Surya Nakshtra Parivartan (Sun Transit In Punarvasu) 6 July

Surya Nakshtra Parivartan (Sun Transit In Punarvasu) 6 July 2021; Rashifal (Astrological) Predictions For Libra Virgo Aquarius Sagittarius Pisces Leo And Other Zodiac Signs | પુનર્વસુ નક્ષત્રમાં સૂર્યના આવવાથી અનેક જગ્યાએ ભારે વરસાદના યોગ, દેશમાં મોંઘવારી સાથે રોકાણ પણ વધશે


Surya Nakshtra Parivartan (Sun Transit In Punarvasu) 6 July 2021; Rashifal (Astrological) Predictions For Libra Virgo Aquarius Sagittarius Pisces Leo And Other Zodiac Signs
ગ્રહ ગોચર:પુનર્વસુ નક્ષત્રમાં સૂર્યના આવવાથી અનેક જગ્યાએ ભારે વરસાદના યોગ, દેશમાં મોંઘવારી સાથે રોકાણ પણ વધશે
17 કલાક પહેલા
કૉપી લિંક
16 જુલાઈ સુધી સૂર્ય-શનિનો ષડાષ્ટક યોગ રહેવાથી કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે
સોમવાર, 6 થી 20 જુલાઈ સુધી સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં રહેશે. આ પહેલાં આ ગ્રહ 22 જૂનથી આર્દ્રામા હતો. જ્યોતિષ ગ્રંથોમાં જણાવવામાં આવ્યુ છે કે જ્યારે સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં રહે છે ત્યારે વરસાદ શરૂ થઈ જાય છે. પરંતુ આ દરમિયાન દેશમાં અનેક જગ્યાએ વરસાદ થયો નથી. બુધ અને રાહુના કારણે આ સ્થિતિ બની હતી. હવે સૂર્યના નક્ષત્ર બદલતાં જ બીજા દિવસે બુધ પણ રાશિ બદલીને મિથુનમા આવી જશે. જેથી વરસાદ થવાની શક્યતાઓ છે. સૂર્યના નક્ષત્ર પરિવર્તનની અસર બધી રાશિઓ ઉપર પડશે.
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં છે પરંતુ મિથુન રાશિમાં હોવાથી શનિ સાથે ષડાષ્ટક અશુભ યોગ પણ બની રહ્યો છે. આ અશુભ સ્થિતિ 15 જુલાઈ સુધી રહેશે. જેની અસર વાતાવરણ, દેશ-દુનિયા અને બધી રાશિઓ ઉપર પડશે. પુનર્વસુ નક્ષત્ર ઉપર ગુરુનું અધિપત્ય હોય છે, જે સૂર્યનો મિત્ર ગ્રહ છે. એટલે સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી દેશની પ્રશાસનિક અને શિક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલાં મોટા નિર્ણય થવાના યોગ બની રહ્યા છે. દેશના ઉત્તર-પૂર્વી વિસ્તારમાં અચાનક વાતાવરણ બદલાઈ જશે. કોઈ જગ્યાએ ભારે વરસાદ તો કોઇ જગ્યાએ તડકો રહી શકે છે. સૂર્યના પુનર્વસુ નક્ષત્રમાં આવવાથી સારો વરસાદ થવાના અણસાર છે. પરંતુ અનાજ અને શાકભાજીની કિંમત વધવાની પણ શક્યતા છે. મિથુન રાશિમાં બુધ અને સૂર્યની યુતિ બનવાથી દેશમા મોંઘવારી અને રોકાણ વધવા લાગશે.
પુનર્વસુ નક્ષત્રમાં સૂર્યના આવી જવાથી મેષ, સિંહ, કન્યા અને મકર રાશિના લોકોને સફળતા અને લાભ મળવાના યોગ છે
12માંથી 4 રાશિઓ માટે શુભઃ-
પુનર્વસુ નક્ષત્રમાં સૂર્યના આવી જવાથી મેષ, સિંહ, કન્યા અને મકર રાશિના લોકોને સફળતા અને લાભ મળવાના યોગ છે. આ સિવાય વૃષભ, મિથુન, તુલા, ધન અને કુંભ રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. ત્યાં જ, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ.
મેષ, સિંહ, કન્યા અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશેઃ-
મેષ, સિંહ, કન્યા અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળી શકે છે. પ્રોપર્ટી અને આર્થિક મામલે ફાયદો મળી શકે છે. સ્વાસ્થ્ય માટે સમય સારો રહેશે. કિસ્મતનો સાથ મળી શકે છે. પારિવારિક મામલે પણ સમય શુભ કહી શકાય છે.
પુનર્વસુ નક્ષત્ર ઉપર ગુરુનું અધિપત્ય હોય છે, જે સૂર્યનો મિત્ર ગ્રહ છે. એટલે સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી દેશની પ્રશાસનિક અને શિક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલાં મોટા નિર્ણય થવાના યોગ બની રહ્યા છે.
અન્ય 5 રાશિના લોકો માટે મિશ્રિત સમય રહી શકે છેઃ-
સૂર્યના પુનર્વસુ નક્ષત્રમાં આવી જવાથી વૃષભ, મિથુન, તુલા, ધન, કુંભ રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ 5 રાશિના લોકોને ધનલાભ તો થશે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે. થોડા મામલે નક્ષત્રોનો સાથ મળશે ત્યાં જ કામકાજમાં વિઘ્ન, તણાવ અને વિવાદ થવાની પણ શક્યતા છે. સ્વાસ્થ્યને લગતી પરેશાની પણ થઈ શકે છે.
કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે અશુભ સમયઃ-
સૂર્યના પુનર્વસુ નક્ષત્રમાં આવી જવાથી કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. કામકાજમાં વિઘ્ન આવી શકે છે. વિવાદ થવાની શક્યતાઓ છે. ધનહાનિ અને સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ રહેશે. નવા કામની શરૂઆતથી બચવું. ઉધાર લેશો નહીં. કામકાજમાં બેદરકારી અને ઉતાવળથી બચવું.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Julya Sun , , Astrology Texts , Sun Ardra , Sun Star , Falls Aries , Falls Taurus , சூரியன் நட்சத்திரம் ,

© 2025 Vimarsana