FIR against Twitter MD in UP, Pocso in Delhi : vimarsana.com

FIR against Twitter MD in UP, Pocso in Delhi


Share
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પોતાની વેબસાઇટ પર અલગ દેશના રૂપમાં દેખાડનારા નકશાને લઇને ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં પોલીસે ટ્વિટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરીની વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે. બજરંગદળના નેતા પ્રવીણ ભાટી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે દેશદ્રોહનું આ કૃત્ય જાણીજોઇને કરવામાં આવ્યું છે. એફઆઇઆરમાં આરોપી તરીકે મનીષ મહેશ્વરી ઉપરાંત ટ્વિટર ઇન્ડિયાની ન્યૂઝ પાર્ટનરશિપ હેડ અમૃતા ત્રિપાઠીનું નામ પણ દાખલ કરવામાં આવ્યું છે.
પોલીસે આ ફરિયાદ IPC કલમ ૫૦૫-૨ અને આઇટી અધિનિયમ ૨૦૦૮ની કલમ ૭૪ હેઠળ નોંધી છે. દરમિયાન મંગળવારે ટ્વિટર સામે દિલ્હીમાં વધુ એક કેસ નોંધાયો હતો. બાળકો સાથે સંકળાયેલ અશ્લિલ કન્ટેન્ટને નહી હટાવવાના આરોપ સાથે હવે દિલ્હી પોલીસે પણ ટ્વિટર સામે પોક્સો અને આઇટી એેક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. દિલ્હી પોલીસે આ કેસ રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગની ફરિયાદના આધારે નોંધ્યો છે.
કાયદાનું પાલન કરવા કડક શબ્દોમાં સૂચના
દરમિયાન મંગળવારે ફેસબૂક અને ગૂગલના અધિકારીઓ સંસદીય સમિતિ સામે હાજર થયા હતાં. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંબંધી સંસદની આ સ્થાયિ સમિતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના દુરુપયોગના મુદ્દે આ કંરનીઓના અધિકારીઓને સમન પાઠવ્યા હતાં. મંગળવારની બેઠકમાં સમિતિએ આ બન્ને કંપનીઓને નવા આઈટી નિયમો તથા દેશના કાયદાનું પાલન કરવા કડક શબ્દોમાં સૂચના આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
June 19, 2021

Related Keywords

Jammu , Jammu And Kashmir , India , Uttar Pradesh , Delhi , Bhati , Facebooke Google , Twitter India News Partnership , Twitter India , Tuesday Twitter , Tuesday Facebook , ஜம்மு , ஜம்மு மற்றும் காஷ்மீர் , இந்தியா , உத்தர் பிரதேஷ் , டெல்ஹி , பாட்டி , ட்விட்டர் இந்தியா , செவ்வாய் ட்விட்டர் , செவ்வாய் முகநூல் ,

© 2025 Vimarsana