Share કરજણથી ગુમ પીઆઇ અજય દેસાઇની પત્ની સ્વીટી પટેલ ગત તા.5મી જુનથી ગુમ છે. આખરે પીઆઇ પત્નીના કેસની ચર્ચાસ્પદ તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસે આંચકી લેવાઈ છે. હવે આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ATS સંયુક્ત તપાસ કરશે તેવી જાહેરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી. વડોદરા ગ્રામ્યના PI અજય દેસાઇના પત્ની સ્વીટી પટેલ 43 દિવસથી ગુમ છે. જિલ્લા પોલીસે રાજ્યભરમાં તપાસ કરી અને કરાવી છતાં સ્વીટી પટેલ અંગે કોઇ મહત્ત્વની કડી મેળવી શકી નથી. હાલ પીઆઇ અજય દેસાઇ શંકાના પોલીસના શંકાના ઘેરામાં છે અને આ પોલીસ બેડાનો સૌથી ચર્ચાસ્પદ કેસ છે. બીજી તરફ, આજે શહેરની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા જિલ્લા પોલીસ પાસે સ્વીટી પટેલ કેસની તપાસની માહિતી મેળવી હતી. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વીટી પટેલના કેસની તપાસ વડોદરા જિલ્લા પોલીસ પાસે લઈ લીધી હતી. ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વીટી પટેલ કેસની તપાસ વડોદરા જિલ્લા પોલીસ પાસે આંચકી લઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ATSને સોંપી છે. હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ATSઆ કેસમાં સંયુક્ત તપાસ કરશે તેવી જાહેરાત ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી હતી. આ સંદર્ભે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સ્વીટી પટેલના કેસમાં શંકાસ્પદ લોકોની પુછપરછ પોલીસે કરી છે. આ કેસમાં ટેકનિકલ અને હયુમન ઇન્ટેલિજન્સના આધારે પણ તપાસ થઈ છે. માનવ હાડકાં મળ્યાં તે સ્થળની ફોરેન્સિક નિષ્ણાંતની ટીમે તપાસ કરી હતી. આજે ગાંધીનગરમાં PI અજય દેસાઇનો નારકો ટેસ્ટ થશે નારકો ટેસ્ટ માટે પોલીસને એફએસએલની તારીખ મળી હતી. આજે ગાંધીનગર ફોરેન્સિક વિભાગની ટીમ પીઆઇ અજય દેસાઇનો નારોકો ટેસ્ટ કરશે. આ કેસમાં નારકો ટેસ્ટ સહિતના રિપોર્ટ આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે કે સ્વીટી પટેલનું મર્ડર છે ? કે તે ખરેખર લાપતા છે. કરજણ પોલીસે એક મહિના સુધી સ્વીટી પટેલના કેસ અંગે સુધીર દેસાઇને અંધારામાં રાખ્યા હતાં. ત્યારબાદમાં આ કેસની તપાસ ડભોઈ ડિવિઝનના કલ્પેશ સોલંકીને સોંપી હતી. હજુ સુધી આ સળગતા કેસમાં FSLએ SDS, પોલિગ્રાફ અને DNA ટેસ્ટનો રિર્પોટ આપ્યો નથી. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Related Articles July 19, 2021