vimarsana.com


Landslides In Chembur Mumbai Due To Rains, 11 Killed, Many Injured; 16 People Were Rescued
મુંબઈમાં બે દુર્ઘટના:ભારે વરસાદના કારણે ચેમ્બૂર અને વિક્રોલીમાં ભૂસ્ખલન; 22ના મોત, હજુ ઘણા લોકો દટાયા હોવાની આશંકા
મુંબઈએક કલાક પહેલા
કૉપી લિંક
PMO મૃતકોના પરિવારજનોને રૂ. 2 લાખ અને ઘાયલોને 50 હજાર આપવાની જાહેરાત કરી
મુંબઈમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે શનિવાર રાત્રે ભૂસ્ખલનની બે દુર્ઘટના બની હતી, જેમા 22 લોકોના મોત થયા છે. પ્રથમ ઘટના ચેમ્બૂરમાં બની હતી જેમા 17 લોકોના મોત થયા છે જ્યારે બીજી વિક્રોલીમાં બની હતી જેમા 5 લોકોના મોત થયા છે. ચેમ્બૂરની ઘટનામાં 16 લોકોને બચાવાયા છે. અહીં પાંચ ઘર પડી ગયા હતા. NDRF ટીમ કાટમાળ હટાવી રહી છે.
એક નજરે જોનારના કહ્યા મુજબ દુર્ઘટના 12.30 વાગ્યાની છે. એકજ વિસ્તારમાં બે જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. અમે લોકોની મદદ કરી હતી. કાટમાળમાં બાળકો દટાયેલા હતા. ઘાયલ વ્યક્તિઓને રિક્ષા દ્વારા હોસ્પિટલ લઈ જવાયા હતા. એમ્બ્યુલન્સને આવવામાં સમય લાગ્યો હતો.
PMO મૃતકોના પરિવારજનોને રૂ. 2 લાખ અને ઘાયલોને 50 હજાર આપવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિએ પણ મુંબઈ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્તિક કર્યું છે.
ઘટનાની જાણ થતા NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ચેમ્બૂરમાં નાના રસ્તાના કારણે રેસ્ક્યૂમાં મુશ્કેલી
ચેમ્બૂરમાં જે જગ્યાએ દુર્ઘટના સર્જાઈ છે ત્યાં નાના રસ્તા છે, આ જગ્યા ઉચાઈ પર હોવાથી NDRF ની ટીમને રેસ્ક્યૂમાં મુશ્કેલી પડી રહી છે.
વિક્રોલીમાં બિલ્ડીંગ પડતા 3 લોકોના મોત થયા હતા. બચાવ કામગીરી ચાલું છે.
ઘણા વિસ્તારોમાં પાણીમાં થયા ગરકાવ
કેટલાક કલાકોના વરસાદ (મુંબઈ વરસાદ) પછી ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગઈરાતથી જ મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો હતો.
મુંબઈનો સાયન રેલ્વે ટ્રેક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો
મુશળધાર વરસાદને કારણે મુંબઇ 'પાણી-પાણી' થઈ ગયું છે. શહેરના ગાંધી માર્કેટમાં રસ્તામાં પાણી ભરાવાના કારણે ચાલતી બસના ટાયરો પણ પાણીમાં ડૂબી ગયા હતા. આ ઉપરાંત વરસાદે ભારતીય રેલ્વેની સેવાઓ પર પણ તેની ભારે અસર થીય છે. મુંબઈનો સાયન રેલ્વે ટ્રેક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો હતો. કેટલાક કલાકોના વરસાદ પછી રેલ્વે સ્ટેશનના ટ્રેક પર ઘૂંટણ સુધી પાણીથી ભરાયા હતા. આમ દર વર્ષે ભારે વરસાદના કારણે ઉદભવતી સમસ્યાઓથી મુંબઇવાસીઓએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
મુંબઈમાં ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા
મુંબઇમાં ગુરુવારની રાતથી જ અવિરત વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે. બોરીવલી, કાંદિવલી, ચેમ્બુર સહિતના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. સાયન રેલ્વે ટ્રેક ડૂબી ગયો છે. બીએમસી દ્વારા બસોના રૂટ બદલાવામાં આવ્યા છે. લોકોને મુસાફરી કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ વખતે ચોમાસું સમય પહેલા મહારાષ્ટ્રમાં આવી ગયું હતું. જો કે, થોડા દિવસો બાદ જ વરસાદ ઓછો થયો હતો, પરંતુ ફરીથી પાછલા કેટલાક દિવસોથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી હતી.
ઉત્તરપ્રદેશમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા
આ દરમિયાન ઉત્તરપ્રદેશમાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રવિવારે અને સોમવારે યુપીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે જે જિલ્લાઓ માટે એલર્ટ જારી કર્યું છે તેમાં લખનઉ, કાનપુર, પ્રયાગરાજ, ફતેહપુર, શાહજહાંપુર, સીતાપુર, હરદોઇ, બારાબંકી, ગોંડા, બસ્તી, સંત કબીરનગર, કુશીનગર, મહારાજગંજ મુખ્યત્વે સામેલ છે. આમાંના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. શાહજહાંપુર, બિજનોર, મુરાદાબાદ, રામપુર, બરેલી, બહરાઇચ, શ્રાવસ્તિ, બલરામપુર અને સિદ્ધાર્થનગર માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. અહીં લોકોને આકાશી વીજળી પાડવા અંગે પણ સતર્ક રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Mumbai ,Maharashtra ,India , ,Mumbai Sion ,Gandhi Market ,Mumbai Thursday ,மும்பை ,மகாராஷ்டிரா ,இந்தியா ,காந்தி சந்தை ,மும்பை வியாழன் ,

© 2024 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.