Share ૧૯૦ કિલો નશીલી ચોકલેટ હાથ લાગી તે પહેલા ધૂમ વેચાણ થઇ ગયું કાનપુરથી ટ્રાન્સપોર્ટમાં માલ મંગાવતો બિહારી શખ્સ છ દિવસના પર શહેરના કોઠારિયા રોડ ઉપર તિરુપતિ સોસાયટીમાં સી.આઈ.ડી. ક્રાઈમની ટીમે દરોડો પાડી પરપ્રાંતીય શખ્સને ગાંજા મિશ્રિાત ચોકલેટના જથ્થા સાથે દબોચી લઇ ૬ દિવસના રિમાન્ડ મેળવી પુછતાછ કરતા પોતે એક માસ પૂર્વે ૩૬૦ કિલો ચોકલેટ મંગાવી હતી જે પૈકી ૧૭૦ કિલોનો જથ્થો વેચી નાખ્યો છે આ જથ્થો કાનપુરથી ટ્રાન્સપોર્ટમાં મંગાવ્યો હોવાનું જણાવતા તે દિશામાં તપાસ હાથ ધરી છે. રાજ્યભરમાં માદક પદાર્થોનું વેચાણ કરતા શખ્સો ઉપર તૂટી પડવાની સુચના અન્વયે સી.આઈ.ડી. ક્રાઈમની ટીમે કોઠારિયા રોડ ઉપર આવેલ તિરુપતિ સોસાયટીમાં દરોડો પાડી મૂળ બિહારના હાલ છેલ્લા ૧૫ વર્ષથી રાજકોટમાં રહેતા રાજેન્દ્ર પ્રસાદ બીશ્નુંપ્રસાદ ગુપ્તાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ગાંજા મિશ્રિાત ( ૧૯૦ કિલો ) ૭૮૯ ચોકલેટના પેકેટનો જથ્થો કબજે કર્યો હતો અને આ અંગે આજી ડેમ પોલીસમાં ગુનો નોંધાવતા પી.આઈ. વી.જે.ચાવડા સહિતના સ્ટાફે તપાસ અર્થે કોર્ટમાં રજુ કરતા કોર્ટે ૬ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આરોપીની પુછતાછમાં પોતે કાનપુરથી ટ્રાન્સપોર્ટમાં ત્રણેક વખત જથ્થો મંગાવ્યો હોવાનું અને એક મહિના પૂર્વે ૩૬૦ કિલો ચોકલેટ મંગાવી હતી જે પેટે ૧૭૦ કિલો ચોકલેટ તો વેચાઈ ગઈ છે જયારે ૧૯૦ કિલોનો જથ્થો કબજે કરાયો છે. રાજકોટમાં ગાંજા મિશ્રિત ૧૭૦ કિલો ચોકલેટ બંધાણીઓ આરોગી ગયા હોવાનું જાણવા મળતા મૂળ સુધી પહોચવા પોલીસ આરોપીને લઈને કાનપુર તપાસ અર્થે જશે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Photo Gallery