સતીષકુમા

સતીષકુમાર મેડલથી એક વિજય દૂર, ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર ત્રીજો ભારતીય બોક્સર


સતીષકુમાર મેડલથી એક વિજય દૂર, ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર ત્રીજો ભારતીય બોક્સર
Share
 
બોક્સર સતીષકુમારે ૯૧ કિલોગ્રામ વેઇટ કેટેગરીના અંતિમ-૧૬ મુકાબલામાં જમૈકાના રિકાર્ડો બ્રાઉનને ૪-૧થી પરાજય આપીને ટોક્યો ઓલિમ્પિકની બોક્સિંગ ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. તેણે પ્રથમ રાઉન્ડ ૫-૦થી તથા બીજો અને ત્રીજો રાઉન્ડ ૪-૧થી જીત્યો હતો. સતીષ હવે મેડલથી એક વિજય દૂર છે અને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર ત્રીજો ભારતીય બોક્સર છે. બે વખતના એશિયન ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડાલિસ્ટ સતીષે હરીફ બોક્સર બ્રાઉનના નબળા ફૂટવર્કનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. જોકે તેને મુકાબલા દરમિયાન માથામાં નજીવી ઈજા પણ થઈ હતી. તેનો આગામી મુકાબલો ઉઝબેકિસ્તાનના બખોદિર ઝાલોલોવ સામે થશે જે વર્તમાન વર્લ્ડ અને એશિયન ચેમ્પિયન છે. સતીષે સતત શક્તિશાળી પંચ લગાવીને બ્રાઉનને ભૂલો કરવાની ફરજ પાડી હતી. ૧૯૯૬ બાદ જમૈકા તરફથી ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનાર બ્રાઉન ટોક્યો ગેમ્સના ઉદ્ઘાટન સમારંભમાં તેના દેશનો ધ્વજવાહક હતો. સતીષ ટોક્યો ગેમ્સમાં ભાગ લેનાર ભારતનો સૌથી વધારે વજનવાળો બોક્સર છે. તે ૨૦૧૪ની એશિયન ગેમ્સ અને ૨૦૧૫ તથા ૨૦૧૯ની એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યો છે. ૨૦૧૮ની કોમનવેલ્થ ગેમ્સમાં સતીષે સિલ્વર મેડલ જીત્યો હતો.
 
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
47348
Views
36244
Views
26868
Views
22612
Views

Related Keywords

India , Satish Kumar , , Current World , Pacific Championships , Silver Medal , இந்தியா , சத்தீஷ் குமார் , தற்போதைய உலகம் , பெஸிஃபிக் சாம்பியன்ஷிப்புகள் , வெள்ளி பதக்கம் ,

© 2025 Vimarsana