ટીમે ૧૯.૪ ઓવરમાં છ વિકેટેના ભોગે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારત પાસે પ્લેઇંગ ઇલેવન માટે કોઇ વધારે વિકલ્પ નહીં હોવાના કારણે ચાર ખેલાડીએ ટી૨૦માં પદાર્પણ કર્યું હતું. મેચ પહેલાં પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, ર્હાિદક પંડયા, ઇશાન કિશન, યુજવેન્દ્ર ચહલ, કે. ગૌથામ તથા દીપક ચહરને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા હતા. જોકે આ તમામનો કોવિડ-૧૯નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.