WhatsApp Will Introduce New Feature for High Quality Media F

WhatsApp Will Introduce New Feature for High Quality Media Files Sharing


Share
WhatsApp પર મોકલાયેલ વીડિયો અને ફોટાની ક્વોલિટીને લઈને લોકો ફરિયાદ કરતાં રહે છે. આ સમયે યુઝર્સ તરફથી સેન્ડ કરેલ ફોટા અને વીડિયોની સાઈઝને નાની કરી દે છે અને તેને કારણે રિસીવર સુધી તેની ખરાબ ક્વોલિટી પહોંચે છે. પણ હવે યુઝર્સને ખરાબ ક્વોલિટીના વીડિયો અને ફોટાથી જલ્દી છૂટકારો મળી જશે. વોટ્સએપ હવે યુઝર્સને ત્રણ ફોર્મેટમાં ફોટો મોકલવાની સુવિધા આપવા જઈ રહ્યો છે. આ છે ઓટો, બેસ્ટ ક્વોલિટી અને ડેટા સેવર ફોર્મેટ.
ડેટા સેવર ફોર્મેટમાં તમારા ડેટા પેકેજમાંથી ઓછામાં ઓછા ડેટા ખર્ચ કરશે અને ફોટો કે વીડિયોને ખુબ જ કોમ્પ્રેસ કરીને મોકલશે, તો બેસ્ટ ક્વોલિટી ફોર્મેટમાં ડેટા વધારે ખર્ચ થશે પણ ફોટો કે વીડિયોની ક્વોલિટી સારી રહેશે. યુઝર્સ આ પ્રકારના ઈન્ટરનેટ ડેટાના ઉપયોગને ઓપ્ટિમાઈઝ પણ કરી શકશે. આ ડેટા લોકોને નકામા મેસેજ કે મીમ મોકલવામાં ખર્ચ થાય છે. વોટ્સએપના નવા ફીચર આવ્યા બાદ યુઝર્સને ડેટા સેવ કરવા અને સારી ક્વોલિટીના વીડિયો મોકલવાનો ઓપ્શન મળશે.
જો તમે ડેટા સેવિંગ મોડમાં છો અને તમને વધારે રિઝોલ્યૂશનવાળું કોઈ વીડિયો મોકલવા માગો છો તો આ માટે સેટિંગમાં જઈને ફેરફાર કરવો પડશે. તમને વીડિયો અપલોડ ઓપ્શનમાં બદલાવ કરીને તેને મોકલવો પડશે. પછી તમને ઓરિજિનલ મોડમાં તમે પરત સેટિંગ કરી શકો છો. વોટ્સએપે હજુ જણાવ્યું નથી કે આ નવા ફીચરની શરૂઆત ક્યારે થશે. જો કે અમુક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ પોતાના આ ફીચર્સને સૌથી પહેલાં એન્ડ્રોઈડ ડિવાઈઝ માટે લોન્ચ કરશે. જે બાદ તેને આઈફોન યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે. વોટ્સએપ બંને પ્લેટફોર્મ પર એકસાથે પણ આ ફીચર લોન્ચ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 10, 2021

Related Keywords

, Whatsapp New Feature , பகிரி புதியது அம்சம் ,

© 2025 Vimarsana