Karachi's Gujarati school to get its name back, protests on

Karachi's Gujarati school to get its name back, protests on social media with hashtags 'Save History' and 'Let's Not Change the History' | કરાચીની ગુજરાતી સ્કૂલને પોતાનું નામ પાછું મળશે, સોશિયલ મીડિયામાં 'સેવ હિસ્ટ્રી' અને 'લેટ્સ નોટ ચેન્જ ધ હિસ્ટ્રી' હેશટેગ સાથે વિરોધ થયો હતો


Karachi's Gujarati School To Get Its Name Back, Protests On Social Media With Hashtags 'Save History' And 'Let's Not Change The History'
પાકિસ્તાન સરકારની પીછેહઠ:કરાચીની ગુજરાતી સ્કૂલને પોતાનું નામ પાછું મળશે, સોશિયલ મીડિયામાં હેશટેગ સાથે વિરોધ થતા નિર્ણય બદલ્યો
અમદાવાદ2 કલાક પહેલા
કૉપી લિંક
શાળાનું નામ બદલીને ‘મલાલા યુસુફઝઈ’ રાખવામાં આવતા વિરોધ થયો હતો
પાકિસ્તાનના કરાચીમાં આવેલી શેઠ કુંવરજી ખિમજી લોહાણા ગુજરાતી સ્કૂલનું નામ બદલીને મલાલા યુસુફ ઝાઇ કર્યું હતું. પરંતુ સોશિયલ મિડીયા પર ‘સેવ હિસ્ટ્રી’ અને ‘લેટ્સ નોટ ચેન્જ ધ હિસ્ટ્રી’ નામથી વિરોધ થતાં સ્થાનિક સરકારે ફરી જૂનું નામ રાખવાની પ્રક્રિયા આદરી છે.
નામ બદલવા બાબતે વિરોધ થયો હતો
આઝાદી પહેલાં શેઠ કુંવરજી ખિમજી લોહાણાએ સામાજીક સુધારણા અને શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ યોગદાન આપ્યું છે. તેમના નામ પરથી જ કરાચીની ગુજરાતી સ્કૂલનું નામ રાખ્યું હતું. લોકોએ સરકારને અપીલ કરી હતી કે, પાકિસ્તાની ઇતિહાસ સાથે ચેડાં કરવામાં ન આવે, જે જૂની ઇમારતો અને વારસો છે, તેમાં નવું નામકરણ ન કરવામાં આવે. સ્કૂલનું નામ બદલવા બાબતે વિરોધ થતાં શિક્ષણમંત્રી સઇદ ધાનીએ સ્કૂલનું નામ મલાલા યુસુફ ઝાઇમાંથી બદલીને જૂનું નામ શેઠ કુંવરજી ખિમજી લોહાણા ગુજરાતી સ્કૂલ જ રાખવાની પ્રક્રિયા શરૂ કરી હોવાની જાહેરાત કરી હતી.
સ્કૂલમાં તમામ ફેસિલિટી હતીઃ પૂર્વ વિદ્યાર્થી
શેઠ કુંવરજી ખિમજી લોહાણા ગુજરાતી સ્કૂલમાં 1946માં અભ્યાસ કરી ચૂકેલા 83 વર્ષના વી.એમ.ગણાત્રાએ જણાવ્યું હતું કે, સ્કૂલ કરાચીમાં શારદામંદીર પાસે આવેલી છે. તે સમયે શાળાની પાછળ એક લાઇબ્રેરી હતી અને તમામ ફેસેલિટી હતી. સ્કૂલમાં અમે વિવિધ રમતો રમતા હતા, ખાસ કરીને કુસ્તી માટેની ખાસ વ્યવસ્થા હતી.
પાકિસ્તાનના એક્ટિવિટ્સે પણ વિરોધ કર્યો હતો
પાકિસ્તાનના એક્ટિવિસ્ટોએ પણ સ્કૂલનું નામ શેઠ કુંવરજી ખિમજી લોહાણાથી બદલીને મલાલા યુસુફ ઝાઇ કરવાના મુદ્દે વિરોધ કર્યો હતો. એક્ટિવિટ્સે શિક્ષણમંત્રીને રજૂઆત કરી હતી. શિક્ષણમંત્રીએ જાહેરાત કરી હતી કે, આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરીને સ્કૂલનું જૂનું નામ યથાવત કરાશે.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Pakistan , Karachi , Sindh , Pakistani , A Seth Lohanas , Seth Lohanas Gujarati School , School Karachi , Pakistan Karachi , Seth Lohanas Gujarati , Social Media , Education Saeed , பாக்கிஸ்தான் , கராச்சி , சிந்த் , பாக்கிஸ்தானி , பள்ளி கராச்சி , பாக்கிஸ்தான் கராச்சி , சமூக மீடியா ,

© 2025 Vimarsana