Share વાપી: નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ (NCB) દ્વારા દક્ષિણ ગુજરાતમાં મોટું ઓપરેશન પાર પાડતા વાપીમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. જેમાં NCBની ટીમે 2 આરોપીઓ પાસેથી 4.5 કિલોગ્રામ એમડી ડ્રગ્સ સાથે 85 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વલસાડ જિલ્લાના વાપીના ડુંગરી ફળિયામાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાયા બાદ NCBની 20 ટીમો ગુજરાતમાં કામે લાગી ગઈ છે. NCB દ્વારા વલસાડ પોલીસની મદદથી છેલ્લા બે દિવસથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કેસમાં આરોપીઓની ઓળખ પ્રકાશ પટેલ અને સોનુ રામ તરીકે થઈ છે. જે પૈકી પ્રકાશ પટેલ વલસાડમાં રહે છે અને કેમિસ્ટ છે. આ આરોપીઓ સિન્થેટિક ડ્રગ્સ પર પ્રોસેસ બનાવીને તૈયાર કરેલ 4.5 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. હાલ પોલીસે બે આરોપીની ધરપકડ કરીને તેમને અમદાવાદ લઈ જવામાં આવ્યા છે, જ્યાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Related Articles June 28, 2021