Std. 9 To 11 Schools Will Open, Rain Fall In 197 Talukas Of The Gujarat મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:તમામ જિલ્લામાં વરસાદ પડી શકે, ધો.9થી 11ની સ્કૂલો ખૂલશે, રાજ્યના 197 તાલુકામાં મેઘમહેર, મહારાષ્ટ્રમાં ભૂસ્ખલન-વરસાદને કારણે 112નાં મોત-99 ગુમ અમદાવાદ18 કલાક પહેલા કૉપી લિંક નમસ્કાર, આજે સોમવાર છે, તારીખ 26 જુલાઈ, અષાઢ વદ ત્રીજ. આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર 1) રાજ્યના તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 2) 50 ટકા કેપિસિટી સાથે રાજ્યની ધોરણ 9થી 11ની તમામ સ્કૂલો ફરી શરૂ થશે. 3) ડીગ્રી એન્જિનિયરિંગની 64,262 સીટ માટે આજથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની શરૂઆત. 4) અમદાવાદમાં આજનો દિવસ કોરોના વેક્સિનનો બીજો ડોઝ બાકી હોય અનું જ વેક્સિનેશન થશે. હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર 1) રાજ્યમાં મેઘાની તોફાની બેટિંગ, 197 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લોધિકા અને છોટાઉદેપુરમાં 7 ઈંચ તો કવાંટમાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યભરમાં રવિવારે અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો. સવારથી સાંજ સુધીમાં જ રાજ્યના 197 જેટલા તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં છોટાઉદેપુર અને રાજકોટના લોધિકામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના કપરાડામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. 2) સ્વીટીની ગર્ભની વાતથી 5 મહિના સુધી અજાણ હતો હત્યારો અજય, પછી બીજા લગ્ન કર્યા, બે પત્નીને કારણે સ્વીટીનો કાંટો કાઢી નાખ્યો વડોદરાના SOG PI અજય દેસાઈએ જ પત્ની સ્વીટીની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી છે. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું છે કે PIની બંને પત્ની એક જ સમયે વડોદરામાં હતી, જેને પગલે અજય દેસાઈ બંનેને સમય આપી શકતો ન હોવાથી તેણે સ્વીટીને કાયમ માટે ચૂપ કરી દીધી. 3) ગીર-સોમનાથના ઉના તાલુકામાં તળાવમાં ડૂબી રહેલા પિતાને બચાવવા ગયેલા બે પુત્ર પણ ડૂબ્યા, ત્રણેયનાં મોત ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા ડેસર ગામમાં રહેતા માલધારી પિતા અને બે પુત્રોના ડૂબી જવાથી મોત નીપજતાં પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. માલધારી પિતા-પુત્રો ઘેટાં-બકરાંને ચરાવવા ગયેલા ત્યારે વૃદ્ધ પિતાનો અકસ્માતે તળાવમાં પગ લપસી જતાં તેઓ ડૂબવા લાગ્યા હતા, જેને બચાવવા પાણીમાં પડેલા બંને પુત્રો પણ ડૂબ્યા હતા અને ત્રણેયનાં મોત થયાં હતાં. 4) સુરતના શ્રમજીવી પરિવારના 3 વર્ષના બાળકને મ્યુકરમાઈકોસિસ, સિવિલે ન સંભાળ્યો, ઈન્ફેક્શન મગજ સુધી ફેલાશે તો જીવ જઈ શકે સુરતમાં ગામડાના શ્રમજીવી પરિવારના 3 વર્ષના એક બાળકને મ્યુકરમાઇકોસિસ થયો હોવાનો ખુલાસો થયો છે. ત્યાર બાદ તેને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જોકે સિવિલ પાસે આ બાળકની સારવાર કરવાની પૂરતી તૈયારીઓ ન હોવાથી, બાળરોગના નિષ્ણાત તબીબ ન હોવાનું કહીને બાળકને અમદાવાદ ખસેડવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ બાળકને કોરોના શંકાસ્પદ છે. 5) મહારાષ્ટ્રમાં વરસાદનો કાળો કેર; 24 કલાકમાં ભૂસ્ખલન અને વરસાદને લીધે 112નાં મોત, 99 લોકો ગુમ મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરથી 54 ગામો સંપૂર્ણ રીતે અને 800થી વધુ ગામ આંશિક અસરગ્રસ્ત થયાં છે. 24 કલાકમાં ભારે વરસાદના લીધે થયેલા ભૂસ્ખલન અને પૂરથી 112 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 99 લોકો ગુમ થયા છે. કોંકણના રાયગઢમાં સૌથી વધુ વિનાશ થયો છે. જિલ્લામાં ત્રણ સ્થળોએ ભૂસ્ખલન થયું છે. એકલા મહાડના તલિયા ગામમાં થયેલા ભૂસ્ખલનમાં જ 52 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને 53 લોકો ગુમ છે. 6) હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન;કિન્નૌરમાં ભેખડો ધસી પડતાં પૂલ તૂટ્યો, 9 પ્રવાસીનાં મોત; અનેક લોકો ફસાયા હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે 9 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ત્રણને ઈજા થઈ છે. કિન્નોર જિલ્લામાં બટસેરીના ગુંસાની પાસે ખડકો પડવાથી છિતકુલથી સાંગલા તરફ જઈ રહેલા પર્યટકોની ગાડી ભૂસ્ખલનનો ભોગ બની હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં 4 રાજસ્થાનના અને 2 છત્તીસગઢના હોવાનું સામે આવ્યું છે. 7) PM મોદીએ મન કી બાતમાં કહ્યું- ભારત જોડો અભિયાન ચલાવો, આપણે નેશન ફર્સ્ટ, ઓલ્વેઝ ફર્સ્ટના મંત્ર સાથે આગળ વધવું પડશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું, 'પહેલા બે દિવસની કેટલીક યાદગાર ક્ષણો મારી નજર સામે છે. ટોક્યોમાં ભારતીય ખેલાડીઓ જોઈને આખું રાષ્ટ્ર રોમાંચિત થઈ ગયું. આખા દેશે તેમને કહ્યું, વિજય ભવ:. આજે તેમની પાસે તમારા પ્રેમ અને સપોર્ટની તાકાત છે. 8) મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ ટીમને રાજ કુંદ્રાની ઓફિસમાંથી ‘સિક્રેટ કબાટ’ મળ્યો મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ ટીમને તપાસ દરમિયાન રાજ કુંદ્રા વિરુદ્ધ મહત્ત્વના પુરાવા મળ્યા છે. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે રાજ કુંદ્રાની અંધેરી સ્થિત વિઆન અને JL સ્ટ્રીમની ઓફિસમાંથી એક સિક્રેટ કબાટ મળ્યો છે. ક્રાઈમ બ્રાંચે શુક્રવારે કોર્ટમાં કહ્યું હતું કે રાજ કુંદ્રા 121 પોર્ન વીડિયોને 9 કરોડ રૂપિયામાં વેચવાનો હતો. મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં 1) અમેરિકન વિદેશમંત્રી એન્ટની બ્લિંકન 27 જુલાઇએ ભારત આવશે, એજન્ડામાં માનવઅધિકાર અને પેગાસસ જાસૂસી કેસનો સમાવેશ હશે 2) AIIMSના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે ફક્ત વેક્સિન લેવાથી કામ નહીં ચાલે, પણ બૂસ્ટર ડોઝની પણ જરૂર પડશે 3) ભારતમાં મોડર્નાની વેક્સિન 2022 અગાઉ નહીં આવે; કેન્દ્ર સરકારે કહ્યું- દરેક દેશની સ્થિતિ અલગ અલગ હોય છે આજનો ઈતિહાસ આજે કારગિલ વિજય દિવસ: વર્ષ 1999માં આજના દિવસે ભારતીય સેનાએ કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. અને આજનો સુવિચાર વિચાર વિના શીખવું એ મહેનત બરબાદ કર્યા જેવું છે, વિવેક વિના વિચારવું એ ભયજનક છે. તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું.. અન્ય સમાચારો પણ છે...