Yogini Ekadashi Fasting Is Done For Getting Rid Of Diseases

Yogini Ekadashi Fasting Is Done For Getting Rid Of Diseases And For Long Life, It Also Eliminates Sins. | બીમારીઓથી મુક્તિ મેળવવા અને લાંબુ આયુષ્ય મેળવવા માટે વ્રત કરવામાં આવે છે, તેનાથી પાપ નષ્ટ થાય છે


Yogini Ekadashi Fasting Is Done For Getting Rid Of Diseases And For Long Life, It Also Eliminates Sins.
યોગિની એકાદશી:બીમારીઓથી મુક્તિ મેળવવા અને લાંબુ આયુષ્ય મેળવવા માટે વ્રત કરવામાં આવે છે, તેનાથી પાપ નષ્ટ થાય છે
8 કલાક પહેલા
કૉપી લિંક
સૌથી પહેલાં માર્કણ્ડેય ઋષિએ હેમમાલી નામના યક્ષને જણાવ્યું આ વ્રત અંગે હતું, પછી શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યુ
જેઠ મહિનાના વદ પક્ષની એકાદશીને યોગિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ઉપવાસ રાખવાથી બધા જ પાપ નષ્ટ પામે છે તથા સ્વાસ્થ્ય સાથે સુખ-સમૃદ્ધિ આવે છે. યોગિની એકાદશી 5 જુલાઈ, 2021 સોમવારે છે. આ વ્રત અંગે શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યું હતું.
આ વ્રત સાથે જોડાયેલી કથા અને પૂજાના જરૂરી વિધાનઃ-
પૌરાણિક કથાઃ-
વ્રતને લઈને પૌરાણિક કથા છે કે અલકાપુરીના રાજા કુબેર શિવભક્ત હતાં. હેમમાલી નામના એક યક્ષ તેમનો સેવક હતો, જે કુબેરની શિવપૂજા માટે ફૂલ લાવતો હતો. હેમમાલી એકવાર પત્ની પ્રેમમાં પૂજા માટે ફૂલ લાવવાનું ભૂલી ગયો. તેનાથી નિરાશ થઈને કુબેરે માલીને શ્રાપ આપ્યો કે તે સ્ત્રીના વિયોગમાં તડપે અને મૃત્યુલોકમા જઇને કોઢ રોગનો રોગી બને. કુબેરના શ્રાપથી તે કોઢ નામની ત્વચાનો રોગી બન્યો અને પત્ની પણ તેનાથી દૂર જતી રહી.
એકવાર માર્કણ્ડેય ઋષિ સાથે તેની મુલાકાત થઈ. ઋષિએ તેને જેઠ મહિનાના વદ પક્ષની એકાદશીનું વ્રત કરવાથી બધા જ કષ્ટ દૂર થઈ જશે તેવી વાત જણાવી. મહર્ષિના વચન સાંભળીને હેમમાલીએ એકાદશીનું વિધાનપૂર્વક વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે પોતાના જૂના સ્વરૂપમાં આવી ગયો અને તેનો રોગ પણ દૂર થઈ ગયો અને તે પોતાની પત્ની સાથે ફરી સુખપૂર્વક રહેવા લાગ્યો
એકાદશીએ પૂજાનું વિધાનઃ-
સવારે જલ્દી જાગીને સ્નાન વગેરેથી નિવૃત્ત થઈ જવું. ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો.
પૂજા ઘરને સાફ સ્વચ્છ કરી ભગવાન વિષ્ણુનો ગંગાજળથી અભિષેક કરો. ભગવાન વિષ્ણુને ફૂલ અને તુલસી દળ અર્પણ કરો.
આ દિવસ વ્રત રાખીને માત્ર ફળાહાર જ કરો. ભગવાન વિષ્ણુના ભોગમાં તુલસીને જરૂર સામેલ કરો.
આ પાવન દિવસે ભગવાન વિષ્ણુ સાથે જ માતા લક્ષ્મીની પૂજા પણ કરો.
ભગવાનની આરતી કરો. આ દિવસે ભગવાનનું વધારેમાં વધારે દાન-ધ્યાન કરો.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

King Kubera , Vishnu Tulsi , , Krishna Tuesday , Ekadashi July , God Vishnu Say Abhishek , God Vishnu , God Vishnu Tulsi , God Aarti , கிங் குபேரா , விஷ்ணு துளசி , இறைவன் விஷ்ணு ,

© 2025 Vimarsana