Share ભારતની વધુ એક દીકરી અંતરિક્ષમાં ઉડાન ભરવા માટે તૈયાર છે. કલ્પના ચાવલા પછી આંધ્ર પ્રદેશમાં જન્મેલી સિરિશા બાંદલા ૧૧ જુલાઇએ એટલે કે રવિવારે અંતરિક્ષની સફરે જઇ રહી છે. વર્જીન ગેલેક્ટિકના માલિક અને જગમશહુર ઉદ્યોગપતિ રિચર્ડ બ્રેન્સન અંતરિક્ષના પ્રવાસે જઇ રહ્યા છે. આ દરમિયાન તેની સાથે ભારતમા આંધ્રના ગંટૂરમાં જન્મેલી સિરિશા બાંદલા પણ જઇ રહી છે. સિરિશા આ કંપનીમાં સરકારી બાબતો અને સંશોધન કાર્ય સાથે સંકળાયેલી છે. સિરિશા રિચાર્ડ અને અન્ય ચાર સહકર્મચારીઓ સાથે અવકાશ યાત્રા કરશે. આંધ્રમાં જન્મેલી અને હ્યુસ્ટનમાં મોટી થયેલી સિરિશાનું અંતરિક્ષ યાત્રાનું સપનું સાકાર થશે, હ્યુસ્ટનમાં નાસાની આસપાસ મોટી થયેલી સિરિશાને જાણ હતી જ કે તે એકદિવસ જરૃર અંતરિક્ષની યાત્રા કરશે અને હવે રવિવારે તેનું સપનું સાકાર થશે.ઔઔ ચાર વર્ષની વયે ભારતમાંથી અમેરિકા પહોંચી ગયેલી સિરિશા પોતાના ભારતીય મૂળને ભૂલી નથી. ભાવવિભોર સિરિશાએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતને લઇને અંતરિક્ષમાં જતી હોઉ તેવી અનુભૂતિ થઇ રહી છે. તે કહે છે કે હું જોતી હતી કે લોકો કેવી રીતે અંતરિક્ષયાત્રી બને છે અને પછી મેં પણ મારી કેરિયર બનાવવાની શરૃઆત કરી. સિરિશા પોતાની સફળતાનું શ્રેય પોતાના દાદા-દાદી અને અને માતા-પિતાને આપે છે. સિરિશા વર્જીન ગેલેક્ટિકમા રિસર્ચ ઓપરેશન્સની વાઇસ પ્રેસિડેન્ટ સિરિશા વર્જીન ગેલેક્ટિકમા ગવર્નમેન્ટ અફેર્સ એન્ડ રિસર્ચ ઓપરેશન્સની વાઇસ પ્રેસિડેન્ટ છે. તેણે આ સિદ્ધિ ફક્ત છ વર્ષની અંદર પ્રાપ્ત કરી લીધી છે. વર્જીનના સંસ્થાપક રિચર્ડે જાહેરાત કરી હતી કે વર્જીન ઓરબિટની ઉડાનમાં પોતાના સહિત કુલ છ લોકો હશે. તેણે ઉમેર્યું હતું કે કંપની લોકોને અંતરિક્ષમાં લઇ જતાં પહેલાં પોતાના કર્મચારીઓને લઇ જવા માંગે છે. કંપનીની અંતરિક્ષ માટેની આ ચોથી ઉડાન હશે. બે પાઇલટ સ્પેસ ઓપરેશનનો મોરચો સંભાળશે મધરશિપમાંથી અવકાશમાં શૂટ કરવા માટે રિલીઝ કરવાથી લઇને તેને રન-વે પર ઊતારવા સુધીના સમયગાળા દરમિયાન આ રોકેટ પ્લેનની ઉડાન માટે બે પાઇલટની જરૃર રહેશે. ચીફ પાઇલટ ડેવિડ મેકે માટે આ ત્રીજી ઉડાન છે. બીજા પાઇલટ અને ભૂતપુર્વ નાસા એન્જિનીયર બેથ મોસેસની આ બીજી ફ્લાઇટ છે. ચીફ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર માઇકલ માસૂકી છે. આ યાત્રામાં બ્રેન્સન સાથે સિરિશા ઉપરાંત કંપનીનો અગ્રણી ઓપરેશન એન્જિનિયર કોલિન બેનેટ છે. આ છ જણા મધરશિપ પાઇલટ સીજે સ્ટરકોવ અને કેલી લેટિમર તરફથી લિફ્ટ મેળવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Photo Gallery