Doddham, Wildlife personnel rescued and left in the forest a

Doddham, Wildlife personnel rescued and left in the forest area after a poisonous cobra entered Terminal T-2. | ટર્મિનલ ટી-2માં કર્મીએ એસીના બોક્સ ઉપર ઝેરી કોબ્રા જોતા દોડધામ મચી, વાઇલ્ડ લાઇફ કર્મચારીએ રેસ્ક્યૂ કરી જંગલ વિસ્તારમાં છોડ્યો


Doddham, Wildlife Personnel Rescued And Left In The Forest Area After A Poisonous Cobra Entered Terminal T 2.
અમદાવાદ એરપોર્ટમાં કોબ્રા ઘૂસ્યો:ટર્મિનલ ટી-2માં કર્મીએ એસીના બોક્સ ઉપર ઝેરી કોબ્રા જોતા દોડધામ મચી, વાઇલ્ડ લાઇફ કર્મચારીએ રેસ્ક્યૂ કરી જંગલ વિસ્તારમાં છોડ્યો
અમદાવાદ7 કલાક પહેલા
કૉપી લિંક
એસી પર ઝેરી ક્રોબા ઘૂસી ગયો હતો
અમદાવાદ એરપોર્ટ પર ગાય, વાંદરા કૂતરાં સહિત અન્ય પ્રાણીઓ ઘૂસી જતા હોવાની ઘટના બનતી હોય છે, પણ હવે એરપોર્ટના ઇન્ટરનેશનલ ટર્મિનલ ટી-2માં ઝેરી કોબ્રા ઘૂસી ગયો હતો. ટર્મિનલમાં કોબ્રા ઘૂસી ગયો હોવાની જાણ થતા એરપોર્ટ પર ચકચાર મચી ગઈ હતી. બીજી બાજુ ટર્મિનલમાં કોબ્રા ઘૂસી આવ્યો હોવાની જાણ થતા વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશનના સભ્યોએ કોબ્રાનું સફળ રેસ્ક્યુ કરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશનના કર્મચારીએ સાપનું રેસ્ક્યુ કર્યું.
મળતી માહિતી મુજબ શનિવારે ઇન્ટરનેશનલ ટર્મિનલ ટી-2માં દીવાલ પર લગાવેલા એસીના બોક્સ ઉપર કોબ્રા બેઠો હોવાનું કોઈ કર્મચારીના ધ્યાને આવ્યું હતું, જેથી તેણે તત્કાલ ત્યાં હાજર અન્ય કર્મચારીઓનું ધ્યાન દોરતા અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે કોબ્રાને રેસ્ક્યુ કરવા વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશનના કર્મચારીઓનો સંપર્ક કર્યો હતો, જેના પગલે ફાઉન્ડેશનના કર્મચારીઓ ગણતરીની મિનિટોમાં ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે ત્યાં હાજર અન્ય લોકોને બહાર કાઢી કોબ્રાને રેસ્ક્યુ કરવાની કામગીરી કરી હતી. કોબ્રાને રેસ્ક્યુ કર્યા બાદ વન વિભાગના અધિકારીઓ સાથે મળી તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. બીજી બાજુ આ કોબ્રા ક્યાંથી આવ્યો તે અંગે પણ ત્યાં હાજર કર્મચારીઓ વચ્ચે ચર્ચાનો વિષય રહ્યો હતો.
પેસેન્જર મૂવમેન્ટ ન હોવાથી કોઈ દુર્ઘટના બની નથી: અધિકારી
ઇન્ટરનેશનલ ટર્મિનલ ટી-2માંથી કોબ્રા મળ્યો છે ત્યાં દિવસ દરમિયાન ફ્લાઇટ મૂવમેન્ટ નહીંવત હોય છે. આ સાથે જ ટર્મિનલના જે ભાગમાંથી કોબ્રા મળ્યો છે ત્યાં કોઈ પણ પ્રકારની પેસેન્જર મૂવમેન્ટ હોતી નથી, જેના કારણે કોઈ દુર્ઘટના થઈ નથી તેમ જણાવતાં એરપોર્ટના એક અધિકારીએ વધુમાં કહ્યું હતું કે, એરપોર્ટ પર 24 કલાક વાઇલ્ડ લાઇફના કર્મચારીઓ તહેનાત હોય છે. આથી કોબ્રાની જાણ થતા તત્કાલ તેને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું.
અગાઉ ઓપરેશનલ એરિયામાં ગાય, વાંદરાં ઘૂસી ગયાં હતાં
અમદાવાદ એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં અગાઉ ગાય, વાંદરા ઘૂસી ગયા હોવાની ઘટના પણ નોંધાઈ છે, જે બર્ડહિટની ઘટના કરતાં પણ વધુ ભયજનક છે. એપ્રિલ 2017થી માર્ચ 2020 દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર બર્ડહિટની 59 ઘટના નોંધાઈ હતી. 2017-18માં ગાય અને 2019-20માં વાંદરો એરપોર્ટના ઓપરેશનલ એરિયા સુધી પહોંચી ગયા હતા. રનવે સુધી પણ ઘણી વાર વાંદરા, કૂતરાં પહોંચી ગયાની ઘટના નોંધાઈ છે.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Ahmedabad , Gujarat , India , , Forest Department , Wild Life Foundation Members , International Terminal , Wildlife Foundation , Airport International Terminal Toxic , Terminal Box , Wildlife , Ahmedabad Airport , அஹமதாபாத் , குஜராத் , இந்தியா , காடு துறை , சர்வதேச முனையத்தில் , வனவிலங்கு அடித்தளம் , முனையத்தில் பெட்டி , வனவிலங்கு , அஹமதாபாத் விமான ,

© 2025 Vimarsana