CR Patil announces list of works to be completed in 1 year |

CR Patil announces list of works to be completed in 1 year | કોરોના અને તાઉતેમાં કામગીરીનો જશ ખાટવા CR પાટીલે 1 વર્ષ પૂરું થતા પોતાના કામોની યાદી જાહેર કરી


CR Patil Announces List Of Works To Be Completed In 1 Year
CM બાદ હવે ‘સુપર CM’ મેદાનમાં:કોરોના અને તાઉતેમાં કામગીરીનો જશ ખાટવા CR પાટીલે 1 વર્ષ પૂરું થતા પોતાના કામોની યાદી જાહેર કરી
ગાંધીનગર7 કલાક પહેલા
કૉપી લિંક
CR પાટીલ - ફાઇલ તસવીર
પક્ષના અધ્યક્ષ બન્યાને 1 વર્ષ પૂરું થતાં પાટીલે પોતાનાં 8 કામોની યાદી જાહેર કરી
ચૂંટણીમાં મ‌ળેલી સફળતા અને જળસંચયને પણ પાટીલે પોતાનાં મહત્ત્વનાં કામોમાં ગણાવ્યાં
છેલ્લાં સમયગાળા દરમિયાન ગુજરાતમાં કોરોના, તાઉતે વાવાઝોડું, ચૂંટણીઓ કે જળસંચયને લગતી થયેલી કામગીરીનો બધો જશ ગુજરાત ભાજપે તેમના અધ્યક્ષ સી આર પાટીલને આપ્યો છે. સી આર પાટીલને ભાજપના અધ્યક્ષ બન્યાને આજે બીજું વર્ષ શરૂં થયું. 20 જૂલાઇ 2020ના રોજ તેમને ગુજરાત ભાજપના પ્રમુખ બનાવાયા. ભાજપ પક્ષના જણાવ્યા અનુસાર એક વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન ભાજપે ગુજરાતની તમામ ચૂંટણીઓમાં ભવ્યાતિભવ્ય વિજય મેળવ્યો, કોરોના અને તાઉતે વાવાઝોડામાં સફળ કામગીરી થઇ અને જળસંચયમાં સફળતા મળી.
8 મહત્વના મુદ્દે કામગીરી જાહેર કરી
ગુજરાત ભાજપે આ યાદીને ‘પાટીલ સાહેબના આવ્યાં પછી થયેલાં મહત્ત્વના કાર્યોની યાદી’ તરીકે પ્રસિદ્ધ કરી છે. હવે આ બધુ જો પાટીલના આવ્યા પછી થયું તો મુખ્યમંત્રી રૂપાણીએ શું કર્યું તેવો સીધોસાદો પ્રશ્ન સામાન્ય બુદ્ધિ ધરાવતાં દરેકને થાય. પક્ષ તરફથી રજૂ કરાયેલી આ યાદીમાં પાટીલે એક વર્ષની અંદર આઠ મહત્ત્વના મુદ્દા પર સારામાં સારી કામગીરી કરી તેવું જણાવાયું છે.
રેમડેસિવિર મામલે હાઇકોર્ટને જવાબ આપવાનો બાકી
સૂરતમાં 5000 રેમડેસિવીર અનામત રાખીને દરેકને ભાજપ કાર્યાલય પરથી વહેલાં તે પહેલાંના ધોરણે એક ઇન્જેક્શન આપવાની જાહેરાત કરનારા પાટીલ હજુ હાઇકોર્ટને જવાબ રજૂ કરી શક્યા નથી કે આ ઇંજેક્શન તેઓએ ખરેખર કેવી રીતે મળવ્યાં. આ આઠ કાર્યોમાં ભાજપે કહ્યું કે પાટીલે પેજ સમિતિ દ્વારા રાજ્યભરના કાર્યકર્તાઓને જોડ્યાં, વિધાનસભાની પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્યાતિભવ્ય સફળતા મેળવી, કોરોનાની મહામારી અને તાઉતે વાવાઝોડાં દરમિયાન સંગઠને સફળ કામગીરી કરી, સરપંચ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કાર્યક્રમો કર્યા અને જળસંચયની કામગીરી કરી હતી.
મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા સેક્ટર-21 ખાતે બનેલા ‘મહારાષ્ટ્ર ભવન’નું ઉદ્ઘાટન
પાટીલ-પટેલે અલગ-અલગ રિબિન કાપી
મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા સેક્ટર-21 ખાતે બનેલા ‘મહારાષ્ટ્ર ભવન’નું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે મંગળવાર મહત્વની વાત એ છે કે આ એક ભવનનું બે વખત ઉદ્દઘાટન થયું હતું. ગત મંગળવારે સવારે શરૂ થયેલા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પહોંચ્યા હતા જેઓએ સવારે 11:32 કલાકે ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર રીબીન કાપી હતી. થોડી હાજરી આપીને પાટીલ જતાં રહ્યાં હતા જે બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આવ્યા હતા. જેઓએ ભવના ફસ્ટ ફ્લોર પર સવારે 11:43 મિનિટે રિબીન કાપી હતી. એક ભવનનું બે વખત ઉદ્દઘાટન થતાં લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

, Assembly Sub , Patil File Image , Gujarat Corona , Funds Patil , குஜராத் கொரோனா ,

© 2025 Vimarsana