Share હવામાન વિભાગ વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. હવામાનના મતે અમદાવાદનાં કેટલાક વિસ્તારો, સુરત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૈરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનના ઇન્ચાર્જ મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગયા વર્ષે ખુબ જ સારો વરસાદ જૂન માસમાં છેલ્લી તારીખમાં નોંધાયો હતો, ત્યારે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા પણ વધુ સારું રહેવાની આગાહી કરવામાં આવેલી છે. દરિયાની સપાટી પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છવાયું છે. જેની અસરના ભાગરૂપે હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. તેમાં પણ ખાસ કરીને સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. રાજકોટ શહેરમાં આ સીઝનનો 8.49 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને વાવણીલાયક વરસાદ પણ પડી ચૂક્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, જો વરસાદ 27 સુધીમાં જોઈતા પ્રમાણમાં નહિ પડે તો અમુક ગામમાં બિયારણ બળી જવાની સંભાવના છે. જૂન માસની શરૂઆતમાં ખેડૂતો દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે વાવણી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે. કપરાડા અને વાપીમાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો છે. ખેરગામમાં દોઢ ઈંચ, વાંસદા, ડાંગમાં સવા ઈંચ વરસાદ, પારડી, ઉમરગામ, વઘઈમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં નવસારીના ખેરગામમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. નવસારીના વાંસદા અને ડાંગ જિલ્લાના ડાંગ તાલુકામાં સવા ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડના પારડી તથા ઉમરગામ અને ડાંગના વઘઇમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. અન્ય 24 તાલુકાઓમાં સામાન્ય વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વકી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની વકી છે. ગરમીનો પારો ઉંચો જતા ઉકળાટ વધ્યો છે. ડાંગ, નવસારી, સુરત, તાપી, ભરૂચમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ક્યાં, કયારે, કેટલા વરસાદની આગાહી તા.25 થી 26 હળવાથી મધ્યમ વરસાદ સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી. તા.26 થી 27 હળવાથી મધ્યમ વરસાદ નવસારી, વલસાડ, ડાંગ, દમણ દાદરા નગર હવેલી. તા.27 થી 28 હળવાથી મધ્યમ વરસાદ નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી. તા.28 થી 29 હળવાથી મધ્યમ વરસાદ નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Related Articles June 25, 2021