વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8મી વખત લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું હતું. મોદીએ પોતાના દોઢ કલાકના ભાષણમાં ઓલિમ્પિકથી લઈને એર સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મેડલ વિજેતાઓના માનમાં તાળી પણ પાડી હતી અને દેશ પાસે પણ પડાવડાવી. ખેલાડીઓ, ખેડૂતો, યુવાનો, મહિલાઓ, ઉદ્યોગસાહસિકો, વૈજ્ઞાનિકો, ડોકટરો, ફ્રન્ટ લાઇન વર્કર્સ બધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાઇડ્રોજન મિશન અને ગતિ શક્તિ યોજનાની જાહેરાત કરી હતી. | 75th Independence Day | Prime Minister Narendra Modi; Modi Independence Day Speech