Share આગામી તા. 20મીના મંગળવારે શહેરમાં દેવશયની એકાદશીની ઉજવણી કરાશે. હરિશયમી એકાદશી તરીકે પણ ઓળખાતી આ અગિયારના દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થવાની સાથે લૌકીક અને શુભ કાર્યો ઉપર બ્રેક વાગશે. ત્યાર બાદ દેવઉઠી અગિયારથી ફરી શુભ કાર્યોની ઉજવણીનો પ્રારંભ થશે. શાસ્ત્રોમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર દેવશયની એકાદશીનું વ્રત કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે તેથી મોક્ષની કામના રાખતા મનુષ્યોએ આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. ચાતુર્માસ વ્રત પણ આ એકાદશીના વ્રતથી શરુ કરવામાં આવે છે. મહામારીનો માહોલને પગલે સાવચેતીરૂપે સુપ્રસિધ્ધ વિઠ્ઠલનાથજી મંદિરમાંથી અષાઢ સુદ એકાદશી(દેવપોઢી એકાદશી)એ ભગવાનનો વરઘોડો આ વર્ષે નહી નિકળે. જો કે ધાર્મિક-શાસ્ત્રોક્ત પરંપરા નિભાવવા માટે મંદિરના પ્રાંગણમાં વરઘોડો ફેરવવામાં આવશે. શાસ્ત્રોમાં કરાયેલાં ઉલ્લેખ અનુસાર અષાઢ માસના શુકલ પક્ષમાં આવતી એકાદશીનું નામ દેવશયની અથવા દેવપોઢી એકાદશી છે. આ એકાદશી પુૂણ્યમયી, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, બધા પાપોને હરનારી તથા ઉત્તમ વ્રત છે. અષાઢ શુકલ પક્ષમાં દેવપોઢી એકાદશીના દિવસે જેમણે કમળના પુષ્પથી શ્રી વિષ્ણું ભગવાનનું પુજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે, એમણે ત્રણેય લોકો અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કર્યા સમાન છે. દેવ પોઢી એકાદશીના દિવસે મારું એક સ્વરુપ રાજા બલીને ત્યા રહે છે. અને બીજું ક્ષીર-સાગરમાં શેષનાગની શૈય્યા પર ત્યાં સુધી શયન કરે છે કે જયાં સુધી આગામી કારતક માસની એકાદશી ન આવે. આથી અષાઢ શુકલા એકાદશીથી માંડીને કારતક શુકલા એકાદશી સુધી મનુષ્યે. વિશેષ રુપે ધર્મનું આચરણ કરવું જોઇએ. જે મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આથી પ્રયત્ન પૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઇએ. એકાદશીની રાત્રે જાગરણ કરીને શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઇએ. એમ કરનારા પુરુષના પૂણ્યની ગણના કરવામાં બ્રહ્માજી પણ અસમર્થ છે. જે લોકો વિધિપૂર્વક આ વ્રત કરે છે એ જાતિનો ચંડાળ હોય તો પણ સંસારમાં સદાય મારું પ્રિય કરનારો છે. જે મનુષ્ય દીપદાન, ખાખરાના પાન પર ભોજન, તથા વ્રત કરતાં ચોમાસુ વ્યતિત કરે છે, તેઓ મારા પ્રિય છે. એ માસમાં ભગવાન વિષ્ણું યોગ નિદ્રામાં શયન કરે છે, આથી મનુષ્યે ભૂમિ પર શયન કરવું જોઇએ. શ્રાવણમાં શાક અને દૂધ ભાદરવામાં દહીં અને કારતકમાં દાળનો ત્યાગ કરી દેવો જોઇએ. અથવા એ માસમાં જે બ્રહ્મચર્યનું પાલન કરે છે એ પરમગતિને પ્રાપ્ત થાય છે. શુકલ પક્ષની તમામ એકાદશીનું વ્રત લાભદાયી એકાદશીના વ્રતથી મનુષ્ય બધાજ પાપોથી મુકત થઇ જાય છે. આથી સદા એનું વ્રત કરવું જોઇએ. દેવપોઢી અને (કાર્તિક શુકલા) દેવ ઊઠીની વચ્ચે જે કૃષ્ણ પક્ષની એકાદશી હોય છે, ગૃહસ્થ માટે એજ વ્રત રાખવા માટે યોગ્ય છે. બીજા મહિનાઓની કૃષ્ણપક્ષની એકાદશી ગૃહસ્થી માટે વ્રત રાખવા યોગ્ય નથી હોતી શુકલ પક્ષની બધી એકાદશીનું વ્રત કરવું જોઇએ. ભગવાન વિષ્ણુનુ ધૂપ, દીપ, નૈવેધ આદિથી પૂજન કરવું જયારે સૂર્યનારાયણ કર્ક રાશીમાં હોય ત્યારે વિષ્ણુ ભગવાનને શયન કરાવવું જોઈએ .અને સુર્ય નારાયણ તુલા રાશીમાં આવે ત્યારે ભગવાનને જગાવવા જોઈઅ. અધિક માસ આવે તો પણ વિધિ પ્રકાર આ પ્રમાણે જ રહે છે. આ વિધિથી અન્ય દેવતાઓને શયન ન કરાવવું જોઈએ. અષાઢ માસના શુકલ પક્ષની એકાદશીનું વિધિ પૂર્વક વ્રત કરવું જોઈએ. સૌ પ્રથમ વિષ્ણુ ભગવાનની પ્રતિમાને સ્નાન કરાવવું જોઈએ. પછી સફેદ વસ્ત્ર્રો ધારણ કરાવી તકીયાદાર શય્યા પર શયન કરાવવું જોઈએ. એમનું ધૂપ ,દીપ, નૈવેધ આદિથી પૂજન કરવું જોઈએ .ભગવાનનું પૂજન શાસ્ત્ર્ર જ્ઞાતા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરાવવું જોઈએ. ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી પાતાળ લોકમાં નિવાસ કરે છે હે ભગવાન મેં તમને શયન કરાવ્યું છે તમારા શયનથી આખું વિશ્વ સુઈ જાય છે. આ રીતે ભગવાન સામે હાથ જોડી વિનંતી કરવી જોઈએ કે હે ભગવાન! તમે જ્યાં સુધી શયન કરો ત્યાં સુધી મારા આ ચાતુર્માસના વ્રતને નિર્વિઘ્ન રાખો. આ પ્રકારે સ્તુતિ કરી શુદ્ધ ભાવથી માનવોએ દાતણ આદિના નિયમ લેવા જોઈએ. વિષ્ણુ ભગવાનનું વ્રત શરુ કરવાનું પાંચ કાળ વર્ણન કર્યું છે. દેવ શયની એકાદશી લઇને દેવોત્થાપન એકાદશી સુધી ચાતુર્માસનુ વ્રત કરવું જોઈએ. દ્વાદશી પૂનમ, અષ્ટમી કે સક્રાંતિના દિવસે વ્રતનો પ્રારંભ કરવો જોઈએ અને કારતક માસના શુકલ પક્ષની દ્વાદશીએ સમાપ્ત કરી દેવું જોઈએ .આ વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. જે મનુષ્ય આ વ્રતને પ્રતિ વર્ષ કરે છે, તે સૂર્યના સમાન દેદીપ્યમાન થાય છે અને દીપ્તિમાન વિમાનમાં બેસીને વિષ્ણુ લોકમાં જાય છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Related Articles July 19, 2021