Live Breaking News & Updates on Maheshbhai shah states

Stay informed with the latest breaking news from Maheshbhai shah states on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Maheshbhai shah states and stay connected to the pulse of your community

The construction of gharcholas in Rajkot started a month early, special orders are given for gharcholas made of gold-silver wire | રાજકોટમાં ઘરચોળા બનાવવાનું એક મહિનો વહેલું શરૂ થઈ ગયું, સોના-ચાંદીના તારમાંથી બનતા ઘરચોળાના ખાસ ઓર્ડર અપાય છે


The Construction Of Gharcholas In Rajkot Started A Month Early, Special Orders Are Given For Gharcholas Made Of Gold silver Wire
પરિવર્તન:રાજકોટમાં ઘરચોળા બનાવવાનું એક મહિનો વહેલું શરૂ થઈ ગયું, સોના-ચાંદીના તારમાંથી બનતા ઘરચોળાના ખાસ ઓર્ડર અપાય છે
રાજકોટ5 કલાક પહેલા
કૉપી લિંક
બેંગ્લોર, મુંબઈથી તેમજ શ્રીમંત વર્ગની મહિલા સોના-ચાંદીના તારમાંથી બનતા ઘરચોળાના ખાસ ઓર્ડર રાજકોટમાં આપે છે
લગ્નમાં સોળે શણગાર સજેલી કોઈ પણ નવોઢાનો શણગાર ઘરચોળા વગર અધૂરો રહે છે. આજના સમયમાં સામાન્ય યુવતીથી લઇને સેલિબ્રિટી વગેેરે ઘરચોળા,પાનેતર વગેરેની વિશેષ રીતે પસંદગી કરે છે. હવે તો આ માટે ખાસ ઓર્ડર આપવામાં આવે છે. જેમાં રાજકોટમાં બનતા ઘરચોળા આજના સમયમાં પણ લોકપ્રિય છે.રાજકોટમાં દર વર્ષે 3 લાખ ઘરચોળા બને છે. જે માત્ર દેશમાં જ નહિ પણ વિદેશમાં પણ વખણાય છે. મુંબઇ, બેંગ્લોરમાંથી તેમજ ગર્ભ શ્રીમંત વર્ગની મહિલા સોના-ચાંદીના તારમાંથી ઘરચોળાના બનાવાના ઓર્ડર રાજકોટમાં આપે છે. જોકે છેલ્લા પાંચ વર્ષથી આમનું પ્રમાણ ઘટ્યું હોવાનું ટેક્સટાઈલ્સ મર્ચન્ટ એસોસિએશનના પૂર્વ ટ્રેઝરર મહેશભાઈ શાહ જણાવે છે.
સામાન્ય રીતે દર વર્ષે ઘરચોળા બનાવવાની શરૂઆત 15 ઓગસ્ટથી થાય છે, પરંતુ કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષમાં અનેક લગ્ન પાછા ઠેલાયા તો કેટલાક લગ્ન રદ થયા.આ બધા લગ્ન હવે ચાલુ વર્ષના મુહૂર્તમાં થવાની ધારણા છે. લગ્નની સિઝન શરૂ થશે તેને કારણે ઘરચોળાની ડિમાન્ડ રહેશે. ત્યારે આ ડિમાન્ડને સમયસર પહોંચી વળાય તે માટે ઉત્પાદકોએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે અને આ વખતે એક મહિનો વહેલું ઘરચોળા બનાવવાનું શરૂ થઇ ગયું છે.તેમ ઘરચોળાના ઉત્પાદક અને હોલસેલ ટેક્સટાઈલ્સ મર્ચન્ટ એસોસિએશનના મંત્રી રૂપેશભાઈ રાચ્છ જણાવે છે. સામાન્ય રીતે 15 ઓગસ્ટ પછી ઘરચોળા બનાવવાનું શરૂ થાય છે. તેના બદલે જુલાઈ માસથી જ ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે.
હેન્ડવર્ક, ફિનિશિંગને કારણે ઘરચોળું લોકપ્રિય
રાજકોટમાં જે ઘરચોળા બને છે તે તેની ક્વોલિટી, હેન્ડવર્ક, ફિનિશિંગને કારણે વખણાય છે. અહીં જે હેન્ડવર્ક થાય છે તે બીજે ક્યાંય થતું નથી. હોલસેલ ટેક્સટાઈલ મર્ચન્ટ એસોસિએશનના મંત્રી રૂપેશભાઈ રાચ્છે જણાવ્યું હતું કે, એમ.એસ.એમ.ઈ.નું હબ ગણાતું રાજકોટ કલા- કારીગરી માટે પણ એટલું જ વિશ્વભરમાં જાણીતું છે. જેમાં ઘરચોળા,ચણિયાચોલી,પટોળાની ડિઝાઈનથી લઇને સોના- ચાંદીના દાગીનાની ડિઝાઈનનો સમાવેશ થાય છે. ઘરચોળાની ડિઝાઈન તૈયાર થયા બાદ તેમાં માચીવર્ક, જરીકામ કરીને બહેનો ઘરે બેઠા રોજીરોટી મેળવે છે.
ઘરચોળની વિશેષતા
02 હજારથી લઇને રૂ. 50 હજાર સુધી ઘરચોળાની કિંમત હોય છે.
03 લાખ ઘરચોળા રાજકોટમાં દર વર્ષે તૈયાર થાય છે.
100 કરોડનું ટર્નઓવર થાય છે ઘરચોળા,પટોળા અને ચણિયાચોલીના ઉત્પાદનમાં
60 ટકા ઘરચોળાની જરૂરિયાત આખા દેશમાં એકલું માત્ર રાજકોટ પૂરી પાડે છે.
03માસમાં એક ઘરચોળું તૈયાર થાય છે.
પ્રેમ રતન ધન પાયોના ટાઈટલ સોંગમાં રાજકોટના ચણિયાચોલી છવાાયા હતા
ગોંડલના પેલેસમાં પ્રેમ રતન ધન પાયોનું શૂટિંગ થયું હતું. જેના ટાઈટલ સોંગમાં સોનમ કપૂર અને તેના સાથી કલાકારો ચણિયાચોલીના ડ્રેસિંગમાં જોવા મળી હતી. જેમાં બેકગ્રાઉન્ડમાં રહેલા કલાકારોના ચણિયાચોલી રાજકોટમાં તૈયાર થયા હતા. કોઈ પણ ફિલ્મ અને સિરિયલમાં જ્યારે ગ્રૂપ ડાન્સ હોય તેમાં ઘણી વખત રાજકોટમાં બનાવેલા ચણિયાચોલી કલાકારો પહેરતા હોય છે. તેમ ચણિયાચોલીના વેપારી ઈસ્માઇલભાઈ માંકડા જણાવે છે.
અન્ય સમાચારો પણ છે...

Bangalore , Karnataka , India , Mumbai , Maharashtra , Rajkot , Gujarat , Maheshbhai-shah-states , Merchant-association , Rajkot-creation , Order-rajkot , Merchant-association-east