શાળા શિક્ષણનું આધુનિક ઘરેણું ઃ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર Share 1 ‘સરલ’ એપ્લિકેશન દ્વારા શિક્ષકોની અને ‘સ્કૂલ એડમિનિસ્ટ્રેશન’ સોફ્ટ્વેર દ્વારા આચાર્યની વહીવટી કામગીરીમાં ઘટાડો થતાં આશરે ૦૧ કરોડ કલાકનું શિક્ષણ તેઓ વધુ ઔકરાવી શકશે.
કોઈપણ ક્ષેત્રના વિકાસનો આધાર જે તે ક્ષેત્રમાં થતાં સંશોધનો પર છે. સંશોધનોનાં તારણો ભવિષ્યનો માર્ગ બતાવે છે. ઔશું કરવું ? ક્યાં કરવું ? કેવી રીતે કરવું? કેટલું કરવું? કેમ કરવું ? વગેરે પ્રશ્નોનો ઉકેલ માટે ત્રણ બાબત છે, સંશોધન, સંશોધન અને સંશોધન. અત્યારે શિક્ષણ ક્ષેત્રે સંશોધનો થાય છે પણ તે માત્ર ડિગ્રી લેવા કે પૈસા મેળવવા થાય છે. છેલ્લા ઘણાં વર્ષમાં શિક્ષણક્ષેત્રે કોઈ ખાસ સંશોધન ભારતમાં નથી થયું કે જેના કારણે શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવી શક્યા હોઈએ. આવી પરિસ્થિતિમાં શિક્ષણના બધાં જ પાસાંની ગુણવત્તા વધે તે હેતુ સાથે શિક્ષણ સાથે જોડાયેલ ભૌતિક અને માનવીય પરિબળોનું સતત મૂલ્યાંકન થાય અને સુધારા પણ થતા રહે તે માટે ગુજરાત સરકારે શાળા શિક્ષણ ક્ષેત્રે એક પ્રયત્ન અને નિર્ણય કર્યો છે જે માત્ર આવકારવા લાયક જ નહીં પણ વધાવવા લાયક છે. જે પ્રયત્ન છે ગાંધીનગરમાં શરૃ કરેલ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર. ગુજરાતની તમામ શાળાઓનું ઓનલાઈન સતત દેખરેખ અને નિયંત્રણ કરવા માટે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (સીસીસી) શરૃ કરેલ છે. રાજ્યના ૩૨,૦૦૦ જેટલા ક્લસ્ટર, ૨૫૪ બ્લોક્સમાં આવેલ તમામ શાળા, તમામ વિદ્યાર્થી અને તમામ શિક્ષકોનું સતત ઓનલાઈન મોનિટરિંગ કરવામાં આવે છે. જેના કારણે મળેલ ઈનપુટના આધારે શાળા કક્ષાએથી તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ જરૃરી સુધારા વધારા કરીને શિક્ષણ સાથે સંકળાયેલ તમામ પાસાંની ગુણવત્તામાં વધારો થાય તે માટેના પ્રયત્નો ચાલુ થઇ ગયા છે. કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરના મકાનના બાંધકામમાં જ એવું લાગે કે આ સેન્ટર ખરેખર શૈક્ષણિક હેતુઓ પૂર્ણ કરશે. સેન્ટરના પ્રવેશદ્વારની સામે ભવ્ય બોધિવૃક્ષ, લીલીછમ લોન પર શિક્ષણનું પ્રતીક એવી વીણાનું વિશાળ શિલ્પ અને પ્રવેશ કરતાં જ ભગવાન શ્રી વેદ વ્યાસની પ્રતિમા સાથે ત્રણ માળની વિશ્વકક્ષાની અત્યાધુનિક ઇમારત. આ સેન્ટર દ્વારા એકમ કસોટી, સત્રાંત અને ર્વાિષક પરીક્ષા, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની દરરોજની હાજરી વગેરેના ડેટાનું આર્ટિફ્િશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને પૃથક્કરણ કરવામાં આવે છે. (આર્ટિફ્િશિયલ ઇન્ટેલિજન્સ એટલે માનવબુદ્ધિની જરૃર પડતી હોય તેવા કાર્યો કરવા માટે કમ્પ્યૂટર સિસ્ટમનો ઉપયોગ). અહી રાજ્યના દરેક બાળક કે શિક્ષક કે શાળાની તમામ માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે. જેમકે, કોઈ કસોટી લેવામાં આવી. તેમાં પાંચ પ્રશ્નો છે. દરેક બાળકના પેપર તપાસવામાં આવે છે. ત્યારબાદ દરેક પ્રશ્નમાં બાળકે કેટલા માક્ર્સ મેળવ્યા છે તેની નોધ આ સેન્ટર પર થશે. દરેક બાળકને કયો પ્રશ્ન અઘરો કે સહેલો લાગ્યો? બાળક ક્યા વિષયમાં સમૃદ્ધ કે નબળો છે? વગેરે બાબતની નોધ આ સેન્ટર પર થશે, આ બાબત કદાચ વાલી નહીં જાણતા હોય પણ આ સેન્ટર પર તેની નોંધ હોય છે. જેના આધારે શાળાઓ અને શિક્ષકોને સૂચના કે માર્ગદર્શન આપવામાં આવે છે. અનિયમિત આવતા શિક્ષકોને આચાર્યે કહેવું પડતું નથી કે વાલીએ ફ્રિયાદ કરવી પડતી નથી. દરેક શિક્ષકની શાળા સમય દરમિયાનની હાજરી અને કાર્યોનું મૂલ્યાંકન આ સેન્ટર પરથી કરવામાં આવે છે. અને તેના આધારે માર્ગદર્શન કે સૂચના આપવામાં આવે છે. ઉપરાંત વિદ્યાર્થીઓનું ઉપચારાત્મક શિક્ષણ, શિક્ષક તાલીમનું આયોજન, નવા શૈક્ષણિક સુધારાઓનાં આયોજન અને અમલીકરણ માટે સતત માર્ગદર્શન પૂરું પાડવાનું કામ આ સેન્ટર કરે છે. શાળાકક્ષાનો તમામ ડેટા દરરોજ આ સેન્ટર પર મોકલવાનો હોય છે, તે માટે સરકારે ચોક્કસ એપ વિકસાવી છે અને દરેક શાળા તેમજ અધિકારીઓને ટેબલેટ પણ આપેલ છે. આ સેન્ટર દ્વારા શિક્ષકોની સાથે સીઆરસી, બીઆરસી, ટીપીઈઓ અને ડીપીઈઓના કાર્યનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે. જેથી કામગીરીના મળેલ ડેટાને આધારે નવો માર્ગ મળે અને નવું આયોજન કરી શકાય. આ સેન્ટરમાં મળેલ ડેટા દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓને ઉચ્ચ, મધ્યમ અને જોખમ નથી એમ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. વાચકો અહી નોધ લે છે કે કોઈ વિદ્યાર્થીને નબળો નથી ગણ્યો. તેની પાછળ મહેનત કરવામાં આવે તો પરિણામ મળે તેમ માનીને તેને જોખમ નથી એમ ગણવામાં આવેલ છે. આવા વિદ્યાર્થીઓને ઓળખવામાં આવે છે અને શાળા દ્વારા વિશિષ્ટ ઉપાયો પણ કરવામાં આવે છે. સીક્યૂબ સોફ્ટવેર દ્વારા હાજરી, એકમ કસોટી વગેરેના ડેટા એનાલિસીસ દ્વારા ભવિષ્યમાં ડ્રોપઆઉટ થઈ શકે તેવા બાળકોનું સચોટ અનુમાન કરી શાળાઓને આ બાળકો માટે ખાસ કામ કરવા માર્ગર્દિશત કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં ડ્રોપઆઉટ થનાર બાળકોને શાળા છોડતા અટકાવી શકાય. ઉપરાંત આ જ સોફ્ટ્વેરના ઉપયોગથી બાળકોના માઈગ્રેશનનું પણ મોનિટરિંગ કરી તેમને મદદ કરવામાં આવશે. રાજ્યના શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ સાથેની મુલાકાત આ લેખકે કરી ત્યારે તેમણે જે વાત કરી તેનાથી આનંદ સાથે ઘણી આશા પણ બંધાઈ કે, હવે વધુ સારું, વધુ ઝડપથી થશે. ડો. વિનોદ રાવે ખૂબ જ ગંભીરતા અને નિષ્ઠા સાથે કહ્યું કે, સેન્ટર પર મળતા તમામ ડેટાનો ઉપયોગ હવે શાળાકીય શિક્ષણના તમામ નીતિવિષયક નિર્ણયો લેવામાં કરીશું. અમારા નિર્ણય કાલ્પનિક નહીં હોય, ડેટા આધારિત હશે. મળેલ ડેટા દ્વારા વિદ્યાર્થીઓની હાજરી અને ર્લિંનગ આઉટકમ્સમાં વધારો કરી શકીશું. શાળા અને શિક્ષકો માટે વધુ તર્કસંગત નિર્ણયો લઇ શકીશું. શાળાઓના ભૌતિક અને શૈક્ષણિક ડેવલપમેન્ટ માટે પણ આ ડેટાના આધારે જ નિર્ણયો લઈશું. ઉપરાંત ચોક્કસ કારણોસર શાળાઓ બંધ હોય ત્યારે બાળકોને ઓનલાઈન માધ્યમથી સતત શિક્ષણ આ સેન્ટર પરથી આપીશું. અત્યાર સુધી અમારી પાસે પહેલેથી જ ૫૦૦ કરોડ કરતાં વધુ અલગ અલગ પ્રકારના ડેટા સેટ છે. કોવિડના કારણે શાળાઓ બંધ હતી ત્યારે પણ શિક્ષણ વિભાગ દ્વારા આશરે ૪૪ લાખ બાળકોની ૭૪ એકમ કસોટીઓ લઈને બીજા ૭૦ કરોડ ડેટા મળ્યા છે. આ એકમ કસોટીઓમાં દરેક વિદ્યાર્થીનો પ્રશ્નવાર ડેટા મેળવવામાં આવ્યો છે. છેલ્લા અઢી વર્ષમાં ૧ કરોડથી વધુ વિદ્યાર્થીઓનો વિવિધ પ્રકારનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે. આ ડેટાનું એનાલિસીસ કરી નિર્ણય લેવામાં ના આવે તો આ ડેટાનું કોઈજ મહત્ત્વ નથી. આ ડેટાનું પૃથક્કરણ કરી, તેનો ઉપયોગ શિક્ષણના હિતમાં કરવા માટે જ આ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર છે. આ સેન્ટરમાં બે વિશાળ વીડિયો વોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વીડિયો વોલ પર ઇન્ફેસિસના ચેરમેન અને સહ-સ્થાપક અને યુઆઈડીએઆઈ (આધાર)ના સ્થાપક ચેરમેન નંદન નીલેકણીના એકસ્ટેપ ફઉન્ડેશન દ્વારા ડેટા વિશ્લેષણ માટે ખાસ વિકસાવવામાં આવેલા સીક્યુબ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. આ વીડિયો વોલના બે મોનિટરિંગ રૃમમાંથી સમગ્ર રાજ્યના બીઆરસી, સીઆરસી, જિલ્લાના અને તાલુકાના અધિકારીઓ, શાળાના મુખ્ય શિક્ષકો વગેરે સાથે લાઈવ ડેટા શેરિંગ અને કોમ્યુનિકેશનથી સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તેઓ તેમને આપવામાં આવેલા ટેબલેટ પરથી આ સેન્ટર સાથે જોડાય છે અને ચર્ચા કરે છે. અહી જરૃરી સોફ્ટવેર અને સિસ્ટમ્સનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેથી વહીવટી કામગીરીમાં ઘટાડો થાય, પરિણામે શિક્ષણ પર વધુ ધ્યાન આપી શકાય. ‘સરલ’ એપ્લિકેશન દ્વારા શિક્ષકોની અને ‘સ્કૂલ એડમિનિસ્ટ્રેશન’ સોફ્ટ્વેર દ્વારા આચાર્યની વહીવટી કામગીરીમાં ઘટાડો થતાં આશરે ૦૧ કરોડ કલાકનું શિક્ષણ તેઓ વધુ ઔકરાવી શકશે. ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે જ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના ફ્ંડિંગથી ‘મિશન સ્કૂલ્સ ઓફ્ એક્સેલન્સ’ હાથ ધરવામાં આવેલ છે. આ અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટના અમલીકરણની તમામ કામગીરી આ સેન્ટર કરશે. ‘કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર અને મિશન સ્કૂલ્સ ઓફ્ એકસેલન્સ’ દ્વારા રાજ્યની શાળાઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને અંતે સમગ્ર શિક્ષણને ખૂબ લાભ થશે જ તેવા વિશ્વાસ રાખી શકાય. કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર એ શિક્ષકોને આદેશ કે હુકમ આપીને નિયંત્રણમાં રાખવા માટેનું સેન્ટર નથી. પરંતુ તેને સંશોધન સેન્ટર તરીકે જોઈ શકાય. જ્યાંથી રાજ્યની તમામ શાળા ઔઅને અધિકારીઓને ચોક્કસ બાબતે કામગીરી કરવા જણાવવામાં આવે છે, જેનો ડેટા મેળવીને તેનું પૃથક્કરણ કરવામાં આવે છે, મળેલ તારણને આધારે ચોક્કસ પરિણામ મેળવવા માર્ગદર્શન આપવામાં આવે છે અને ભવિષ્યનું આયોજન કરવામાં આવે છે. અશોકીઃ ગુજરાતના શિક્ષણ વિભાગને ડો. જયંતી રવિ પછી ડો. વિનોદ રાવ ખૂબ સારા અધિકારી મળ્યા છે. જેને ગુજરાતના શિક્ષણપ્રેમીઓ આવકારે છે, બિરદાવે છે અને વધાવે છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન TRENDING NOW 21428 Views 16872 Views 14804 Views 13544 Views