Share આજકાલ રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે હવે સગીરાઓ પર દુષ્કર્મ થવાના કેસો પણ વધી રહ્યા છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક 16 વર્ષીય સગીરા સાથે બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે ચાંદખેડામાં રહેતી 16 વર્ષીય સગીરાને ત્રણ શખ્સો ફોર વ્હીલરમાં બેસાડીને અડાલજ લઇ ગયા હતા. ત્યાં એક ગેસ્ટહાઉસમાં ત્રણ પૈકી બે આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. બાદમાં સગીરાને પરત આરોપીઓ ચાંદખેડા ખાતે ઉતારી જઇને ધમકી આપી કે, જો કોઇને કહીશ તો તને જાનથી મારી નાંખીશુ. જેથી સગીરા ગભરાઇ જઇને ઘરે પહોંચી હતી. જ્યા પરિવારજનોએ સગીરાને ક્યાં ગઇ હતી તે અંગે પૂછતા સગીરાએ જણાવ્યુ કે, બે લોકોએ મારી સાથે દુષ્કર્મ આચર્યુ છે. આ અંગે સગીરાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બે આરોપી વિરૂદ્ધ દુષ્કર્મ અને એક સામે મદદગારી કરવાનો ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતામાં 40 વર્ષીય આધેડ તેના પરિવાર સાથે રહે છે. આધેડને સંતાનમાં 18 વર્ષનો પુત્ર અને 16 વર્ષની સગીરા છે. ગત, 10 જૂલાઇને શુક્રવારે બપોરના 3 વાગ્યાની આસપાસ સગીરાને તેના પરિચિત ત્રણ શખ્સો પૈકી એક યુવકે ગ્લોબલ હાઇસ્કૂલ પાસે મળવા બોલાવી હતી. જો કે, સગીરાએ મળવાની ના પાડતાં આરોપીએ બિભત્સ ગાળો બોલીને ધમકી આપીને ત્યાં બોલાવી હતી. બાદમાં એક ફોર વ્હીલરમાં ૩ આરોપીઓ સગીરાને બેસાડીને અદાલજ ખાતે એક ગેસ્ટ હાઉસમાં લઇ ગયા હતા. જ્યાં ત્રણ પૈકી બે આરોપીઓએ વાર ફરતી સગીરા સાથે બે કલાક સુધી દુષ્કર્મ આચર્યુ હતુ. ત્રણેય આરોપીઓએ દુષ્કર્મ આચરયા બાદ સગીરાને ધમકી આપી કે, જો તુ કોઇને કંઇપણ કહીશ તો જાનથી મારી નાંખીશુ. રાતના 8.30 વાગ્યાની આસપાસ આરોપીઓ ચાંદખેડા ખાતે સગીરાને ઉતારી જતા રહ્યા હતા. બાદમાં સગીરા ત્રણેય આરોપીઓની ધમકીથી ગભરાઇ જઇને ઘરે પહોંચી હતી. જ્યાં સગીરાના પરિવારજનોએ ચાર કલાકથી તું ક્યાં હતી તેવી પૂછપરછ કરી હતી. જેથી સગીરા રડતા રડતા તેની સાથે થયેલ દુષ્કર્મની જાણ પરિવારજનોને કરી હતી. આ અંગે સગીરાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Photo Gallery