kalki avtar once more controversy in rajkot and wrote letter

kalki avtar once more controversy in rajkot and wrote letter to Secretary Department of Water Resources | મારો 16 લાખ પગાર, 16 લાખ ગ્રેચ્યુટી આપો નહીંતર ભયંકર દુષ્કાળ પાડીશ, હું જ કલ્કી અવતાર: નિવૃત્ત ઇજનેરનો જળસંપત્તિ વિભાગના સચિવને પત્ર


Kalki Avtar Once More Controversy In Rajkot And Wrote Letter To Secretary Department Of Water Resources
કલ્કી અવતાર ફરી વિવાદમાં:મારો 16 લાખ પગાર, 16 લાખ ગ્રેચ્યુટી આપો નહીંતર ભયંકર દુષ્કાળ પાડીશ, હું જ કલ્કી અવતાર: નિવૃત્ત ઇજનેરનો જળસંપત્તિ વિભાગના સચિવને પત્ર
રાજકોટ8 કલાક પહેલા
કૉપી લિંક
રમેશચંદ્રએ જળસંપત્તિ વિભાગના સચિવને લખેલો પત્ર.
મને સતત રાક્ષસો સરકારમાં બેસી અન્યાય કરે છેઃ રમેશચંદ્ર
સરદાર સરોવર પુન:વસવાટ એજન્સી વડોદરામાં અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ નિવૃત્ત રમેશચંદ્ર ફેફર ફરી વિવાદમાં આવ્યા છે. પોતાને ભગવાન વિષ્ણુનો દસમો કલ્કી અવતાર માનનાર રમેશચંદ્ર હાલ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા અર્ક-બંસરી સોસાયટીના બ્લોક નં.2માં રહે છે. તેમણે નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખી ફરી વિવાદમાં આવ્યા છે. પત્રમાં લખ્યું છે કે, મારો એક વર્ષનો બાકી રહેતો 16 લાખ પગાર અને 16 લાખ ગ્રેચ્યુટી આપો નહીંતર વરસાદ અને બરફવર્ષાથી ભયંકર દુષ્કાળ પાડીશ, હું જ ભગવાન વિષ્ણુનો દસમો કલ્કી અવતાર છું.
કોરોનાકાળમાં મેં વર્ક ફ્રોમ હોમ કર્યું છે
રમેશચંદ્રએ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, સરદાર સરોવર નર્મદા નિગમ પનર્વસવાટ એજન્સીમાં મારી પ્રતિ નિયુક્તિ દરમિયાન મારો એક વર્ષનો આશરે રૂપિયા 16 લાખ પગાર લેવાનો બાકી છે. આ એક વર્ષ દરમિયાન મેં વર્ક ફ્રોમ હોમ કર્યુ હતું. કોરોનાકાળમાં કામ કરતા લોકોને સરકારે પગાર ચૂકવ્યો છે. તો આ રીતે મારો પગાર પણ ચૂકવવામાં આવે.
સતયુગમાં મારી જ સત્તા પૃથ્વીલોકમાં ચાલે
વધુમાં જણાવ્યું હતું કે, હું કલ્કી અવતાર જ છું અને મારી તપશ્ચર્યાને હિસાબે જ છેલ્લા 20 વર્ષથી સતત સારા વરસાદ ભારતમાં થયા છે. એક પણ વર્ષમાં સમગ્ર દેશમાં દુષ્કાળ પડ્યો નથી. જેના લીધે હિન્દુસ્તાનને 20 લાખ કરોડનો ફાયદો થયો છે. તેમ છતાં મને સતત રાક્ષસો સરકારમાં બેસી અન્યાય કરે છે. આથી આ વર્ષે હું સમગ્ર વિશ્વમાં વરસાદ અને બરફ વરસાદનો ભયંકર દુષ્કાળ પાડવાનો છું. કારણ કે, હું જ કલ્કી અવતાર ભગવાન વિષ્ણુનો દસમો અવતાર છું. અને સતયુગમાં મારી જ સત્તા પૃથ્વીલોકમાં ચાલે....
પોતાને કલ્કી અવતાર માનનાર રમેશચંદ્ર રાજકોટમાં રહે છે.
ફરજ દરમિયાન છ વખત VRS માટે અરજી કરી
સરદાર સરોવર પુન:વસવાટ એજન્સી વડોદરામાં અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવી ચૂકેલા રમેશચંદ્ર ફેફર ત્રણ વર્ષ પહેલા 8 મહિનામાં માત્ર 16 દિવસ જ ફરજ પર હાજર રહ્યા હતા. આથી તેમને અપાયેલી કારણદર્શક નોટિસમાં તેમણે પોતાની જાતને વિષ્ણુ ભગવાનનો દસમો અવતાર કલ્કી ગણાવ્યો હતો. એટલું જ નહીં તેમણે બફાટ કરતા નરેન્દ્ર મોદીને દુર્યોધનનો અવતાર ગણાવ્યો હતો. ફરજ દરમિયાન છ વખત VRS માટે અરજી કરનાર રમેશચંદ્ર ફેફરની અરજી નિગમે સ્વીકારી નોતી. આ સમય દરિયાન 22 સપ્ટેમ્બર 2017થી તેઓ ગેરહાજર રહેવા લાગ્યા હતા. તેની સામે નિગમે 15 મે, 2018ના રોજ તેમને નોટિસ ફટકારી હતી.
2017માં રમેશચંદ્ર વિવાદમાં આવ્યા હતા
આ નોટિસના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, હું ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કી અવતાર છું. તુરીયાતીત (માયાની પેલે પાર બ્રહ્મ સાથે એક થઇ જવાની અવસ્થા) અવસ્થામાં રહીને સાધના કરીને વૈશ્વિક ચેતનામાં પરિવર્તનનું કાર્ય કરું છું. આ કાર્ય હું ઓફિસમાં બેસીને કરી શકું નહીં, આથી ઓફિસમાં ભૌતિક રીતે હાજર રહેતો નથી તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. રમેશચંદ્ર ફેફરે વડોદરા ખાતેના તેના પોસ્ટિંગ પર તા.22 સપ્ટેમ્બર 2017ના હાજર થયા બાદ માત્ર 16 દિવસ જ નોકરી કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Vadodara , Gujarat , India , Ramesh Chandra , Agency Vadodara Superintendent Engineer , Sardar Lake Narmada Corporation , Ramesh Chandra Sardar Lake , God Vishnu , Avatar , Rajkot Kalavad Road , Avatar God Vishnu , Ramesh Chandra Rajkot , Sardar Lake , Vishnu God , Duryodhana Avatar , வதோதரா , குஜராத் , இந்தியா , ரமேஷ் சந்திரா , இறைவன் விஷ்ணு , அவதாரம் ,

© 2025 Vimarsana