100 Percentage Vaccination In Bheda Pipaliya Village Of Jetpur ગુજરાતના આ ગામે કરી બતાવ્યું:જેતુપરના ભેડા પીપળીયા ગામના લોકો અંધશ્રદ્ધામાંથી બહાર આવી જાગૃત બન્યા, 100% વેક્સિનેશન સાથે જિલ્લામાં ડંકો વગાડ્યો રાજકોટ12 કલાક પહેલા કૉપી લિંક ભેડા પીપળિયા ગામ 100 ટકા વેક્સિનશન સાથે રાજકોટ જિલ્લામાં પ્રેરણાદાયક બન્યું. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા વેક્સિનેશનની ઝુંબેશને વધુ વેગવંતી બનાવવામાં આવી આરોગ્યની ટીમ ઘરે ઘરે જઈ લોકોને વેક્સિન અંગે સમજાવતા તમામે વેક્સિન મુકાવી એક તરફ રાજકોટ જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહ્યું હોવાનું સતત સામે આવી રહ્યું છે. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિન અંગે અજાગૃતતા અને અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે. આવા સમયમાં રાજકોટ જિલ્લાનું વધુ એક ગામમાં 100% વેક્સિનેશન થયાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ભેડા પીપળીયા ગામના ગ્રામજનોએ 100% વેક્સિન મુકાવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે જેતપુર તાલુકાનું પ્રથમ એવું ગામ ભેડા પીપળીયા બન્યું છે કે જ્યાં રહેતા અને પાત્રતા ધરાવતા તમામ લોકોએ વેક્સિન મૂકાવી છે. આથી રાજકોટ જિલ્લામાં ભેડા પીપળીયાએ ડંકો વગાડ્યો છે. આરોગ્ય વિભાગે ઘરે ઘરે જઈ લોકોને સમજાવ્યા ભેડા પીપળીયા ગામની વસ્તીની વાત કરવામાં આવે તો ગામમાં 850 લોકોની વસ્તી છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈ લોકોને વેક્સિન અંગે સમજાવટ કરતા આખરે આ ગામમાં રહેતા 18+ની વયના તમામ લોકોએ વેક્સિન મુકાવી છે. કોરોનાની ત્રીજી લહેર શરૂ થાય તે પૂર્વે જ રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા વેક્સિનેશનની ઝુંબેશને વધુ વેગવંતી બનાવવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં જે પ્રમાણે વેક્સિનેશનની ઝુંબેશને વેગવંતી બની છે તેના જ કારણે હવે વેક્સિનેશન થયેલા ગામડાઓના આંકડા સામે આવ્યા છે. જે મુજબ 2 જેટલા ગામો એવા છે કે જ્યાં 100% વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઈ છે. ગામના લોકોએ વેક્સિન મૂકાવા લાઇન લગાવી હતી. રાજકોટના 5 જેટલા ગામમાં 90થી 95 ટકા વેક્સિનેશન 5 જેટલા એવા ગામો છે કે, જ્યાં 90%થી લઈ 95% જેટલી વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઈ છે. જ્યારે કે 13 ગામડાઓ એવા છે કે, જ્યાં વેક્સિનની કામગીરી 80%થી લઈ 85% સુધી પહોંચી છે. તો બીજી તરફ 20 ગામડાઓ એવા છે કે જ્યાં વેક્સિનની કામગીરી 70%થી લઇ 80% સુધી પહોંચી છે. ત્યારે આવનારા દિવસોમાં ગામડાઓમાં વેક્સિનની કામગીરી 100% સુધી પહોંચે તે માટે જુદી જુદી ટીમ પણ બનાવવામાં આવી છે. ગામની વસ્તી 850. રાજકોટ જિલ્લામાં વેક્સિનેશન પર ભાર મૂકાયો સૌથી મહત્વની વાત એ છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં 18+ ઉંમરની વ્યક્તિને જે વેક્સિન આપવામાં આવી રહી છે તે બાબતે યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી તરીકે દેવ ચૌધરીએ ચાર્જ સંભાળ્યો છે. ત્યારે દેવ ચૌધરીએ ચાર્જ સંભાળતાની સાથે જ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, વેક્સિનેશન તેમની પ્રથમ પ્રાયોરિટી રહેશે. 18 પ્લસના તમામનું વેક્સિનેશન થઇ ગયું. નાનકડા ગામે અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યું એક બાજુ અંધશ્રદ્ધાના કારણે રસીકરણથી નુકસાન થતું હોવાની ગેરમાન્યતાના કારણે કેટલાક ગામડાંના લોકો કોરોના પ્રતિરોધક રસી લેવામાં આનાકાની કરી રહ્યાં છે. ત્યારે કેટલાક ગામ એવા પણ છે જે 100 ટકા રસીકરણનું લક્ષ્ય સિદ્ધ કરી રહ્યાં છે. જિલ્લાના સરકારી હોસ્પિટલોમાં કાર્યરત તબીબો અને ચાવીરૂપ સ્ટાફને તાજેતરમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો ખાસ કરીને બાળ આરોગ્ય કેવી રીતે સાચવવા સહિત તકેદારીના પગલાંની જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાલીમ આપવાની પહેલ કરવામાં આવી છે. જેતપુર આરોગ્ય કેન્દ્ર હેઠળનું ભેડા પીપળીયા ગામ જે એક નાનકડું ગામ છે તે 100 ટકા રસીકરણની સિદ્ધિ મેળવનાર તાલુકાનું પ્રથમ ગામ બન્યું છે. ગામમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે છે. ભેડા પીપળીયામાં 850ની વસ્તી ભેડા પીપળીયા ગામાના તમામ લોકોએ રસી લીધી છે. 100 ટકા કોરોનાની રસી લઈને વેક્સિનેશનમાં અગ્રેસર બન્યું છે. 850 લોકોની વસ્તી ધરાવતું ભેડા પીપળીયા ગામના તમામ લોકો પહેલા રસી લેવામાં ડરતા હતા. પરતું આરોગ્ય વિભાગની ટીમે ઘરે ઘરે જઈને ગામના તમામ લોકોને સમજાવી રસી લેવા માટે જાગૃત કર્યા. ત્યારે આ ગામમાં અત્યારે તમામ લોકોએ રસી લીધી છે. ભેડા પીપળીયા ગામમાં 100 ટકા વેક્સિનેશન નોંધાયું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમની કામગીરી રંગ લાવી મોટાભાગના શહેરી વિસ્તારમાં લોકોએ કોરોના રસી લઈ લીધી છે. આમ આ નાનકડા ગામે સંપૂર્ણ રસીકરણની દિશા દર્શાવી છે. આ ગામના લોકોની જાગૃતિ સલામીને પાત્ર છે તેની સાથે આ કામમાં સહયોગ આપનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમની સમર્પિત સેવાઓ પણ મહત્વની છે. અન્ય સમાચારો પણ છે...