ગુજરાત પો&#x

ગુજરાત પોલીસને આવા બીજા તીર્થરાજ નહીં મળે...


Share
શબ્દાંજલિ :- એ.કે.સુરોલિયા, પૂર્વ ડીજીપી
ગુજરાત કેડરના ૧૯૮૪ની બેચના આઈપીએસ (નિવૃત્ત ડીજીપી) તીર્થરાજનું બુધવારે સવારે હૃદયરોગના હુમલાના કારણે નિધન થયું હતું. તેઓ માત્ર ૬૨ વર્ષના હતા. દિલ્હીમાં જન્મેલા અને શૈક્ષણિક વ્યવસાય સાથે સંકળાયેલા માતા-પિતાના સંતાન એવા તીર્થરાજ પોતે પણ અભ્યાસકીય પ્રવૃત્તિમાં ખૂબ જ તેજસ્વી હતા અને દિલ્હીમાં જ તેમણે પ્રોફેસર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમનું સપનું તો પોલીસ અધિકારી બનવાનું હતું અને તેને સાકાર કરવા તેમણે અથાક મહેનત કરી અને સિવિલ સર્વિસ એક્ઝામિનેશનમાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરીને ઈન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા. સામાન્ય રીતે સિવિલ સર્વિસની પરીક્ષા આપનારા ઉમેદવારો મોટાભાગે આઈએએસ (ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) અધિકારી બનવાનું પસંદ કરતા હોય છે. તીર્થરાજનો એવો કોઈ વિચાર નહોતો. તેમણે ક્યારેય આ પરીક્ષા અંગે બીજો કોઈ વિચાર રાખ્યો નહોતો કારણ કે તેઓ બાળપણથી જ આઈપીએસ ઓફિસર બનવા માગતા હતા.
મારો તેમની સાથે ઓક્ટોબર ૧૯૮૬થી પરિચય છે. તેઓ આઈપીએસમાં મારા કરતાં એક વર્ષ આગળ હતા અને મારા સિનિયર હતા. તેઓ ૧૯૮૬માં જૂનાગઢ ખાતે સુપરન્યૂમરરી આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હતા જ્યારે અમારી બેચ તત્કાલિન પીટીસી (પોલીસ ટ્રેનિંગ કોલેજ), જૂનાગઢ ખાતે પહોંચી હતી. સ્વાભાવિક રીતે જ અમે તેમને ગુજરાતના પહેલાં આપીએસ ઓફિસર તરીકે મળ્યા હતા. તે વખતે તેમણે સાહજિક રીતે અમને બધાને તેમના ક્વાર્ટર ખાતે ચા પીવા અને મીઠાઈ ખાવા બોલાવ્યા હતા. અમે તેમની ચતુરાઈ અને સરળતાથી ખૂબ જ પ્રભાવિત હતા. અમને તેમનો વધારે પરિચય ફિલ્ડ વર્ક દરમિયાન થયો હતો. અમારી વિનંતીને ધ્યાને રાખીને તેઓ અમને તેમની સાથે વિવિધ સ્થળોએ લઈ જતા, સવારે ઘોડેસવારી માટે લઈ જતા, અડધી રાત્રે જુગારધામ ઉપર દરોડા પાડવા દરમિયાન સાથે લઈ જતા અને અમને આ રીતે પોલીસ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ પાસાઓ શીખવતા હતા. આ એવી બાબતો હતી જે કોઈપણ વ્યક્તિ પોલીસ એકેડેમીમાં રહીને શીખી શકે નહીં. આ તેમની ફરજનોે ભાગ નહોતો છતાં રસ લઈને નિખાલસતા સાથે કરતા હતા. દિલ્હીની પ્રસિદ્ધ સેન્ટ સ્ટીફન કોલેજના ટોપર સ્ટુડન્ટ હોવા છતાં તીર્થરાજ હંમેશા ગુજરાતી અને હિન્દી બોલવાનો જ આગ્રહ રાખતા. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ઉપર તે અદ્ભુત પ્રભુત્વ ધરાવતા હતા. તેઓ ખૂબ જ મહેનતુ અધિકારી હતા અને તેમનું લખાણ સુંદર, સ્પષ્ટ, મરોડદાર અને આત્મવિશ્વાસથી ભરપૂર હતું. કાયદાની કલમો, પોલીસ કાયદા અને પોલીસની કામગીરીના જ્ઞા।નમાં તેમને કોઈ માત આપી શકે તેમ નહોતું. આ ઉપરાંત હિંમત, વિશ્વસનીયતા, બાળકો જેવી નિર્દોષતા અને બીરબલ જેવી વિનોદવૃત્તિ સહિતના માનવસહજ ગુણોમાં પણ તેમની સરખામણી કરી શકે તેવું કોઈ નહોતું. અમે સતત તેમના સાથ અને સંગાથની ખેવના રાખતા હતા. તેમના સંગાથમાં માનસિક સંતોષ, જ્ઞા।ન વૃદ્ધિનો ફાયદો અને રાહતનો અનુભવ થતો હતો.
મારી સાથે તો તેમનું વિશેષ જોડાણ હતું. અંડરવર્લ્ડ વિરુદ્ધનાં કેટલાંક મોટાં ઓપરેશન હોય કે પછી કાયદો અને વ્યવસ્થા જાળવવા દરમિયાન આવેલા મોટા પડકારો હોય, આ તમામનો સામનો કરવા માટે તેઓ સતત મારી સાથે ખભેખભો મિલાવીને પર્વતની જેમ મારી પડખે અડીખમ રહેતા. તેઓ આપેલું વચન ક્યારેય ફોક કરતા નહીં. જો તેમણે તમને એક વખત વચન આપ્યું પછી સમગ્ર વિશ્વ તમારી વિરુદ્ધ થઈ જાય તો પણ તીર્થરાજ તમારી પડખે જ રહેતા, ભલેને પછી તેમને પોતાને ભોગવવાનું આવે. આ નિર્દોષતાના કારણે તેમને ઘણું ભોગવવાનું પણ આવ્યું હતું છતાં તેમણે ક્યારેય તેમના આ દિવ્ય સ્વભાવમાં ફેરફાર કર્યો નહોતો પછી ભલેને અનેક લોકો તેમની નિર્દોષતાનો દુરુપયોગ કરી ગયા હોય.
ગુજરાત માટે તેમનું યોગદાન અદ્વિતીય હતું, જો કે પોલીસ બેડા સિવાય ખાસ તેના વિશે કોઈ જાણતું નહોતું કારણ કે તેઓ પોતાનાં કાર્યોની પ્રસિદ્ધિ કરતા નહોતા. તેઓ એવા અપવાદરૂપ અધિકારી હતા જેઓ વળતર કે અપેક્ષાની ભાવના વગર કામ કરતા હતા. તેઓ પોતાની નીતિઓ બાબતે કાયમ સેક્યુલર જ રહ્યા હતા પછી ભલે તેમને અંગત રીતે અણગમો હોય છતાં તેઓ જે સત્ય છે તેને વળગી રહેતા. તેઓ પોતાના નામની સાથે સરનેમ લખતા નહોતા કારણે કે તેઓ નાત-જાતના ભેદભાવમાં માનતા નહોતા. તેઓ ક્યારેય ડાબે-જમણે કે આગળ-પાછળ થયા નહોતા અને હંમેશા ખાખી ધર્મને જ વરેલા રહ્યા હતા.
તેઓ એવા અપવાદરૂપ અધિકારીઓમાં ગણાતા હતા જેઓ દિવસ કે રાત જોયા વગર સતત કામમાં રચ્યાપચ્યા રહેતા હતા. તેણે એટલી હદે મહેનત કરી હતી કે, તેમની દૃષ્ટીને હાની પહોંચી હતી અને લાંબો સમય ફરજથી દૂર મેડિકલ લીવ ઉપર રહેવું પડયું હતું. હૈદરાબાદ ખાતેની નેશનલ પોલીસ એકેડેમીની તાલીમના પહેલા દિવસથી સ્વયંશિસ્તના આગ્રહી તેઓ પોતાની પોલીસ કારકિર્દીના અંતિમ દિવસ સુધી તેનું પાલન કરનારા અને આગ્રહી જ રહ્યા હતા. બીજાને મદદ કરવા માટે તેઓ કાયમ ઉપલબ્ધ અને તત્પર રહેતા હતા. તેમની સાથેની એકાદ-બે કલાકની મુલાકાત રાહત આપવા સાથે સાથે પ્રોફેશનલી ઘણું બધું જ્ઞા।ન આપનારી સાબિત થતી હતી. તેમની પાસેથી એવી ઘણી બાબતો મેં શીખી હતી જે મારી પોલીસ કારકિર્દીમાં સતત મારી પડખે રહી હતી અને તે બદલ હું તેમનો આજીવન ઋણી છું. કોઈપણ વ્યક્તિ તેમને ગમેત્યારે ફોન કરી શકતી અને મદદ કે સલાહ-સૂચન લેવા માટે ગમે ત્યારે તેમની ચેમ્બરમાં પણ જઈ શકતી હતી. તેઓ હંમેશા વાતોને ઝડપથી ગ્રાહ્ય કરીને યોગ્ય સલાહ આપતા હતા. મને યાદ છે કે, ૨૦૧૩માં મને એક સંવેદનશીલ માહિતી મળી હતી કે કેટલાક શંકાસ્પદ લોકો અમદાવાદમાં ફરે છે અને અમદાવાદ રેલવે સ્ટેશનથી તેઓ મુંબઈ જતી ટ્રેનમાં બેસી ગયા છે. આ માહિતી એવી હતી કે, અમદાવાદમાં ફરનારા આ લોકો કદાચ આતંકવાદીઓ હોઈ શકે જે સૌરાષ્ટ્રના દરિયાકિનારેથી અમદાવાદમાં ઘૂસ્યા હતા. તે વખતે ડીજીપીના સ્ટાફ ઓફિસર તરીકે કામ કરનારા તીર્થરાજે સમગ્ર વિગતો મેળવી અને તેની ખરાઈ ન કરી લીધી ત્યાં સુધી રાહતનો શ્વાસ લીધો નહોતો. તે વખતે હું એટીએસમાં એડીજીપી હતો અને મધરાતે મેં તેમને જણાવ્યું કે, તેઓ જઈને આરામ કરે અને હું તેમને સવારે તપાસ કરીને તમામ વિગતો પહોંચાડી દઈશ. તેઓ મારી વાત માન્યા નહીં અને સવાર સુધીમાં અમે તમામ શંકાસ્પદ બાબતોની ખરાઈ ન કરી લીધી ત્યાં સુધી તેઓ અમારી સાથે જ જાગતા રહ્યા. ફરજ પ્રત્યે તેમની આ પ્રતિબદ્ધતા અને સમર્પણ હતાં. અમારા ૩૫ વર્ષના લાંબા જોડાણ દરમિયાન મને આવા અનેક ઉદાહરણોનો અનુભવ કરવા મળ્યો હતો.
તીર્થરાજ સાહેબ એક સંપૂર્ણ પોલીસ અધિકારી હતા, ગુનાખોરીની તપાસ હોય કે કાયદો અને વ્યવસ્થા જાળવવાના હોય કે પછી આતંકવાદી પ્રવૃત્તિઓ હોય કે કોમી તોફાનો હોય અથવા તો ટ્રાફિક અને ઇન્ટેલિજન્સ બાબતો હોય કે પછી ઓફિસ વર્ક હોય તેઓ તમામ બાબતો સમાન ક્ષમતા સાથે કરતા હતા. તેઓ એક નિખાલસ અને દબંગ અધિકારી હતા. તેઓ પારદર્શી વ્યક્તિત્વ ધરાવતા અને ૨૪ કેરેટ સોના જેવા વ્યક્તિ હતા.
આપણને આવા બીજા તીર્થરાજ નહીં મળે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery

Related Keywords

Ahmedabad , Gujarat , India , Mumbai , Maharashtra , Junagadh , Hyderabad , Andhra Pradesh , New Delhi , Delhi , Franke Dabangg , Hyderabad At National , Stephen College Student , October Introduction , Introduction Field , Ahmedabad Railway Station , Saurashtra Ahmedabad , அஹமதாபாத் , குஜராத் , இந்தியா , மும்பை , மகாராஷ்டிரா , ஜுனகத் , ஹைதராபாத் , ஆந்திரா பிரதேஷ் , புதியது டெல்ஹி , டெல்ஹி , அஹமதாபாத் ரயில்வே நிலையம் ,

© 2025 Vimarsana