Commencement of offline education in Std-9 to 11 school in S

Commencement of offline education in Std-9 to 11 school in Surat, students reached the school with the consent of parents | સુરતમાં ધોરણ-9થી 11ની સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ, વાલીઓની સહમતીથી સ્ટુડન્ટસ શાળાએ પહોંચ્યાં


ગાઈડ લાઈનના પાલન સાથે શાળાઓ શરૂ કરવામાં આવી
કોરોના કાળના લાંબા વેકેશન બાદ આજથી ઓફલાઈન શિક્ષણ ફરી શરૂ થયું છે. વાલીઓની સહમતી સાથે 50 ટકા હાજરી સાથે શાળાઓ શરૂ થઈ છે. જેથી શાળાઓમાં વિદ્યાર્થીઓની ગુંજ ફરી સંભળાઈ છે. જોકે, ફરી કોરોના ફેલાય નહીં તે માટે સ્કૂલોએ વિદ્યાર્થીઓને કડક ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. કેટલીક સ્કૂલોએ રિસેસ આપવાની પણ ના પાડી છે. ડીઇઓએ પણ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અને આસિ. ઇન્સ્પેક્ટરોને સ્કૂલોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવા આદેશ કર્યો છે.
ફરજીયાત માસ્ક સાથેની એસઓપી સાથે શિક્ષણ કાર્ય ઓફલાઈન શરૂ થયું છે.
ફરજીયાત માસ્ક
ડીઇઓ રાજ્યગુરૂએ કહ્યુ હતું કે, આ વખતે ગાઇડ લાઇનમાં ફેસ માસ્ક પહેરવાનું કહેવાયું છે. ગાઇડ લાઇનનું પાલન નહીં કરનારી સ્કૂલો સામે કડક કાર્યવાહી કરાશે. વાલીઓ કોઈ પણ ફરિયાદ હોય તો અમને જણાવી શકશે. વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા સ્કૂલોમાં રંગોળી, ફુલોથી સુશોભન કરાયા હતાં. શહેરની સાથે જિલ્લામાં ધોરણ-9થી 11ની 700 સેલ્ફ ફાયનાન્સ, 196 ગ્રાન્ટેડ અને 23 સરકારી મળી કુલ 919 સ્કૂલ કાર્યરત છે. જેમાં 2 લાખ વિદ્યાર્થી છે.
કેટલીક સ્કૂલોએ રિસેસ આપવાની પણ ના પાડી છે
વિદ્યાર્થીઓના સ્વાગત કરાયાં
ઘણા લાંબા સમય બાદ શાળામાં આવેલા વિદ્યાર્થીઓના સ્વાગત ફૂલ આપીને કરાયા હતાં. સાથે જ અમૂક સ્કૂલમાં ઢોલ નગારાનાં નાદ સાથે વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીઓએ શાળાએ પહોંચીને ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે, કલાસમેટને ઓનલાઈન કરતાં ઓફલાઈન મળવાની અને શિક્ષણ મેળવવાની મજા જ કંઈક અલગ હોય છે.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Surat , Gujarat , India , , Students School Reach , Surat School , Education Inspector , சூரத் , குஜராத் , இந்தியா , கல்வி இன்ஸ்பெக்டர் ,

© 2025 Vimarsana