Google Meet પર હવે અનલિમિટેડ વીડિયો કોલ ફ્રી નહીં રહે Share
જો તમે નિયમિત રીતે Google Meet નો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમને નહીં ગમે. વાત એવી છે કે ગૂગલે પોતાની વીડિયો કોલિંગ એપ ય્ર્ર્ખ્તઙ્મી સ્ીીં પર ફ્રી એકાઉન્ટ માટે અનલિમિટેડ ગ્રૂપ વીડિયો કોલની ર્સિવસ બંધ કરી દીધી છે. યૂઝર્સને હવે ગ્રૂપ કોલિંગ માટે માત્ર એક કલાકનો સમય મળશે. યૂઝર્સને ગ્રૂપ વીડિયો કોલિંગ દરમિયાન ૫૫ મિનિટે એક નોટિફિકેશન મળશે કે હવે તેમની કોલમર્યાદા પૂરી થઈ રહી છે. વીડિયો કોલની સમયમર્યાદા વધારવા માટે યૂઝર્સ તેના ગૂગલ એકાઉન્ટને અપગ્રેડ કરી શકે છે. જોકે વન ઓન વન કોલની સુવિધા પર ૨૪ કલાક સુધી અને ત્રણ કે તેથી વધુ લોકો સાથે વીડિયો કોલ માટે ૬૦ મિનિટ સુધી ઉપલબ્ધ રહેશે. એ પછીના ઉપયોગ માટે યૂઝર્સ ઈચ્છે તો માસિક પ્લાન લઈ શકે છે, જેની કિંમત રૃ.૭૫૦ થવા જાય છે. ય્ર્ર્ખ્તઙ્મી સ્ીીં એપ્રિલ ૨૦૨૦માં લોન્ચ થયું હતું અને પછી તેને યૂઝર્સ માટે જી-મેલ એકાઉન્ટમાં ઈન્ટિગ્રેટ કરી દેવામાં આવ્યું હતું. લોન્ચ થયા બાદ તેમાં બ્લર બેકગ્રાઉન્ડ, નોઈઝ કેન્સલેશન, વધુ લોકોને વીડિયો કોલમાં જોડવાની ક્ષમતા જેવાં અનેક ફીચર્સની જાહેરાત કરવામાં આવી હતી. યૂઝર એક્સપીરિયન્સને વધારવા માટે સર્ચ જાયન્ટે તેના વર્તમાન ફીચર્સમાં સુધારા પણ કર્યા હતા. કોરોનાકાળમાં ય્ર્ર્ખ્તઙ્મી સ્ીીંનું ચલણ ખૂબ વધી ગયું હતું અને ઓનલાઈન મિટિંગ માટે લોકો તેનો જ ઉપયોગ કરતા હતા. ગૂગલે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે ગૂગલ એકાઉન્ટ ધરાવતી કોઈપણ વ્યક્તિ કોરોના રોગચાળાના આ સમયમાં કોઈપણ પ્રકારની સમયમર્યાદા વિના ૧૦૦ લોકો સાથે ફ્રી મિટિંગ કરી શકે છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Photo Gallery