vimarsana.com


વિશ્વમાં સૌથી વધુ ભારતીય યૂઝર્સ સાઇબર છેતરપિંડીનો શિકાર બન્યા
Share
 
૨૦૨૧માં આ પ્રકારની છેતરપિંડીથી ભારતીયોને અંદાજે ૧૫,૩૩૪ રૃપિયાનું નુકસાન થયું ઃ રિસર્ચ
 
ા નવી દિલ્હી ા
માઇક્રોસોફ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં ભારતીયોને લઇને ચોંકાવનારી માહિતી સામે આવી હતી. ભારતમાં છેલ્લા ૧૨ મહિનામાં ટેક સપોર્ટ સ્કેમની સંખ્યાની ઉચ્ચ ટકાવારી ૬૯ ટકા જોવા મળી હતી જે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ છે. માઇક્રોસોફ્ટના ૨૦૨૧ ગ્લોબલ ટેક સપોર્ટ સ્કેમ રિસર્ચ રિપોર્ટથી જાણવા મળ્યું હતું કે ભારતમાં યૂઝર્સે છેલ્લા ૧૨ મહિનામાં ૬૯ ટકા યૂઝર્સ આવા સ્કેમનો શિકાર બન્યા હતા જે ૨૦૧૮માં ૭૦ ટકા હતો. ભારતમાં સર્વેમાં સામેલ ૪૮ ટકા યૂઝર્સ સાથે છેતરપિંડી થઇ હતી જે ૨૦૧૮ના આંકડાથી આઠ અંક અને વૈશ્વિક સરેરાશના ત્રણ ગણાથી વધારે છે. અહેવાલો અનુસાર વર્ષ ૨૦૧૮માં ૧૪ ટકાની સરખામણીમાં ૨૦૨૧માં ૩૧ ટકા એટલે કે લગભગ એક તૃતીયાંશ ભારતીયોએ પૈસા ગુમાવ્યા હતા. ભારતમાં ૨૦૨૧માં આ પ્રકારની છેતરપિંડીથી પૈસા ગુમાવનારાઓને સરેરાશ ૧૫,૩૩૪ રૃપિયાનું નુકસાન થયું હતંુ. માઇક્રોસોફ્ટ દ્વારા ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને સિંગાપુર સહિત ૧૬ દેશોમાં કરેલા આ વૈશ્વિક સર્વે માટે ૧૬,૨૫૪ પુખ્ત ઇન્ટરનેટ યૂઝર્સ સામેલ હતા. આ માઇક્રોસોફ્ટ દ્વારા આ જ પ્રકારે આ પહેલાં ૨૦૧૮ અને ૨૦૧૬માં પણ આવો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
ભારતમાં છેલ્લા ૧૨ મહિનામાં ૬૯ ટકા યૂઝર્સ ટેક સપોર્ટ સ્કેમનો શિકાર બન્યા
ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન સહિત ૧૬ દેશોમાં ઔમાઇક્રોસોફ્ટનો વૈશ્વિક સર્વે
 
દુનિયાભરમાં દર મહિને ૬૫૦૦ ફ્રિયાદો
માઇક્રોસોફ્ટે કહ્યું કે દરમહિને દુનિયાભરના લોકો પાસેથી તેમને ૬૫૦૦ ફ્રિયાદો મળે છે જેઓ ટેક સ્કેમનો શિકાર બન્યા હોય છે. આ સંખ્યા પાછળ વર્ષના મહિનાની સરેરાશ ૧૩,૦૦૦ ફ્રિયાદો કરતાં ઓછી છે.
 
 
ભારતીયો સૌથી સહેલો શિકાર। માઇક્રોસોફ્ટ ડિજિટલ ક્રાઇમ્સ એશિયા યુનિટની સહાયક જનરલ કાઉન્સિલર મૈરી જો શ્રેડે કહ્યું હતું કે વૈશ્વિક સ્તરે થતી આ છેતરપિંડીમાં દરેક વયજૂથના લોકોને નિશાન બનાવવામાં આવે છે. દુનિયાના અન્ય દેશોની તુલનામાં ભારતમાં યૂઝર્સ શિકાર બને તેવી સંભાવનાઓ વધુ હોય છે. આ લોકો છેતરપિંડીની વાતચીતને નજરઅંદાજ કરે છે જેના કારણે તેઓ પૈસા ગુમાવે છે.
 
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
34016
Views
23448
Views
20368
Views
19412
Views

Related Keywords

Australia ,Japan ,India ,New Delhi ,Delhi , ,Fall Research Security New Delhi Microsoft ,Global Survey Worldwide ,Microsoft ,Microsoft Global ,Global Survey ,ஆஸ்திரேலியா ,ஜப்பான் ,இந்தியா ,புதியது டெல்ஹி ,டெல்ஹி ,மைக்ரோசாஃப்ட் ,மைக்ரோசாஃப்ட் உலகளாவிய ,உலகளாவிய கணக்கெடுப்பு ,

© 2025 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.