Ankita Lokhande Remember Sushant Singh Rajput સુશાંતની ફર્સ્ટ ડેથ એનિવર્સરી:અંકિતા લોખંડેએ ઘરમાં હવન કર્યો, SSRની યાદમાં કેન્ડલ તથા દીવો પ્રગટાવ્યો મુંબઈ14 કલાક પહેલા કૉપી લિંક અંકિતાએ સુશાંતની ડેથ એનિવર્સરીના એક દિવસ પહેલાં જ પ્રેમી સાથેની તસવીર શૅર કરી દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આજે એટલે કે 14 જૂનના રોજ પહેલી ડેથ એનિવર્સરી છે. ચાહકો, ફેમિલી મેમ્બર્સ તથા અનેક સેલેબ્સ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને એક્ટરને યાદ કર્યો હતો. આ દરમિયાન સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતાએ ઘરમાં હવન કર્યો હતો. સો.મીડિયામાં અંકિતાએ હવનની એક વીડિયો શૅર કર્યો હતો. અંકિતાએ વીડિયો શૅર કર્યો હતો અને તેમાં તે પોતાના ઘરમાં હવન કરતી જોવા મળે છે. તેણે સુશાંતની યાદમાં કેન્ડલ તથા દીવો પણ પ્રગટાવ્યો હતો. એક્ટ્રેસે થોડાં સમય માટે સો.મીડિયામાંથી બ્રેક લીધો હતો. જોકે, સુશાંતની ડેથ એનિવર્સરીના એક દિવસ બાદ તે બીજીવાર એક્ટિવ થઈ છે. તેણે પ્રેમી સાથેની તસવીર શૅર કરી હતી. અંકિતા પ્રેમી વિકી જૈન સાથે 2016માં સુશાંત-અંકિતાનું બ્રેકઅપ સુશાંત તથા અંકિતાના સંબંધો 'પવિત્ર રિશ્તા'ના સંબંધો પર બંધાયા હતા. છ વર્ષ સુધી બંને લિવ ઈનમાં રહ્યા હતા અને 2016માં બંનેનું બ્રેકઅપ થયું હતું. કહેવાય છે કે ફિલ્મ 'રાબ્તા'ના સેટ પર ક્રિતિ સેનન અને સુશાંત વચ્ચેની નિકટતાને કારણે બ્રેકઅપ થયું હતું. ગયા વર્ષે અવસાન થયું હતું સુશાંતના આકસ્મિક મોત બાદથી અંકિતા પૂર્વ પ્રેમી અંગે ખુલ્લા મનથી વાત કરે છે. તેણે સુશાંતના પરિવારનું સમર્થન કરીને ન્યાયની માગણી કરી હતી. સુશાંત 14 જૂન, 2020ના રોજ પોતાના ઘરમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. હાલમાં આ કેસની તપાસ CBI તથા NCBની ટીમ કરી રહી છે. ગયા મહિને NCBએ સુશાંતના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ કરી હતી. સુશાંતના મોત પછી ડ્રગ્સ એંગલ સામે આવ્યો છે. અન્ય સમાચારો પણ છે...