જામનગર તા. ૧૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલામાં પોલીસે પાડેલા દરોડામાં કુલ તેર શખ્સ ગંજીપાના કૂટતાં ઝડપાયા છે. જ્યારે આવળપરામાંથી ચાર અને કોલવામાંથી ત્રણ પત્તાપ્રેમીની ધરપકડ કરાઈ છે. ઉપરાંત ઉગમણાબારા ગામમાંથી આઠ પન્ટર પકડાયા છે અને એક નાસી ગયો છે.