top-headline-till-3-pm-4-august-2021, Know All Updates : vim

top-headline-till-3-pm-4-august-2021, Know All Updates


Share
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ (NCB) દ્વારા દક્ષિણ ગુજરાતમાં મોટું ઓપરેશન પાર પાડતા વાપીમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. જેમાં NCBની ટીમે 2 આરોપીઓ પાસેથી 4.5 કિલોગ્રામ એમડી ડ્રગ્સ સાથે 85 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે. ગુજરાતમાં આ વખતે ચોમાસાનું વહેલુ આગમન થયું છે. પરંતુ સાવ નિરસ્ત જોવા મળી રહ્યું છે. લાંબા વિરામ બાદ ત્રણ-ચાર દિવસ વરસાદી માહોલ સર્જાયા બાદ ફરી વિરસાદે વિરામ લઈ લીધો છે. દેશમાં કોરોનાના કેસમાં એક દિવસમાં આવેલા ઘટાડા બાદ ફરી વધ્યા છે. મંગળવારના દિવસે 42,530 કોરોનાના કેસ આવ્યા. સોમવારના 30,029 કેસ સામે આવ્યા હતા.
વાપી: નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ (NCB) દ્વારા દક્ષિણ ગુજરાતમાં મોટું ઓપરેશન પાર પાડતા વાપીમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. જેમાં NCBની ટીમે 2 આરોપીઓ પાસેથી 4.5 કિલોગ્રામ એમડી ડ્રગ્સ સાથે 85 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે.
ગુજરાતમાં આ વખતે ચોમાસાનું વહેલુ આગમન થયું છે. પરંતુ સાવ નિરસ્ત જોવા મળી રહ્યું છે. લાંબા વિરામ બાદ ત્રણ-ચાર દિવસ વરસાદી માહોલ સર્જાયા બાદ ફરી વિરસાદે વિરામ લઈ લીધો છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ સહિત રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે
દિલ્હીમાં નવ વર્ષની બાળકીની શંકાસ્પદ સ્થિતિમાં મોતનો મામલો ભારે વિવાદ જગાવી રહ્યો છે. પીડિત પરિવાર તરફથી ન્યાયની ગુહાર લગાવવામાં આવી છે. બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે પીડિત પરિવારને મળવા પહોંચ્યા ત્યારે તેઓને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
દેશમાં કોરોનાના કેસમાં એક દિવસમાં આવેલા ઘટાડા બાદ ફરી વધ્યા છે. મંગળવારના દિવસે 42,530 કોરોનાના કેસ આવ્યા. સોમવારના 30,029 કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 36,552 સંક્રમિતોએ આ બીમારીને માત આપી, જ્યારે 561 લોકોની કોરોનાથી મોત થઈ.
અમેરિકાના ફ્લોરિડાની એક ફ્રન્ટીયર ફ્લાઈટમાં ભારે હોબાળો મચ્યા બાદ એક મુસાફરને તેની સીટ પર ટેપ વડે બાંધી દીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે અનેક ડ્રિન્ક્સ પીધા બાદ મુસાફર હોંશ ગુમાવી બેઠો હતો અને ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સ સાથે છેડછાડ અને મારપીટ કરવા લાગ્યો હતો.
સુરત એરપોર્ટ પર 100 ફ્લાઈટની કનેક્ટીવિટી થવાનો સંકેત મળી રહ્યા છે. 20મીથી હૈદરાબાદ પછી ચૈન્નઈ અને ગૌહાટીની ફ્લાઈટ શરુ થવા જઈ રહ્યા છે. બીજી બાજુ કાર્ગોનું કામ પણ વધ્યુ છે અને 3 લાખ કિલો ઉપરાંત ગુડ્સની હેરફેર નોંધાઈ છે.
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા અશ્લીલ વીડિયો કેસમાં હજુ પણ જેલમાં છે. 19 જુલાઇએ તેની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને પહેલા 27 જુલાઇ સુધી પોલીસ રિમાન્ડમાં રાખવામાં આવ્યો હતો, બાદમાં કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
ટી20 વર્લ્ડ કપની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને આ વચ્ચે જ આઈસીસી દ્વારા ભારત અને પાકિસ્તાનને એક ગ્રૃપમાં રાખવામાં આવ્યા છે. તેવામાં ફેન્સ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચને જોવા માટે ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને આ મેચ ક્યારે થશે તેની તારીખ જાણવા ઉત્સુક છે.
સંયુક્ત અરબ અમીરાતમાં વધુ એક ભારતીય નાગરિકની કિસ્મત રાતોરાત બદલાઈ ગઈ છે. અબુ ધાબીમાં મંગળવારે બિગ ટિકિટ રેફલ ડ્રો સીરિઝ નંબર 230નું આયોજન કરાયું હતું. તેમાં ભારતના રહેવાસી સનૂપ સુનીલે Dh15 મિલિયન જીત્યા અને તેનું નસીબ રાતોરાબ ચમકી ગયું હતું.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોના રાશિ પરિવર્તન સાથે નક્ષત્ર પરિવર્તન પણ મહત્વનું માનવામાં આવે છે. 3 ઓગસ્ટના રોજ સવારે 3 વાગ્યે સૂર્યદેવ આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. સૂર્યના આ નક્ષત્ર પરિવર્તનની અસર મેષથી મીન રાશિ પર રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
August 3, 2021

Related Keywords

Vapi , India General , India , Surat , Gujarat , Hyderabad , Andhra Pradesh , New Delhi , Delhi , Ahmedabad , Pakistan , Raj Kundra , Shilpa Shetty , , South Gujarat , Wednesday New Delhi , Surat Airport , Flight Start , World Cup , Abu Tuesday Big , வப்பி , இந்தியா , சூரத் , குஜராத் , ஹைதராபாத் , ஆந்திரா பிரதேஷ் , புதியது டெல்ஹி , டெல்ஹி , அஹமதாபாத் , பாக்கிஸ்தான் , ராஜ் குந்த்ரா , ஷில்பா ஷெட்டி , தெற்கு குஜராத் , புதன்கிழமை புதியது டெல்ஹி , சூரத் விமான , உலகம் கோப்பை ,

© 2025 Vimarsana