Rain In 135 Talukas Of The State In The Last 24 Hours, Heavy Rains Forecast From July 23 ચોમાસું:રાજ્યમાં 23 જુલાઈથી ભારે વરસાદની આગાહી, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં મેઘમહેર અમદાવાદ14 કલાક પહેલા કૉપી લિંક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં હજીય 13 ટકા વરસાદની ઘટ છે, સીઝનનો 8.14 ઇંચ વરસાદ થયો રાજ્યમાં વિરામ બાદ છેલ્લા બે દિવસથી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે આગામી 23મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો કુલ 204.94 મિમી એટલે સરેરાશ 24.64 ટકા વરસાદ નોંધાયો છે. બીજી બાજુ, મંગળવારે 21 જિલ્લાના 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં વડોદરામાં 2 કલાકમાં 2 અને બોડેલીમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. બોડેલીમાં અઢી ઇંચ વરસાદથી જાહેર રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. 23મીથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 23મી જુલાઈથી સતત ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 31 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં થયો છે. બારડોલીમાં સાર્વત્રિક વરસાદ. રાજ્યમાં 13 ટકા ઓછો વરસાદ રાજ્યમાં અત્યારસુધીમાં 25.45 ટકા વરસાદ થયો છે. ગત વર્ષે 18 જુલાઇ સુધી રાજ્યમાં 36 ટકા વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ 13 ટકા ઓછો વરસાદ છે. સરેરાશની સામે રાજ્યમાં 39 ટકાની ઘટ છે. રાજ્યમાં 33માંથી 32 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ છે. તાપીમાં સરેરાશથી 73 ટકા, ગાંધીનગરમાં 69 ટકા તો દાહોદમાં 61 ટકા વરસાદની ઘટ છે. 9 જિલ્લામાં વરસાદની 50 ટકાથી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લાં 6 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ છે. રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ સમગ્ર રાજ્યમાં ચોમાસાની આ વર્ષની સીઝનનો કુલ 25.45 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં કચ્છમાં ચોમાસાની અત્યારસુધીની સીઝનનો સરેરાશ 26.99 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીની સીઝનનો 19.25 ટકા, મધ્ય ગુજરાતમાં 21.81 ટકા, સૌરાષ્ટ્રમાં 23.94 ટકા, દક્ષિણ ગુજરાતમાં 30.87 ટકા જેટલો વરસાદ થયો છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 8.14 ઈંચ વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘમહેર. વાવેતરમાં 1.91 લાખ હેક્ટરનો ઘટાડો ચોમાસાની સીઝનમાં જે સરેરાશ વાવેતર થાય છે એની સામે કુલ 46.80 લાખ હેક્ટર જમીનમાં એટલે કે 55 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. એ ગત સીઝનમાં થયેલા વાવેતરની સામે 1.91 લાખ હેક્ટર વિસ્તાર જેટલું ઓછું વાવેતર થયું છે. ધાન્યની વાત કરીએ તો 26 ટકા, કઠોળ 53 ટકા, કપાસનું 72 ટકા વાવેતર થયું છે. માછીમારોની દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. તો વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તેમજ નવસારી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે. દરિયાકિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે. વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 23 જુલાઈથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી. 206 જળાશયમાં 37 ટકા પાણીનો સંગ્રહ વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક થઇ છે. સરદાર સરોવર ડેમમાં 1.49 લાખ એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે, જે 44.68 ટકા જેટલો છે. રાજ્યનાં 206 જળાશયોમાં 2.06 લાખ એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ ક્ષમતાના 37 ટકા જેટલો થવા જાય છે. હાલ રાજ્યમાં કુલ 3 ડેમ હાઇ અલર્ટ પર છે, 6 અલર્ટ, 6 વોર્નિંગ પર છે. અન્ય સમાચારો પણ છે...