70% In Vadodara, 46% In Surat, 58% In Rajkot, 53% In Ahmedabad First Dose; 37% Of 18+ Got First, 10% Got Both Doses કોરોના કવચ તરફ મોટાં શહેર:વડોદરામાં 70%, સુરતમાં 46%, રાજકોટમાં 58%, અમદાવાદમાં 53%ને પ્રથમ ડોઝ; 18+ના 37%ને પહેલો, 10%ને બંને ડોઝ મળ્યા અમદાવાદ5 કલાક પહેલા કૉપી લિંક ફાઇલ તસવીર સગીર સિવાયની 4.93 કરોડની વસતીમાંથી 2.35 કરોડને રસી સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને રાજ્યમાં સતત ત્રીજા દિવસે 4 લાખથી વધુ રસીકરણ, 5 દિવસમાં 19 લાખને વેક્સિન આ જ રીતે ઝડપથી રસી અપાય તો જુલાઈ અંત સુધીમાં 50% વસતી વેક્સિનેટ થઈ જશે પોરબંદરમાં સૌથી વધુ 17%, વડોદરા અને અરવલ્લીમાં 15%ને બંને ડોઝ મળી ચૂક્યા છે. અમદાવાદમાં 11%ને મળ્યા સતત ત્રીજા દિવસે રાજ્યમાં 4 લાખથી વધુ રસીકરણ થયું, આ અગાઉ 3થી 9 એપ્રિલ દરમિયાન સૌથી વધુ 21.57 લાખ રસીકરણ ગુજરાતનાં મોટાં શહેરો વેક્સિન લેવામાં આગળ વધી રહ્યાં છે. વડોદરા શહેરમાં સૌથી વધુ 70 ટકા, રાજકોટમાં 58 ટકા, અમદાવાદમાં 53 ટકા અને સુરતમાં 46 ટકાને પ્રથમ ડોઝ મળી ચૂક્યો છે. બુધવારે 4.48 લાખ લોકોને રસી અપાઈ. છેલ્લા 5 દિવસમાં 19 લાખને રસી મળી ચૂકી છે. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણ 2.35 કરોડ પર પહોંચી ગયું છે. 1.84 કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો છે જ્યારે 50 લાખ લોકોને બીજો ડોઝ અપાઇ ગયો છે. 18 વર્ષથી ઉપરના અંદાજે 4.93 કરોડ લોકોમાંથી 37 ટકાને પહેલો અને 10 ટકાને બન્ને ડોઝ અપાયા છે. પ્રોજેક્શન રિપોર્ટ મુજબ, રાજ્યમાં 18થી 45 વર્ષની વયના અંદાજે 3.09 કરોડ લોકો જ્યારે 45 વર્ષની ઉપરના અંદાજે 1.83 કરોડ લોકો છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે 4 લાખથી વધુ રસીકરણ થયું હતું. 18થી 45માં 12% રસીકરણ, 45થી ઉપરમાં 28% વયજૂથ