આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર 1) હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહની સત્તાવાર ધરપકડ થશે, કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મગાશે. 2) નાઈટ કર્ફ્યૂ લાગુ હોય તેવાં 18 શહેરોના વેપારીઓને વેક્સિન લેવા માટેનો આજે છેલ્લો દિવસ. 3) મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે કેન્દ્રની કેબિનેટ બેઠળ મળશે. 4) ગુજરાત સરકારની મંત્રીમંડળની બેઠક મળશે, ત્રીજી લહેરની તૈયારીઓ અને વેક્સિનેશન ડ્રાઈવ મજબૂત કરવા ચર્ચા થશે. હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર 1) ધો.10ના 8.57 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ, ડાંગના 4 જ વિદ્યાર્થીને A1 ગ્રેડ, ગણિતમાં 26,809ને તો વિજ્ઞાનમાં 20,865 વિદ્યાર્થીને A1 ગ્રેડ કોરોના મહામારીને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. માસ પ્રમોશન આપ્યા બાદ આજે રાતે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ પરિણામ ફક્ત સ્કૂલો જ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું રહેશે. સ્કૂલોએ ઓનલાઈન પરિણામ પરથી માર્ક્સશીટ તૈયાર કરી વિદ્યાર્થીઓને આપવાની રહેશે. 2) શિવરંજનીએ ફૂટપાથ પર કાચ ચઢાવી શ્રમજીવી મહિલાને કચડનાર પર્વ શાહ પોલીસમાં હાજર, વેન્ટો કારમાં પોલીસ સમજીને કાર ભગાવ્યાનું રટણ અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા બીમાનગર નજીક ફૂટપાથ પર મોડી રાત્રે i20 કારએ શ્રમજીવી પરિવારને અડફેટે લીધો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને 4ને ઈજા થઈ હતી. બપોર બાદ કારચાલક પર્વ શાહ પોલીસ સમક્ષ હાજર થયો હતો. અકસ્માત બાદ પર્વ ઉપરાંત i20 કારમાં બેઠેલા અન્ય ત્રણ જણ ફરાર થઈ ગયા હતા. પર્વના જણાવ્યા મુજબ, આમાંથી બે તેના ભાઈ તથા એક મિત્ર હતો. 3) ...એ વ્યક્તિની બેદરકારીથી મેં મારી માતા ગુમાવી, મારી આંખો સામે જ મારા પરિવારને કચડ્યો, પિતા-ભાઈઓનાં માથાં ફૂટ્યાં અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે આવતી i20 કારે 5 લોકોને કચડ્યા હતા, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 ગંભીર ઈજા થઈ છે. આ ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાના પુત્રએ એફઆઈઆર નોંધાવી છે, જેમાં તેણે પોતાની નજરે પોતાની માતાને કચડતા જોઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસ સ્ટેશનમાં પુત્રના એક-એક શબ્દથી માહોલ ગમગીન બની ગયો હતો. વાંચો સમાચાર વિગતવાર 4) વડોદરાના રણોલી બ્રિજ પાસે રોંગ સાઇડમાં જઇ રહેલા ટેમ્પોએ બાઇક પર જતા ASIને કચડી નાખ્યો, ઘટનાસ્થળે જ મોત વડોદરા શહેરના સમા પોલીસ મથકના પોલીસ જવાનનું રણોલી બ્રિજ પાસે અકસ્માતમાં મોત નીપજ્યું હતું. પોલીસતંત્રમાં ગમગીની ફેલાવી દેનાર આ બનાવમાં પોલીસ જવાન પોતાની બાઇક લઇને ડ્યૂટી બજાવવા માટે જઇ રહ્યા હતા. દરમિયાન રણોલી બ્રિજ પાસે રોંગ સાઇડ આવી રહેલા ટેમ્પોએ તેમને અડફેટે લેતાં સ્થળ પર તેમનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. 5) બીજી વેવમાં 19 જિલ્લા અને 2 શહેરમાં પહેલીવાર શૂન્ય કેસ, રાજ્યમાં નવા કેસમાં ઘટાડો યથાવત્, 93ના રિપોર્ટ પોઝિટિવ રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે. રાજ્યમાં સતત બીજીવાર 100થી ઓછા કેસ નોંધાયા છે. 19 જિલ્લા અને 2 શહેરમાં પહેલીવાર કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં 24 કલાકમાં 93 નવા કેસ નોંધાયા છે. બીજી વેવમાં 19 જિલ્લા અને 2 શહેરમાં પહેલીવાર શૂન્ય કેસ નોંધાયા છે. 6) ગૌતમ અદાણીને ફરી ઝટકો, વિશ્વના શ્રીમંતોની યાદીમાં 2 સ્થાન ગગડ્યાં અદાણી ગ્રુપની 6 પૈકી 3 કંપનીના શેરમાં સોમવારે ઘટાડો થયો હતો, જેને પગલે ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં 1.55 અબજ ડોલરનો જંગી ઘટાડો થયો છે. એને પગલે શ્રીમંતોની યાદીમાં તેઓ બે સ્થાન પાછળ ધકેલાઈ ગયા છે. 7) કાશ્મીરમાં આતંકીઓએ SPOના 10 મહિનાના પૌત્રને જમીન પર પછાડ્યો હતો જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ રવિવારે રાતે એક સ્પેશિયલ પોલીસ ઓફિસર(SPO)ફયાઝ અહેમદ ભટ અને તેમની પત્નીની ગોળી મારીને હત્યા કરી છે. હુમલામાં ઘાયલ થયેલી તેમની 21 વર્ષની પુત્રી રફિયાએ સોમવારે સવારે 4 વાગ્યે જીવ ગુમાવી દીધો. મીડિયા રિપોર્ટ મુજબ, હુમલામાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ ફયાજના 10 મહિનાના પુત્ર પર પણ દયા ન રાખી અને તેને જમીન પર પછાડ્યો. વાંચો સમાચાર વિગતવાર 8) પંજાબમાં ચૂંટણી જીતવા AAP ફ્રી વીજળી, જૂનાં રહેઠાણ બિલો માફ કરશે આમઆદમી પાર્ટીએ પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં દિલ્હી જેવી પોલિસી અપનાવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચંદીગઢમાં એક રેલી કરી હતી. જેમા તેમણે 3 મોટા ચૂંટણી વચન આપ્યા હતા. 1) દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી, 2) જૂનાં રેસિડન્સ બિલ માફ કરવા 3) 24 કલાક વીજ પુરવઠો આપશે. મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઇનમાં (1) ચોથી વેક્સિન ટૂંક સમયમાં આવશે, મોડર્નાની કોરોના વેક્સિનને ભારતમાં મંજૂરી મળી શકે છે (2) મજૂરોને રાહત આપવાની ડેડલાઈન નક્કી, સુપ્રીમ કોર્ટનો 31 જુલાઈ સુધી વન નેશન-વન રેશન કાર્ડ સ્કીમ લાગુ કરવા આદેશ (3) ટ્વિટર સામે વિવાદ વધ્યો, ટ્વિટર ઈન્ડિયાના MD સામે બીજી FIR દાખલ થઈ આજનો ઈતિહાસ આજના દિવસે વર્ષ 2009માં ભારતનો સૌથી લાંબો સમુદ્રી બ્રિજ બાંદ્રા-વર્લી સી લિંક સામાન્ય પ્રજા માટે શરૂ કરાયો હતો અન્ય સમાચારો પણ છે... એપ ખોલો