vimarsana.com


36 Lakh Liters Of Biodiesel Sold On Madhapar Highway In Six Months ....
ભાસ્કર સ્ટિંગ:માધાપરમાં મધરાતે ભાસ્કરનું ‘બાયોડિઝલ મિશન’: છ માસમાં 36 લાખ લીટર બાયોડિઝલ વેચાઇ ગયું, 36.23 લાખની માલમતા કબજે કરાઇ
ભુજ4 કલાક પહેલાલેખક: વાજીદ ચાકી
કૉપી લિંક
મધરાતે આ ટેન્કરમાંથી ડિઝલ વેચાતું હતું.
રૂપાણીની સૂચના પછી આખા ગુજરાતમાં તવાઇ આવતા બંધ છે હાટડા, માત્ર માધાપર પાસે ધમધોકાર ચાલતો હતો ગોરખધંધો
ભાસ્કરની બે દિ’ની વોચ પછી SP સૌરભ સિંઘને જાણ કરી, ને મધરાતે પાર પડયું ઓપરેશન બાયોડિઝલ
ટ્રેઇલર, ટેન્કર, 20 હજાર લીટર જથ્થો, 51 હજાર રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
ફ્યુઅલ પોઇન્ટ પરથી 5 શખ્સો પકડાયા, મોટા માથા સહિત છ સામે બી ડિવિઝનમાં ફોજદારી
સ્થાનિક પોલીસ લાજ કાઢતી હોવાથી એસપીનું ધ્યાન દોરતા કારસ્તાન ઝડપાયું
મુખ્ય મંત્રીની કડક સૂચના પછી આખા ગુજરાતમાં બાયોડિઝલના હાટડાઓ પર તવાઇ બોલાવાતા રાજયભરના પોઇન્ટ બંધ થઇ ગયા છે ત્યારે ભુજ-માધાપર હાઇવે પર મહિન્દ્રા શોરૂમવાળી શેરીમાં દિવ્ય ભાસ્કરે બે દિવસ વોચ ગોઠવી સમગ્ર હકીકત અંગે પશ્ચિમ કચ્છ એસપી સાૈરભ સીંઘ સાથે વાત કરતા તેમણે ગમે તે સમયે ટીમને મોકલવા તૈયારી દર્શાવી હતી. રવિવારે મધરાતે અઢી વાગ્યે જીવના જોખમે ભાસ્કરની ટીમ ત્યાં પહોંચતા ટ્રકોની લાંબી કતાર લાગી હતી અને ટેન્કરમાંથી બાયોડિઝલ ભરી અપાતું હોવાનુ દેખાતા એસપીને જાણ કરાઇ હતી, મધરાતે એલસીબી પીઆઇ સાદા વેશમાં પોલીસની મોબાઇલ વગર (બાઇક પર) પહોંચી આવ્યા બાદ અોપરેશન બાયોડિઝલ પાર પડાયું હતું. તેમણે ટેન્કર, 20 હજાર લીટર જથ્થો, 51 હજાર રોકડા સહિત 36.23 લાખની મતા કબજે કરી હતી.
ડિઝલ પુરાવતી વેળાએ અટકાયત કરાયેલું ટ્રેઇલર.
પોઇન્ટના સંચાલક એવા મોટા માથા સહિત છ સામે બી ડિવિઝનમાં ગુનો નોંધાયો હતો. એક દિવસનું 30 હજાર લીટર એમ સપ્તાહમાં સરેરાશ 5 દિવસ લેખે મહિનામાં 6 લાખ લીટર અને છ મહિનામાં 36 લાખ લીટર જથ્થો વેંચાઇ ચૂક્યો છે, જો કે બી ડિવિઝન પોલીસની હદમાં આવતા આ પોઇન્ટ પર મીઠીનજર હોવાથી આખરે ભાસ્કરની ટીમે એસપીને ધ્યાન દોરી સંયુકત રીતે ઓપરેશન પાર પાડયું હતું.
બાયો ડિઝલના પોઇન્ટ પરથી પકડાયેલા ઇસમો.
સમગ્ર ઘટનાક્રમની ટાઇમલાઇન
મોડસ ઓપરેન્ડી: 12 વાગ્યાથી ટ્રક-ટ્રેઇલરની લાગે કતાર, 3 વાગ્યે બાયોફયુલનું ટેન્કર આવે
છેલ્લા કેટલાક સમયથી એક મોડેસ ઓપરેન્ડીથી બાયોડિઝલનું પોઇન્ટ ચાલું છે, મહિન્દ્રા શોરૂમવાળી શેરીમાં આ પોઇન્ટ ચાલુ છે તો એના પહેલાની શેરીમાં ડબો હોવાથી ત્યાં 24 કલાક ટ્રકોની અવર જવર રહે છે, આમ કોઇને વ્હેમ ન જાય તે માટે બાર વાગ્યાથી જ ટ્રક-ટ્રેલરોની કતાર લાગતી હતી, ત્રણ વાગ્યે બાયોનું ટેન્કર આવતા એક બાદ એક ફયુલ ભરવાનું શરૂ કરાતું હતું.
એસ.પી.એ કહ્યું, રાત્રે ત્રણ વાગ્યે પણ ફોન કરજો, મારી ટીમ કામગીરી માટે તૈયાર હશે
ભાસ્કરે પશ્ચિમ કચ્છ એસપી સાૈરભ સીંઘને માધાપરમાં એક ગોરખધંધો ચાલુ હોવાની વાત કરતા તેમણે કયા સ્થળે અને કઇ રીતનો ગોરખધંધો ચાલુ છે તેના આગ્રહ વગર જ ગમે ત્યારે ફોન કરવાનું કહ્યું હતું,રાત્રે ત્રણ કે ચાર વાગ્યે પણ ફોન કરજો મારી ટીમ તૈયાર હશે તેમ કહ્યું હતું.
...ને એલસીબી પીઆઇ એસ.જે. રાણા સાદા ડ્રેસમાં બાઇકથી પોઇન્ટ પર પહોંચી આવ્યા
રાત્રે બે વાગ્યે પોઇન્ટ પર જતા ટ્રકોની કતાર લાગી હતી અને ફયુલ ભરવાનું ચાલુ હોવાનું દેખાતા એસપીને મધરાતે અઢી વાગ્યે ફોન કર્યો હતો, તેમણે એલસીબી પીઆઇ સિદ્ધરાજસિંહ રાણાને કહેતા તે બાઇકથી સાદા ડ્રેસમાં પોઇન્ટ પર પહોંચી આવ્યા હતા, પાંચેય માણસોને સાઇડમાં બેસાડી ટ્રક-ટેન્કરને સાઇડમાં રખાવી પોતાની ટીમને જાણ કરી બોલાવી લીધી હતી.
જીવના જોખમે ભાસ્કરે બે દિવસ ગોઠવ્યો જાપ્તો
આખા ગુજરાતમાં બાયોડિઝલના પોઇન્ટ પર તવાઇ બોલાવાઇ છે અને ભુજ સમીપે છેલ્લા છ માસથી ચાલતો પોઇન્ટ બંધ નથી થયો તેવી વાત જાણવા મળતા શુક્રવાર અને શનિવાર બે દિવસ જીવના જોખમે દિવ્ય ભાસ્કરની ટીમે જાપ્તો ગોઠવી, ગોરખધંધાની મોડસ અોપરેન્ડી નિહાળી હતી.
આ છે 36.23 લાખનો પકડાયેલો મુદ્દામાલ
જીજે 24 યુ 8411 ટેન્કર કિંમત 10 લાખ, જવલનશીલ પ્રવાહી (બાયોડિઝલ) 20 હજાર લીટર કિંમત 13 લાખ, ટ્રેઇલર જીજે 12 બીડબ્લ્યુ 9296 કિંમત 12 લાખ, રોકડા 53250, ઇલેકટ્રીક પંપ 5 હજાર, મોબાઇલ નંગ 4 કિંમત 20 હજાર, બે મોટર સાઇકલ કિંમત 45 હજાર, ઇલેકટ્રીક વાયર અને ડાયરી-પેન કિંમત 112 મળી કુલ 36,23,557 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના મોટામાથા સહિત છ સામે ફોજદારી
મુકેશ અરજણભાઇ ગાગલ (રહે. કુનરીયા), કપીલ કાંતીલાલ ગણાત્રા (રહે. માધાપર) રાજેશ દેવકરણભાઇ ચાડ (રહે. સુમરાસર), સુરેશ રામજીભાઇ રણછોડ (રહે. માધાપર) અને ટ્રેઇલરમાં ફયુઅલ ભરાવવા ઉભેલા ભાથીજી શંકરજી ઠાકોર (રહે. સુઇગામ, બનાસકાંઠા) તેમજ લીગ્નાઇટ ટ્રાન્સપોર્ટના મોટું માથું લેખાતા અલ્પેશ ચંદે (રહે. ભુજ) સામે ફોજદારી નોંધાઇ હતી.
સામાન્ય દરોડા કરતા અલગ કલમો તળે ગુનો નોંધાયો
બેઝ ઓઇલ કે બાયોડિઝલ પકડાય તો પોલીસ સીઆરપીસી 102 અને 41-1 ડી હેઠળ જવનલશીલ પ્રવાહીને શંકાસ્પદ ગણી આરોપીઅોની અટક કરતી હોય છે ત્યારે આ બનાવમાં એલસીબીએ એક ટ્રેલમાં બેઝ ઓઇલ ભરાતુ હોવાનુ જણાવી છ શખ્સો સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3,7,11 તેમજ ભારતીય દંડ સહિતાની કલમ 285, 334 હેઠળ બી ડિવિઝન પોલીસ મથકે એલસીબી પીઅાઇએ ફરિયાદ નોંધાવી હતી.
1 માસ પૂર્વે અહીંથી જ જથ્થો પકડાયો, છતાંય પોઇન્ટ ચાલુ !
ગત 17 જુનના પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે આ જ સ્થળે દરોડો પાડી 23,997 લીટર જવલનશીલ પદાર્થ પકડી પાડયો હતો, તેમ છતાંય આ પોઇન્ટ ફરી સ્થાનિક પોલીસની મીઠી નજરથી ધમધમી રહ્યું હતું. સતત એક જ જગ્યાએ એક માસમાં બીજી વખત દરોડો પડયા બાદ બી ડિવિઝન પોલીસના સત્તાધીશો સામે શું પગલા પશ્ચિમ કચ્છ એસપી તરફથી ભરાય છે તેના પર મીટ મંડાઇ છે.
ભાસ્કરે બે દિવસ પહેલાં જ અંગુલી નિર્દેશ કર્યો, છતાં બી ડિવિઝન પોલીસ નિષ્ફિકર રહી
​​​​​​​બે દિવસ પૂર્વે માધાપર હાઇવે પર બાયોડિઝલ વેંચાતો હોવાનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો, તેમ છતાં બી ડિવિઝન પોલીસ નિષ્ફીકર રહી હતી, અંતે વધુ બે દિવસ વોચ ગોઠવી એસ.પી. સાૈરભ સીંઘે ભાસ્કરની ટીમ સાથે એલસીબીની મુકી સફળ દરોડો પાડયો હતો.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

United States ,Bhuj ,Gujarat ,India ,Kapil Kantilal ,Midnight Bhaskar Mission ,B Division ,Bhaskar Sting ,Directing Act ,Main Secretary ,West Kutch ,Sunday Midnight ,Bhaskara West Kutch ,Malta Friday ,Previous West Kutch ,ஒன்றுபட்டது மாநிலங்களில் ,பூஜ் ,குஜராத் ,இந்தியா ,பிரதான செயலாளர் ,மேற்கு கட்ச் ,ஞாயிற்றுக்கிழமை நள்ளிரவு ,மால்டா வெள்ளி ,

© 2025 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.