In The State, 150 People Were Allowed Instead Of 400 For Weddings While 400 People Were Allowed For Political And Religious Occasions વળી પાછો સુધારો:રાજ્યમાં લગ્નપ્રસંગમાં 400ની જગ્યાએ 150 લોકોને, જ્યારે રાજકીય તથા ધાર્મિક પ્રસંગોમાં 400 લોકોને છૂટ અપાઈ ગાંધીનગર6 કલાક પહેલા કૉપી લિંક બે દિવસ પહેલાં કોર કમિટીની બેઠકમાં લગ્નપ્રસંગમાં 400 લોકોને મંજૂરી અપાઈ હતી, એ નવી ગાઈડલાઈન્સમાં 150 કરી દેવાઈ 8 મહાનગરમાં હોટલ અને રેસ્ટોરાં રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો ઉઠાવવામાં આવી રહ્યાં છે, જે અંતર્ગત રાજ્ય સરકારે આજે અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. 8 શહેરને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપી છે, જ્યારે ગણેશોત્સવ ઊજવવાની પણ છૂટ આપી છે. 8 મહાનગરમાં હોટલ અને રેસ્ટોરાં રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત લગ્ન સમારોહમાં હવે 200ને બદલે 400 લોકો ઉપસ્થિત રહી શકશે, એવી બે દિવસ પહેલાં મળેલી કોર કમિટીની બેઠકમાં જાહેરાત કરાઈ હતી, પરંતુ નવી કોવિડ ગાઈડલાઈન્સ જાહેર કરી એમાં સરકારે ફેરવી તોળ્યું છે. એમાં સરકારે લગ્નપ્રસંગમાં 400ની જગ્યાએ સંખ્યામાં ઘટાડો કરીને 150 લોકોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે રાજકીય અને ધાર્મિક પ્રસંગોમાં 400 લોકોને છૂટ અપાઈ છે. 8 મહાનગર હવે રાતના 11 વાગ્યા સુધી ધમધમશે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર, રાજ્યમાં 8 મહાનગરમાં હાલ જે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તેની સમયમર્યાદા આગામી 31 જુલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી છે, એટલે કે આ 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ હાલ રાત્રિના 10થી સવારે 6 વાગ્યા સુધીનો છે એ 31 જુલાઈથી રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા સાથે ગણેશોત્સવ યોજી શકાશે સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય આજે મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યો છે. આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ કોઈપણ નિયંત્રણ વગર ચાલુ રહેશે COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલી સેવાઓ ચાલુ રહેશે. મેડિકલ, પેરામેડિકલ તથા એને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ. ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા. ડેરી, દૂધ-શાકભાજી,ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા એની હોમડિલિવરી સેવા. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ્સ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને એ વેચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ.. અનાજ તથા મસાલા દળવાની ઘંટી. ઘરગથ્થુ ટિફિન સર્વિસીઝ અને હોટલ / રેસ્ટોરાંમાંથી Take away facility આપતી સેવાઓ. ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ. પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક્સ મીડિયા, ન્યૂઝપેપર ડિસ્ટ્રિબ્યુશન. પેટ્રોલ, ડીઝલ, LPG./CNG./PNGને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રિબ્યુશન અને રિપેરિંગ સેવાઓ. પોસ્ટ અને કુરિયર સર્વિસ. ખાનગી સિક્યોરિટી સેવા પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ. કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓનાં ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા. આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા એને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ. તમામ પ્રકારનાં ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને એને રો-મટીરિયલ પૂરા પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. એ દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમિયાન એ.ટી.એમ.માં નાણાંનો પુરવઠો સતત જળવાઇ રહે એ અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સંબંધિત પોલીસ કમિશનરો/જિલ્લા મેજિસ્ટ્રેટોએ તેમના અધિકારક્ષેત્રમાં આ હુકમના અમલ માટે Cr.P.C.તથા ગુજરાત પોલીસ એકટની જોગવાઇ હેઠળ જાહેરનામા બહાર પાડવાના રહેશે અન્ય સમાચારો પણ છે...