Share આજકાલની લાઇફસ્ટાઇલને લઇને મહિલાઓ સુંદરતાને લઇને કેટલીક સમસ્યાઓ થતી હોય છે. જેમાથી એક છે આંખની નીચેના ડાર્ક સર્કલ. કલાકો કમ્પ્યૂટરની સામે આંખ રાખીને કામ કરતા રહેવું, મોડી રાત સુધી જાગવું, જેના કારણે તમારી આંખના નીચે કાળા કુંડાળાના રૂપમાં ઉભરીને સામે આવે છે. સફેદ વાળ કે ચહેરાની કરચલીઓથી ઘણું વધારે આંખ નીચેના કાળા કુંડાળા તમારી વધતી ઉંમરનો પરિચય આપે છે. જો તમે કાળા કુંડાળાથી પરેશાન છો, તો તમે ઘરે બેઠા આ કાળા કુંડાળાથી છુટકારો મેળવી શકો છો. કાકડી કે બટાકાનો રસ આંખના કાળા કુંડાળાની આજુબાજુ કાકડી કે બટાકાનો રસ પણ લગાવીને ઘણી હદ સુધી કાળા કુંડાળાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. ટી બેગ ફ્રીઝમાં અડધો કલાક રાખવામાં આવેલા બે બ્લેક કે ગ્રીન ટી બેગનો ઉપયોગ કરો. તેને બંને આંખ પર રાખો અને ૧૦-૧૫ મિનિટ સુધી રહેવા દો. તેના પછી તેને દૂર કરો અને તમારું મોંઢુ ધોઈ લો આ પ્રક્રિયાને કેટલાક અઠવાડિયા સુધી બે વખત કરો. ઠંડક ઠંડા પાણી કે દૂધમાં ભીનું કરેલું સાફ્ કપડું લો અને થોડી મિનિટો માટે તેને પોતાની પાંપળોની પાસે રાખો. મુલાયમ કપડાંમાં બરફ્નો ટુકડો લો અને કેટલીક મિનિટો સુધી તેને પોતાની આંખ પાસે રાખો. ફૂદીનો ફૂદીનાના પત્તાને હાથથી પીસી લો, ફૂદીનાના પત્તામાં લીંબુનો રસ મેળવો. તેને ૧૫ થી ૨૦ મિનિટ માટે લગાવો. તેના પછી ધોઈ લો, તેને દરરોજ બે ટાઈમ કરો. મલાઈ બે ચમચી મલાઇ અને એક અડધી ચમચી હળદર મેળવો, તેને કાળા કુંડાળા પર લગાવો. તેને ૧૫ થી ૨૦ મિનિટ માટે રહેવા દો, પછીથી તેને હુંફળા પાણીથી ધોઈ લો. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Photo Gallery