Share જાણીતા રોકાણકાર રાકેશ ઝૂનઝૂનવાલા તેમની અલ્ટ્રા-લો કોસ્ટ એરલાઈન માટે ચાર વર્ષોમાં ૭૦ વિમાનો ખરીદવાનું આયોજન ધરાવે છે. તેઓ ૧૮૦ પેસેન્જર્સને સમાવી શકે તેવા પ્લેસ ખરીદવાનું વિચારી રહ્યાં છે. ઝૂનઝૂનવાલા આ ઉડ્ડયન કંપનીમાં ૩.૫ કરોડ ડોલરનંુ રોકાણ કરવાનું વિચારી રહ્યાં છે. કંપનીમાં તેઓ ૪૦ ટકા હિસ્સો ધરાવતાં હશે. તેમને આગામી ૧૫ દિવસોમાં ઉડ્ડયન મંત્રાલય તરફ્થી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળી જાય તેવી અપેક્ષા તેઓ રાખે છે. આકાશ એર તરીકે ઓળખાનાર નવી અલ્ટ્રા-લો કોસ્ટ એરલાઈનની ટીમમાં ડેલ્ટા એર લાઈન્સ ઈકના ભૂતપૂર્વ સિનિયર અધિકારીઓનો સમાવેશ થયો હશે. હાલમાં ભારત વિશ્વમાં સૌથી ઝડપે વિકસી રહેલું એવિયેશન માર્કેટ છે અને તીવ્ર સ્પર્ધાત્મક્તાને કારણે કેટલીક એરલાઈન કંપનીઓ નાદાર બની છે ત્યારે ઝૂનઝૂનવાલા માટે આ એક હિંમતભર્યું સાહસ ગણાવાઈ રહ્યું છે. રાકેશ ઝૂનઝૂનવાલાને ભારતનો વોરેન બૂફ્ેટ તરીકે ઓળખવામાં આવે છે. ઝૂનઝૂનવાલાએ જણાવ્યું હતું કે તેઓ ભારતીય એવિએશન સેક્ટરને લઈને ખૂબ જ બુલીશ છે. દેશમાં છેલ્લા દાયકામાં બે પ્રાઈવેટ એરલાઈન્સ કંપનીઓએ ઉઠમણું કર્યું હતું. જેમાં ૨૦૧૨માં દેશમાં બીજા ક્રમે આવતી વિજય માલ્યા સ્થાપિત કિંગફ્શિર એરલાઈન્સ જ્યારે ૨૦૧૯માં જેટ એરવેઝે કામગીરી બંધ કરી હતી. જોકે તાજેતરમાં જેટ એરવેઝને ફ્રી કામ શરૃ કરવા મંજૂરી મળી છે. ઝૂનઝૂનવાલાએ જણાવ્યું હતું કે જ્યારે તમે ઓછા ખર્ચે ચાલતી કંપની બનાવવા ઈચ્છતા હોવ ત્યારે તમારે નવેસરથી કંપની બનાવવી જરૃરી બને છે. તેથી જ તેઓ પોતાનું નવું સાહસ શરૃ કરવા જઈ રહ્યાં છે. જોકે મહામારીને કારણે વૈશ્વિક સ્તરે એવિયેશન ઉદ્યોગને ફ્ટકો પડયો છે. આ સ્થિતિમાં ભારતમાં પણ રિકવરીમાં વિલંબ થઈ શકે છે. તાતા જૂથ અને સિંગાપુર એરલાઈન્સના સંયુક્ત સાહસ વિસ્ટારાએ બોઇંગ કંપની તથા એરબસ એસઈને તેની એરક્રાફ્ટ ડિલિવરીઝના સમયગાળાને લંબાવવા તેમજ પેમેન્ટ ટાઈમટેબલમાં ફેરફાર કરવા માટે જણાવ્યું છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Related Articles July 19, 2021