Rahul gandhi did cycle march to the Parliament with 14 other

Rahul gandhi did cycle march to the Parliament with 14 others party


Share
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં મંગળવારના વિપક્ષી પાર્ટીઓએ સંસદ સુધી સાયકલ માર્ચ નીકાળી. સંસદમાં સરકારને પેગાસસ મામલે ઘેરવા માટે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિપક્ષની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કુલ 14 વિપક્ષી દળ સામેલ થયા હતા. બેઠકની આગેવાની રાહુલ ગાંધીએ કરી હતી. કૉન્સ્ટીટ્યુશનલ ક્લબમાં આ મહામિટિંગ બાદ કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સાયકલ ચલાવી અને સંસદ સુધી માર્ચ નીકાળી.
કૉંગ્રેસના અધીર રંજન ચૌધરી, કાર્તિ ચિદમ્બરમ, ગૌરવ ગોગોઈ સહિત અન્ય નેતા પણ માર્ચમાં જોવા મળ્યા. તો આરજેડી તરફથી મનોજ ઝાએ પણ સાયકલ ચલાવી. મનોજ ઝાએ કહ્યું કે, વિપક્ષની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ. સમગ્ર વિપક્ષ એક થયું છે અને સરકારને ઘેરવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારના વિપક્ષી દળોને બ્રેકફાસ્ટ પર બોલાવ્યા અને બેઠક કરી. આ બેઠકમાં 14 રાજકીય દળોના નેતા સામેલ થયા, જ્યારે આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટીએ આ મિટિંગથી અંતર રાખ્યું.
#WATCH | Delhi: Congress leader Rahul Gandhi and other Opposition leaders ride bicycles to the Parliament, after the conclusion of their breakfast meeting. pic.twitter.com/5VF6ZJkKCN
બેઠકમાં કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, આપણે બધાએ એક થવું પડશે અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ અવાજ ઉઠાવવો પડશે. કૉંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળના નેતા સંસદમાં પેગાસસ જાસૂસી વિવાદના મુદ્દા પર સંસદમાં ચર્ચા ઇચ્છે છે. બીજી તરફ બીજેપી સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કર્યા. સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષના હોબાળાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવિધાન અને લોકશાહીનું અપમાન ગણાવ્યું.
મંગળવારના બીજેપી સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રીએ વિપક્ષ દ્વારા સંસદ ના ચાલવા દેવાને સંવિધાન અને લોકશાહીનું અપમાન ગણાવ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરકાર અને પાર્ટી સાંસદોએ દરેક એ પગલાં ઉઠાવવા જોઇએ જેનાથી ગૃહને સુચારુ રીતે ચલાવી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
67000
Views
50960
Views
33448
Views
25712
Views

Related Keywords

India , Ranjan Chaudhary , Issue On Parliament , Prime Minister , Prime Minister Cons , House Meticulous , இந்தியா , ரஞ்சன் ச Ud த்ரி , ப்ரைம் அமைச்சர் ,

© 2025 Vimarsana